SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ દંભનું તત્વ “મુકુંદરાય” ને “બુદ્ધિવિજય'માં જોઈ શકાય છે. તેમણે ભંગીથી બ્રાહ્મણ સુધીનાં, ક્રિશ્ચિયન, પારસી આદિ વિવિધ કામોનાં અને વિવિધ ધર્મો પાળતાં પાત્રોને યાદ રહી જાય એવો મેળો અહીં ર છે. ખેમી, મુકુંદરાય, બુદ્ધિવિજય, જક્ષણી, કંકુ, કોદર – આવાં તે અનેક પાત્રો છે, જે ગુજરાતી વાર્તાવિશ્વમાં હવે પૂરતાં જાણીતાં છે. લેખકે આ વાર્તાઓમાં સ્થળ-કાળનું અને વાતાવરણનુંયે ઘણું વૈવિધ્ય બતાવ્યું છે. ગામડાં ને શહેરે તે ખરાં જ, પણ કોઈક વાર્તા માટે ટ્રેન ને બસ, તો કઈ માટે કેટ ને જેલ પણ કામ આવ્યાં છે ! એમની આ વાર્તાસૃષ્ટિમાં “અરેબિયન નાઈસની હવાયે મળે છે તે સાથે અર્વાચીન કાળની સત્યાગ્રહની હવા પણ. વળી આ વાર્તાવિશ્વમાં શ્વાનસૃષ્ટિનેય ગૌરવભર્યું સ્થાન મળ્યું છે ! આમ “દિરેફની વાર્તાઓમાં વસ્તુ, પાત્ર, સ્વરૂપ, શૈલી વગેરેને અનુલક્ષતા અનેક કૌતુક આકર્ષણ છે. લેકકથા, ડિટેકિટવકથા, પુરાણકથા, પશુકથા આદિથી માંડીને પરાવાસ્તવવાદી લાગે એવી સ્વપ્નકથા સુધીના વિવિધ સ્તરો અહીં છે. આ સર્વેમાં વાર્તાકારની જીવનના રહસ્યને વળગીને ચાલવાની, વાસ્તવિક રીતે— પ્રતીતિકર રીતે જે તે રહસ્યને રજૂ કરી, જીવનના કેઈ તાત્વિક રૂપને બેધ કરાવવાની સર્જનવૃત્તિનું બળ બરોબર વરતાય છે. તેમની ફિલસૂફની નજર કરુણ, હાસ્ય, શંગારથી માંડી અભુત, રૌદ્રાદિ અનેક રસોના આ વિશ્વ દ્વારા સમતાપ્રધાન, તત્વનિષ્ઠ શાંત રસના નિગૂઢ વર્ચસ તરફ આપણને પ્રેર્યા વિના રહેતી નથી. દ્વિરેફની વાતોને પ્રથમ ભાગ આપતાં વાર્તાકારનું જીવન પ્રત્યેનું જે દૃષ્ટિબિંદુ હતું તે બીજે ત્રીજો ભાગ આપતી વેળાએ બદલાયું હતું. પ્રથમ વાર્તાશ્રેણીમાં તેઓ કંઈક મુગ્ધ, કંઈક રેમેન્ટિક અભિનિવેશવાળા વાર્તાકાર હતા, બીજીત્રીજી વાર્તા શ્રેણીઓ આપતી વેળાએ તેઓ એવા મુગ્ધ રહ્યા નથી. તેઓ જીવનનાં અસુભગ તને જોવા અને જોગવવામાં વધુ ઠરેલ, શાંત, સહિષ્ણુ અને સમભાવશીલ થયેલા જણાય છે. તેઓ નિયતિપરાયણ થઈ બિનંગતતાની ભૂમિકાએ વાર્તાની ઘટનાઓને ઘટતી બતાવે છે. એ રીતની ઘટનાઓના તટસ્થ સાક્ષી થતાં વેદનાની–કટુતાની અનુભૂતિમાંથી અનિવાર્યપણે પસાર થવું પડે છે અને તે તેઓ સ્વીકારી લે છે. એ રીતે “દ્વિરેફ'ની પહેલા ભાગ પછીની વાર્તાઓમાં જીવનને કંઈક રુક્ષ, રજોટાયેલો ને કઠોર ચહેરે જોવા મળે છે એમ કહી શકાય. એ નિષ્ફર દર્શનમાંથી જે વાર્તાકાર “દ્વિરેફ' ઊગરી શક્યા નથી તો એમને ભાવક તે ક્યાંથી ઊગરે ?
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy