SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨ હાનાલાલ [ ૨૭ એની પાછળ કામ કરી રહી હતી ન્હાનાલાલની મસ્ત કે રંગરાગી (“રોમૅન્ટિક) કવિપ્રકૃતિ. એવી પ્રવૃતિ કવિને પિતાના ખ્યાલમાં મસ્ત રાખી એની કવિતાને દર એની પ્રેરણાના હાથમાં જ રખાવે. આત્માભિવ્યક્તિ પરંપરામાં થઈ શક્તી હોય ત્યાં સુધી એને ખપમાં લેવાને આવી પ્રકૃતિના કવિને વાંધો. નહિ, પણ એ નવી કેડીએ માગતી હોય તો પ્રણાલિકાને ચાતરીને નવા પ્રયોગો કરવાનાં જોખમ ને સાહસના માર્ગને, પોતાના વ્યક્તિ સ્વાતંત્ર્યને, એ વિશેષ વફાદાર વતે. જૂની ગેય કવિતાને વારસો પૂરે ઝીલી, અક્ષરમેળ વૃત્તોમાં સારું એવું પ્રભુત્વ દાખવી, છંદના નિયમોની આણમાં રહીને વધઘટ મિશ્રણ વગેરેથી. તેમને આમતેમ વાળવાના અને તેનાં રૂપાન્તર સાધવાના અખતરા કરતા રહી, તેથીય વધુ મોકળાશ અથે તેને નિયંત્રણમાંથી નીકળી જઈ પિતાને મતે કાવ્યના. જનકરૂપ ભાવના ડોલનને લયગર્ભ રસાત્મક વાણીમાં ઉતારવા ડોલનશૈલીને પ્રયોગ ન્હાનાલાલે કર્યો, તેમાં એમની આવી રંગરાગી, આત્મછંદી કે કૌતુકપ્રિય પ્રકૃતિના પ્રભાવનું જ દર્શન થાય. “ઈન્દુકુમાર–૧ માં મૂકેલા ધૂમકેતુના ગીતમાંની. દીધું વિધિએ તે પીધું, લીધું રૂ૫ અબધૂત ઘોર, તોડી જગતના તોર; ભયભૂલણી જગજીભ છે ભાખે હવે ભૂંડું હું એકલો ઊડું. એ કરીને તેનો કવિ પિતાને માટે જ આ લત હોય એમ ઘટાવી શકાય તેમ છે. દીધું વિધિએ એટલે પરંપરાપ્રાપ્ત કાવ્યવારસો, છંદબદ્ધ કવિતાને. એ તો પોતે. પીધે એટલે સત્કારી પચાવી લીધો છે. પણ એમ કર્યા પછી કવિતાજગતના તોર. એટલે અક્કડ નિયમબંધન તોડી અવગણ અછાંદસ અપદ્યાગદ્યના નિર્માતા તરીકેનું નિયમબાહ્ય તેથી ઘર અને અબધૂત એટલે મસ્ત એવું કવિસ્વરૂપ પોતે પ્રગટાવ્યું છે. કવિતા પદ્યમાં જ હોય, આ કવિતા નથી, એમ કહી છળી ઊઠી કડવી ટીકા કરનારી જગજીભ, એટલે પરંપરાપૂજક સાહિત્યજગત, ભલે ગમે તેમ બેલે, હું તે મારી મસ્તીમાં એકલવિહારી એકલો ઊડું છું, મેં પકડેલા માગે, બધા. ગ્રહો નક્ષત્રોથી અલગ ગગનપથે ઘૂમતા ધૂમકેતુની માફક એમ જાણે ન્હાનાલાલ પણ મોજમાં લલકારતા ત્યાં કપાય. છંદમાં ગુરુને સ્થાને બે લઘુથી કામ. ચલાવવાની ને હસ્વદીર્ધની છૂટ, વાગ્મિતા અને શબ્દછાકને અતિરેક, વ્યાકરણ અર્થ ને ઔચિત્યની બેપરવાઈ, વસ્તુસ્પશી મૂર્તતાને સ્થાને ભાવનાવિહાર તથા મોહક કલ્પનાલીલાની સરજતરૂપ મુલાયમ હવાઈ તત્ત્વ, વનિની અસ્પષ્ટતા વગેરે જેવા ક્યારેક ડોકાઈ જતા દેષો પણ તેમના આવા મસ્તવેગી કવિતાપૂર કે કાવ્ય
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy