SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૧૦ ] રામનારાયણ પાટેક [ ૪૨૭ ધૂમકેતુ'ની રંગદશી ઊર્મિપ્રધાન વાર્તાશૈલીના પડછે ‘દ્વિરેફ’ની વાસ્તવનિષ્ઠ, તત્ત્વપૂત, ગહન-સંકુલ છતાં પ્રાસાદિક એવી વાર્તાઓ — વાતશૈલીની વાર્તાએ સહેજેય ધ્યાનાકર્ષીક બની રહે છે. હીરાબહેન આ બંનેય વાર્તાકારાએ પરસ્પરપૂરકઃ રૂપે ટૂંકી વાર્તાનું ઘડતર કર્યુ. છે એમ યેાગ્ય રીતે જ દર્શાવે છે.૮૧ ઉમાશંકર દ્વિરેફની વાર્તાઓને ધૂમકેતુશાઈ વાર્તાશૈલીની જે મર્યાદા હતી તેને પ્રતિકાર કરનાર પરિબળરૂપે વર્ણવે છે. ગુજરાતી વાર્તાસાહિત્યની સમૃદ્ધિ ખઢાવવામાં ‘દ્વિરેફ'ની ‘જક્ષણી', ‘મુકુંદરાય', 'પ્રેમી', ‘છેલ્લા ક્રાંડકથ ભેાજ', ‘સૂરદાસ’, ‘રેંકડીમાં', ‘ઉત્તરમા’નેા લાપ’, ‘બુદ્ધિવિજય' અને ‘કેશવરામ' જેવી વાર્તાઓને કાળા મહત્ત્વના છે. ૩. ‘દ્વિરેફ'નું નાટયસર્જન વાર્તાકાર ‘દ્વિફ્ટના વેશમાં જ નાટયકાર દ્વિરેફ' દ્વિરેફની વાતા—ભા. ર’માં પ્રત્યક્ષ થાય છે. તેમણે ‘કુલાંગાર' અને ‘દેવી કે રાક્ષસી'ને ‘દશ્યશૈલીની વાર્તા' કહી ત્યારે એમાં ‘વાત'ના અવિસ્તાર થયેા જ સમજાય. ‘દ્વિરેફે' વિદ્યાપીઠની અધ્યાપકીય કારકિર્દી દરમ્યાન વિદ્યાથી એની માગથી કેટલાંક મૌલિક નાટકા તેમ જ નાટયાનુવાદ આપ્યા. તેમણે દેવાનેા કુલાંગાર' અથવા ‘કુલાંગાર', ‘દેવી કે રાક્ષસી' અને ‘ભુલકણેા પ્રેફેસર' એ ત્રણ મૌલિક નાટયકૃતિ ઉપરાંત ભાસનાં ‘ઊરુભ’ગ', ‘કર્યુંભાર' તથા ‘બાલચરિત' (પ્રથમ તથા પંચમ અંક) એ ત્રણ નાટકાના તથા ‘ભગવદજજુકીયમ્'ને અને શેકસપિયરના રેામિયા ઍન્ડ જુલિયેટ' નાટકના બીજા અંકના ખીજા પ્રવેશને બાગમાં મિલન' નામે, તથા એ જ નાટયકારના ‘મર્ચન્ટ ઑફ વેનિસ'ના ચેાથા અંકના પહેલા દૃશ્યને શેર માંસના મુકમે।' નામે અનુવાદ આપ્યા. વળી ‘રઘુવંશ'માંની એક ઘટના પરથી ‘દિલીપ અને સિંહુ’ નામની એક સ’વાદકૃતિયે આપી. આ દસેય કૃતિએ ‘કુલાંગાર અને ખીજી કૃતિઓ'માં પ્રસિદ્ધ થઈ છે. રામનારાયણ ચીલાચાલુ નાટક ભજવતી રંગભૂમિ પર કાઈ નવા સંચાર થાય, રંગભૂમિને શૈક્ષણિક દૃષ્ટિએ વિનિયાગ થાય એ માટે તીવ્ર આકાંક્ષા ધરાવતા હતા. તેમને તેથી રગભૂમિ માટે શિષ્ટ-પ્રશિષ્ટ નાટક સુલભ કરી આપવાં એ કતવ્ય લાગ્યું છે. રામનારાયણે ‘કુલાંગાર’માં અસ્પૃશ્યતાના પ્રશ્ન નિમિત્તે નાતનું. સંકુચિત માનસ રજૂ કરવાના ઉપક્રમ રચ્યા છે. તેમાં પાંચ દશ્યામાં અનંતરાય– લલિતાના ભાઈ બહેન તરીકેના સ્નેહનું, નાતીલાઓની ખટપટી મનેવૃત્તિનું, જ્ઞાતિપંચની દાંભિક કામગીરીનું અને છેવટે અન ંતરાયની ગામમાંથી વિદાયનું નિરૂપણ કર્યું છે. એક હરિજન છેાકરાઓને કરાના તાફાનથી બચાવવાનું
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy