SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ x. & ] અન્ય ગદ્યલેખકો-૨ [૩૮૯ શાસ્ત્રપ્રવેશિકા' (૧૯૫૨), ‘મઝધાર' (૧૯૫૨), ‘અંબરચરખેા' (૧૯૫૭), દેઢ સદીના આર્થિક ઇતિહાસ’ (૧૯૬૩), ‘અથ’શાસ્ત્રની પરિભાષા' (બીજી આવૃત્તિ ૧૯૭૧), ‘અધી સદીનું અંકદર્શન' (૧૯૭૧) વગેરે પુસ્તકામાં એમની અભ્યાસની ચીવટ અને હાથમાં લીધેલા વિષયની પકડ સ્પષ્ટ વરતાઈ આવે છે. સમાજશાસ્ત્રોમાં ગુજરાતી ગદ્યના માધ્યમ તરીકે કેવી રીતે ઉપયેાગ થઈ શકે તેને નમૂને વિઠ્ઠલદાસનું ગદ્ય પૂરા પાડે છે. વિચારોને અસદિગ્ધ રીતે કેમ મુકાય તે તેમનું ગદ્ય શીખવી શકે તેમ છે. કશા પણ રાજકારણ વગર શિક્ષણુ પર જ સતત લક્ષ રાખીને ગાંધીવિચારને ધ્રુવતારક સમાન ગણીને વિઠ્ઠલદાસ જીવનના છેલ્લા શ્વાસ સુધી કામ કરતા રહ્યા છે. એમની નજરમાં દેશના આર્થિક પ્રવાહેાની સાથે ગામડાંના તાલ કેમ મળે તે સતત રહ્યાં કર્યું છે. તેઓ આજીવન અધ્યાપક હતા, અને અઘ્યાપક તરીકે ગદ્યના માધ્યમને એમણે નાણ્યા કર્યું છે. (મા.) શિવાભાઈ ગોકળભાઈ પટેલ (૧૯૦૪) : ચિખાદરા (જિ. ખેડા)ના વતની લોકસેવક શિવાભાઈ પટેલનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે શિક્ષણ રહ્યું છે. ગાંધીજીના સત્યાગ્રહ આશ્રમના અ ંતેવાસી, ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક, ગાંધીજીની દાંડીકૂચના સહયાત્રી, બુનિયાદી શિક્ષણુના પુરસ્કર્તા શિવાભાઈએ પેાતાના અનુભવેાને કેટલાંક ઉપયોગી પુસ્તકા દ્વારા પ્રજા સમક્ષ મૂકયા છે. ‘જીવન દ્વારા શિક્ષણ' (૧૯૫૦), ‘કાંતવિદ્યા' (૧૯૫૧), ‘જીવનધડતર’ (૧૯૫૨), ‘સમૂહજીવન અને છાત્રાલય' (૧૯૫૫), ‘ગામડાંની સ્વચ્છતા’ (૧૯૫૭), ‘પાયાની કેળવણીને પ્રયાગ’ (૧૯૫૮), ‘વણાટપ્રવેશ' (૧૯૫૯), ‘બાપુની આશ્રમી કેળવણી' (૧૯૬૯), ‘શિક્ષણના મારા અનુભવેશ' (૧૯૭૨) જેવાં એમનાં પુસ્તકા ગુજરાતમાં પાયાની કેળવણીનેા જે સફળ પ્રયાગ થયા છે તેની શાખ પૂરે તેવાં છે. એમનું સાદું' લક્ષપરક ગદ્ય એ એમની વિશેષતા છે. (મા.) મૂળશંકર મેહનલાલ ભટ્ટ (૧૯૦૭): તેમના જન્મ ભાવનગરમાં થયા હતા. એમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં થયું. એમણે વિદ્યાપીઠની લલિતકલાવિશારદની પદવી પ્રથમ વર્ષોંમાં લીધી હતી. મૂળશંકરભાઈ આજીવન શિક્ષક રહ્યા છે. એમના અનુભવાને આધારે એમણે શિક્ષણવિષયક લેખે! લખ્યા છે. એમણે અનુવાદ સપાદન આદિ પણ હેતુલક્ષી કરેલાં છે. ગુજરાતમાં આદર્શ ગૃહપતિ કાણુ એ પ્રશ્નના ઉત્તરમાં માત્ર એમનુ જ એક નામ ઉચ્ચારી શકાય તેમ છે. ગૃહપતિનું કામ એ સારા શિક્ષકનું જ કામ છે. વ્યાપક સહાનુભૂતિનું જેના હૃદયમાં અક્ષય ઝરણું હાય તે જ ગૃહપતિ તરીકેનુ` કા` સારી રીતે કરી શકે છે. કારાના જીવનઘડતરનું મહત્ત્વનું કામ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy