SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ એમણે કર્યું છે અને એ નિમિત્તે એમણે કેટલુંક સાહિત્ય સર્યું છે. “સાગર સમ્રાટ' (૧૯૩૩), “સાહસિકોની સૃષ્ટિ' (૧૯૩૪), પાતાળપ્રવેશ' (૧૯૩૫), “એંસી દિવસમાં પૃથ્વીપ્રદક્ષિણ” (૧૯૪૦), “ચંદ્રલોકમાં' (૧૯૪૧), “ગગનરાજ' (૧૯૪૮) જેવા અનુવાદે એમણે આપ્યા છે. તે ઉપરાંત “ખજાનાની શોધમાં' (૧૯૩૬), ધરતીને મથાળે” (૧૯૩૯), લા મિઝરેબલ' (૧૯૪૬), “અંધારના સીમાડા' (૧૯૪૬) વગેરે અનુવાદ-રૂપાંતર પણ એમના શિક્ષણશોખની જ નીપજ જેવાં છે. “મહાન મુસાફરી (૧૯૩૭), “નાનસેન' (૧૯૪૭) જેવાં ચરિત્રનાં પુસ્તકો પણ એમણે લખ્યાં છે. પ્રૌઢવાચન માટે ‘વાચનપટ' (૧૯૫૦), “વાંચતાં આવડી થયું' (૧૯૫૭), “દલપતરામની વાતો' (૧૯૫૭), “વાંચવા જેવી વાર્તા' (૧૯૫૭), “બાળકને વાર્તા કેમ કહેશે ?' (૧૯૫૮) વગેરે પુસ્તક-પુસ્તિકાઓ એમનામાં વસતા શિક્ષકની પ્રતીતિ કરાવે છે. સ્વામી આનંદનાં પુસ્તકોનું એમણે સંપાદન પણ કર્યું છે. (મ.) બબલભાઈ મહેતા (૧૯૧૦) : ગુજરાતના પ્રથમ પંક્તિના લેકસેવકોમાં બબલભાઈની ગણના થાય છે. એમને જન્મ સૌરાષ્ટ્રમાં અને એમનું પ્રાથમિક . તેમ જ માધ્યમિક શિક્ષણ હળવદ, કરાંચી અને મુંબઈમાં થયું છે. ઉચ્ચ શિક્ષણ એમણે કરાંચીમાં લેવું શરૂ તો કર્યું પણ ગાંધીજીએ સરકારી કેળવણીને બહિષ્કાર કરવાનું એલાન આપ્યું ત્યારે એમણે પણ એ કેળવણી છેાડી ને ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણુ લીધી. સેવાની દીક્ષા પણ એમને અહીં જ મળી છે. તે પછી એમનું સેવાનું કેન્દ્ર ગામડું રહ્યું છે. બબલભાઈ પ્રખર લેકશિક્ષક પણ છે. વિદ્યાથીઓની, શિક્ષકેની, યુવાનની કાર્યકરોની વિવિધ પ્રકારની તાલીમ સારુ એમણે ઘણુ શિબિરનું સંચાલન વૈયક્તિક રીતે પણ કર્યું છે. એમના લેખનનું મધ્યબિંદુ જીવન રહ્યું છે. વૈયક્તિક તેમ જ સામૂહિક જીવનમાં આપણે ત્યાં જે અક્ષમ્ય બેકાળજી સહજ ભાવે જ સેવાય છે તે પ્રત્યે બબલભાઈએ એક સારા શિક્ષકની હેસિયતથી ધ્યાન દોર્યું છે, અને ખરું શું કરવું જોઈએ એનાં વિધેયાત્મક સૂચનો અને ઉકેલ પણ આપ્યા છે. ભાષા એ પ્રચારનું ને શિક્ષણનું કેવું સરસ માધ્યમ બની શકે તે એમનાં પુસ્તકે જોતાં જ સમજાઈ જાય છે. રશિયાનું ઘડતર' (૧૯૩૩), ‘મારું ગામડું' (૧૯૭૮), “ભીંતપત્રો દ્વારા લેકશિક્ષણ' (૧૯૪૪), “મહારાજ થયા પહેલાં' (૧૯૪૭), “રવિશંકર મહારાજ (૧૯૪૭), યજ્ઞસંદેશ' (૧૯૫૫), “ભૂદાન અને સર્વોદય' (૧૯૫૬), “જીવનસૌરભ” (૧૯૬૦), “માનવતાના સંસ્કારો' (૧૯૬૦), “સફાઈમાં ખુદાઈ' (૧૯૬૧), શ્રમને પ્રસાદ' (૧૯૬૨), “સર્વોદયની વાતો' ૧થી ૫ (૧૯૫૮) જેવાં એમનાં પુસ્તકે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy