SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦ ] રામનારાયણ પાઠક [૪ર૯ વિહારી'નાં રૂપે છે. રસિકલાલ પરીખ તે જે નામથી “પ્રમાણશાસ્ત્રપ્રવેશિકા' લખાઈ તે “રામનારાયણ પાઠક' નામને જ તખલ્લુસ તરીકે ઉલ્લેખે છે! રામનારાયણે એમનું “વૈરવિહારી' તખલ્લુસ ઓધિભૌતિક કે આધ્યાત્મિક સત્યને ધ્યાનમાં લઈને રાખ્યાનું જણાવ્યું છે તે પણ અત્રે સ્મરણીય છે.-૩ સ્વૈરવિહારી' “વૈરવિહાર'માં નિરંકુશ વિહારને પિતાના સ્વાધિકાર તરીકે રજૂ કરે છે. તે “વૈરવિહારીને વિષયના ચંદરવા-રૂપેય ઓળખાવે છે. “સ્વરવિહારને એક દષ્ટિએ કશો વિષય નથી તો બીજી દષ્ટિએ બધા વિષયો તેના છે.૮૪ સ્વૈરવિહાર જ “કંઈ પણ સમજાવવાને માટે સૌથી ઉત્તમ સાધન ૮૫.રૂપ છે. રામનારાયણ સ્વૈરવિહારની કામરૂપતા તેમ કલારૂપતાયે ભારપૂર્વક બતાવે છે. આ સ્વૈરવિહાર “વસ્તુપ્રધાન” નહિ, પરંતુ “વિહારપ્રધાન” હાય એ સ્વાભાવિક છે.૮૬ આ સ્વૈરવિહાર જ સત્યદર્શન કરાવનાર એમને જણાવે છે.૮૭ લેખકે આ “વૈરવિહાર” “પ્રસ્થાન' નિમિત્તે કર્યો હતો. આ વૈરવિહારમાં જુદાં જુદાં શાસ્ત્રો; મૂડીવાદ ને સામ્યવાદ જેવા વાદ; સાહિત્ય પરિષદ જેવી સંસ્થાઓ; યુવાને અને પેન્શનરે, અંગ્રેજો અને બ્રાહ્મણ, બાવાઓ અને ભિખારી, નટીઓ અને વિદૂષક વગેરે લક-વર્ગો: ગાંધીજી ને સરદાર, ટાગોર ને અરવિંદ ઘોષ જેવી વ્યક્તિઓ; હોળી ને શરદુત્સવ જેવા ઉત્સ; શહેર ને ગામડા, જલે ને નગર-સભાગૃહ જેવાં સ્થળ-કેન્દ્રોઃ માંદગી ને ઘડપણ, પ્રેમ, અને મૃત્યુ, અસ્વચ્છતા અને અસ્પૃશ્યતા આદિ અવસ્થિતિઓ–પરિસ્થિતિઓ સ્ત્રી-પુરુષસંબંધના પ્રશ્નો; સાહિત્યનાં સ્વરૂપ, શૌલીઓ, ભાષા, જોડણી, લિપિ આદિવિષયક મુદ્દાઓ – આ સર્વ વિશે અવનવી ચર્ચાઓ ઉઠાવાઈ છે. કાગડા ને કતરા. ખોરાકની ટેવ ને વાસણોના ઘાટ જેવી બાબતેની વિચારણાયે આ સૃષ્ટિમાં સમાવેશ પામે છે. આ સર્વના નિરૂપણમાંથી રામનારાયણનાં નર જીવનરસ તથા માનવતાનાં મૂલ્યમાંની એમની અવિચલ શ્રદ્ધા, એમનું જાણપણ અને શાણપણુ તથા એમની વાગ્વિચારરસિકતા ઉદ્ય રીતે પ્રગટ થાય છે. રામનારાયણનું ઉપજાઉ ભેજ” જાતભાતના તરંગ-તુકકા ચલાવે છે. એમની વિલક્ષણ તર્કશક્તિ હાય માટેને સબળ વિભાવ બની રહે છે. તેઓ અવારનવાર અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો આદિથી; ઉપમા-દષ્ટાંત જેવા અલંકારોથી, વિશિષ્ટ વાક્યપ્રયોગો અને શબ્દપ્રયોગથી હાસ્ય-વ્યંગ નિષ્પન્ન કરવાની કળા-વાપટુતા . બતાવે છે. તેઓ યથાપ્રસંગ બોલચાલની લઢણે, તળપદા તેમ જ શિષ્ટ-શાસ્ત્રીય શબ્દપ્રયોગ વગેરેનેય વિનિયોગ કરી જાણે છે. તેઓ ઉબેધનાત્મક, ચિંતનાત્મક, સંવાદાત્મક, કથનાત્મક એમ ગદ્યનાં અનેકવિધ શૈલીરૂપિયે અજમાવી જાણે છે. તેઓ માનવીય.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy