SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮] . ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ચં. ૪ હિન્દી-ગુજરાતી કેશ' (૧૯૩૮ અને ત્યાર બાદ કેટલીક આવૃત્તિઓ) ઉપરાંત મગનભાઈએ જૂનાં કાવ્યોનાં નીચે મુજબ સંપાદન કર્યા છે, જે મુખ્યત્વે છાપગી છે: “કુંવરબાઈનું મામેરું' (૧૯૪૦), “સુદામાજીના કેદારા' (૧૯૪૨), કુંવરબાઈનું મામેરું –કવિ પ્રેમાનંદ અને નરસિંહકૃત (૧૯૪૦), “સુદામાચરિત (૧૯૪૨), “સુદામાચરિત’ – પ્રેમાનંદ અને નરસિંહકૃત (૧૯૫૧), “નળાખ્યાન– પ્રેમાનંદકૃત (૧૯૫૧). મગનભાઈની ધર્મવિચારણા ગીતા અને ઉપનિષદોની આસપાસ ગૂંથાયેલી છે. ગીતાનું પ્રસ્થાન' (૧૯૬૩) અને “ગીતાને પ્રબંધ' (૧૯૬૫) એ તેમની ગીતા વિષયક કૃતિઓ છે. “માંડૂક્ય ઉપનિષદ' (૧૯૪૭), અને કેનેપનિષદ” (૧૯૫૬)માં તે તે ઉપનિષદનું વિવરણ અને વિચારણા છે. “સુખમની' (૧૯૩૬) અને “જપજી' (૧૯૩૮)માં બે શીખ ધર્મગ્રન્થનું અધ્યયન છે. આ સર્વેમાં તે તે મૂલ ગ્રન્થોના અનુવાદ પણ છે. મગનભાઈએ અનુવાદ માટે અંગ્રેજી ગ્રંથ પણ વિશિષ્ટ દૃષ્ટિએ પસંદ કરેલા છે. ઉદાહરણ તરીકે, આચાર્ય કૃપલાનીના લેખે (૧૯૩૭)ના અનુવાદમાં ગાંધીવાદી કેળવણીની મૌલિક વિચારણા છે; “અપંગની પ્રતિભા' (૧૯૭૮) હેલન કેલરની આત્મકથાને અનુવાદ છે તથા ‘જેકિલ અને હાઈડ' (૧૯૩૮) એ સત અને અસત્ વચ્ચે માનવહૃદયમાં ચાલતા સનાતન ધંધનું રોમાંચક રહસ્યકથા રૂપે આલેખન કરતી સ્ટીવન્સનની અંગ્રેજી કૃતિનું ભાષાન્તર છે. “સાધુચરિત ત્રિવેદીસાહેબ' (૧૯૫૩)ના સહસંપાદનમાં છે. જે.પી. ત્રિવેદીનું આરંભે પાંડુરંગ દેશપાંડેરચિત જીવનચરિત અપાયું છે. આ ઉપરાંત શિક્ષણ અને સાહિત્યના તંત્રી તરીકે કરેલાં પુસ્તકનાં અવલોકનોને સંચય “વિવેકાંજલિ' (૧૯૬૦), પ્રસ્તાવના-સંચય “પ્રવેશિકા', તેમ જ વ્યક્તિઓના અવસાનપ્રસંગે લખેલી “નિવાપાંજલિ' એ પુસ્તકે પણ પ્રગટ થયેલાં છે. (સાં.) વિઠ્ઠલદાસ મગનલાલ કેડારી (૧૯૦૧-૧૯૭૨): તેઓ કલોલ (જિ. મહેસાણા)ના વતની હતા. ગાંધીવિચારના પ્રભાવ હેઠળ એમણે એમનું સમગ્ર જીવન ગાળ્યું હતું. ગૂજરાત વિદ્યાપીઠમાંથી જ એમણે અર્થશાસ્ત્રની સ્નાતક પદવી મેળવી હતી, અને તે પછી તેમણે જીવનના અંત સુધી વિદ્યાપીઠમાં રહીને શિક્ષણનું કામ કર્યા કર્યું છે. અધ્યાપનની સ્વાભાવિક નીપજ જેવાં એમનાં કેટલાંક પુસ્તકે એમની અનુવાદશક્તિ, સંપાદનશક્તિ, સંક્ષેપશક્તિની શાખ પૂરે છે. ગામષ્ઠિ ' (૧૯૪૧), “હિંદ સરકારની શિક્ષણયોજના' (૧૯૪૫), “મલેરિયા' (૧૯૪૬), “કેળવણી વડે ક્રાન્તિ'-૧ (૧૯૫૦), -૨, “પ્રૌઢશિક્ષણ' (૧૯૫૦), “અર્થ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy