SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચ. ૪ માનવતાભર્યું કાર્ય કરનાર અનંતરાય જેવા તેજસ્વી યુવાને અને લલિતા જેવી સુશીલ કન્યાઓને ઉપયોગી કે લાભપ્રદ થવાની કે એવાઓને લાભ લેવાની ક્ષમતા કે દષ્ટિ ગુમાવી બેઠેલી નાતનું વાસ્તવિક નિરૂપણ આ નાટકમાં થયું છે. દેવી કે રાક્ષસીમાં સમાજશાસ્ત્રીય-માનસશાસ્ત્રીય સમસ્યા કેન્દ્રસ્થાને છે છે. ભોળાનાથ પ્રત્યે અત્યંત કામાસક્ત પ્રભાવતી તેમના પ્રત્યે વહેમી અને અસહિષ્ણુ બની જતાં છેવટે પાગલ બને છે. કદાચ તે જ પિતાના પતિના અણધાર્યા અવસાન માટે જવાબદાર હોય. તેની પુત્રી સુશીલા માતાના વર્તને આઘાત પામી નાટકના નાયક સુધીન્દ્ર સાથે પરણવાનું માંડી વાળતા, પરંતુ સુધીન્દ્રની સ્વસ્થતા ને સમજ નાટયાતે ઈષ્ટ પરિણામ લાવીને રહે છે. આ પાંચ પ્રવેશમાં વહેંચાયેલા નાટકમાં સ્ત્રી દેવી કે રાક્ષસી નહિ પરંતુ માનવ જ લેવાની વાતનું છેવટે તે પ્રતિપાદન થાય છે. લેખકે સ્ત્રીપુરુષ-સંબંધનાં અંધ અને ગૂઢ પરિબળાનું મર્મસ્પર્શી આલેખન અહીં કર્યું છે. અહીં સુશીલા, સુધીન્દ્ર, ચારુમતી અને દયાફાઈનાં પાનું નિરૂપણ ચિત્તાકર્ષક જણાશે. ભુલકણો પ્રેફેસર” એ બસ્કિટ' છે. તેમાં ભૂલથી પારકાના દીવાનખાનામાં પહોંચી જતાં, એને પિતાનું માનીને પ્રોફેસરની જે ઉક્તિ રજૂ થાય છે તે રમૂજ પ્રેરક છે. આ નાટક ટુચકા જેવું રસપ્રદ લાગે છે, છતાં તેને “વૈરવિહાર'માં આપેલા નાટયટુચકાના રૂપનું ન ગણી શકાય. લેખકે જે અનૂદિત નાટયકતિઓ આપી છે તે તેમની પ્રશિષ્ટ સાહિત્ય માટેની રુચિની અને તેમની અનુવાદશક્તિની સારી પિછાણ આપે છે. તેમણે “ભગવદજજુકાયમને અનુવાદ કરતાં વાચિક અભિનયનેયે ખ્યાલ રાખે છે. શેકસપિયરના નાયાશેના અનુવાદમાં જે બાની અને વનવેલીની છટા તેમણે પ્રયોજી છે તે ધ્યાનાર્હ છે. વનવેલીની નાટયપદ્ય માટેની ક્ષમતાનો સાર અંદાજ આ અનુવાદ આપે છે. ભવાઈ અને તખતો' જેવાં વ્યાખ્યાન આપીને ન વિરમતાં, તેમણે આમ સર્જનાત્મક રીતે નાટ્યપ્રવૃત્તિમાંયે ઝુકાવ્યું તે તેમના રંગભૂમિ માટેના આદર અને ઉત્સાહનું દ્યોતક છે. ૪. “સ્વૈરવિહારીનું નિબંધસજન રામનારાયણ મૂળભૂત રીતે સ્વૈરવિહારી જીવ છે. એમના સમગ્ર સાહિત્યમાં મને વિહાર – વૈરવિહારનાં કેટલાંક રમણીય તર જોવા મળે છે. રામનારાયણે ટુચકા લખનાર “વર્તમાન'; કવિતા લખનાર “જાત્રાળુ, “ભૂલારામ” અને “શેષ'; વાર્તા લખનાર “દ્વિરેફ' –એવાં જે અનેક રૂપ ધારણ કર્યા તે વસ્તુતઃ તે “વેર
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy