SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ 2', ૪ છાકની નીપજ ગણાય. ઉપર ગણાવેલાં તેમના ચાલુ સદીના પહેલા દાયકાનાં કાવ્યપ્રકાશના કવિની પ્રતિભા અને તેના કવિવ્યક્તિત્વની આવી મુદ્રાથી અંકિત હાઈ એમની કવિતાનાં આકર્ષણ, સામર્થ્ય અને કચાશેાના જે પ્રથમ પરિચય કરાવી રહે છે, તેમાં પછીના એમના વિપુલ સાહિત્યસર્જનથી તાત્ત્વિક વધઘટ થતી નથી, એ પરિચયને દઢતર કરનારી વિશેષ સામગ્રી સાંપડે છે એટલું જ. આવા કવિનાં નાનાંમેાટાં મળીને કવિતાનાં પ્રકાશનાની સ ંખ્યા પિસ્તાળીસ જેટલી થવા જાય છે. અલબત્ત, એમાં ન્હાના ન્હાના રાસ'ના ત્રણ અને ‘ગીતમ’જરી’ના બે ભાગમાં તથા ‘ચિત્રદર્શના’‘દાંપત્યસ્તાશ્ત્રા' અને પ્રેમભક્તિ ભજનાવલિ'માં એમના અન્ય કાવ્યસ ંગ્રહેા તથા નાટકામાં છપાયેલાં કેટલાંક કાવ્યો પુનર્મુદ્રિત થયાં છે. તેમ છતાં એમનું કાવ્યસર્જન નિઃશંક વિપુલ કહેવાય એટલુ છે. એમાં પ્રકારદૃષ્ટિએ ઘણું વૈવિધ્ય પણ છે. એમાં બાળકાવ્યા છે, હાલરડાં છે, લગ્નગીતા છે, કવિ જેને ‘રાસ' કહે છે તેવાં ગીતા છે, ભજનેા છે, ચિત્રકાવ્યા છે, ખંડકાવ્યા કે કથાકાવ્યા છે, મહાકાવ્ય છે, કવિના શબ્દમાં ‘વિરાટકાવ્ય’ પણ છે, અને અંગ્રેજી કાવ્યાનાં તથા ‘મેઘદૂત' અને ‘ભગવદ્ગીતા' જેવી સંસ્કૃત કૃતિનાં ભાષાંતરા પણ છે. ગેાપકાવ્ય, કરુણપ્રશસ્તિ, અર્ધ્ય કે અંજલિ કાવ્યા, ગઝલ-કવ્વાલીએ પણ એમાં જોવા મળે છે. શકય તેટલા કાવ્યપ્રકાશ અજમા વવાની મહત્ત્વાકાંક્ષા કવિએ સેવી છે ને તે પાર પણ પાડી છે : બાળકા માટે, કન્યાઓ માટે, ગરબા ગાતી ગુજરાતણેા માટે, સાહિત્યમનું રસિકા માટે, દેશભક્તિના ભાવ અનુભવતા યુવાને માટે અને ઈશ્વરાભિમુખ પ્રૌઢા માટે તેમને ભાવતી કવિતા રચવાનેા અને એ રીતે પિતા દલપતરામને પેાતાની રીતે અનુસરવાને કેમ જાણે પુણ્ય સંકલ્પ એમણે કર્યો હાય. ૮ કેટલાંક કાવ્યા’ના પહેલા ભાગ (૧૯૦૩)માં ગોવર્ધનરામની, નરસિંહરાવની, ‘કલાપી'ની અને એક જ કાવ્યમાં વૃત્તવૈવિધ્ય લાવવાની બાબતમાં ‘કાન્ત'ની એમ અસર કવિ બતાવે છે, અને પાંચ કાવ્ય અંગ્રેજી કાવ્યેાનાં ભાષાંતર છે, તેમ છતાં કવિની નિજી કાવ્યસંપત એમાં એછી દેખાતી નથી, જે આગળ બતાવી તેવી એમાં જોવાતી તેમની વિશિષ્ટતાની ઝલકથી સિદ્ધ થાય છે. એમાંનાં પિતાની મૃત્યુ સંવત્સરી (‘સ્મરણ'), પોતાની લગ્નતિથિ અને જન્મતિથિ, ભાઈનું લગ્ન, ભાઈની બીમારી અને મૃત્યુ (‘શ્રાવણી અમાસ' અને ‘બ્રહ્મદીક્ષા')એ જન્માવેલાં કાવ્યા તથા પત્નીને સંગ્રહના કરાયેલા અર્પણનું તથા તેને સંખેાધીને લખાયેલાં અને લગ્નસ્નેહનાં વિવિધ ભાવસ વેદને ગાતાં કાવ્યા એમાં આત્મલક્ષી કવિતાનું પ્રમાણ સારું હેાવાનુ જણાવે છે. ‘જન્મલસ-મૃત્યુના આધાત
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy