SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨ ] ન્હાનાલાલ [ ૨૯ પ્રત્યાઘાત'ના ‘સ્વાનુભવ' ગાનાર કવિ તેમની સમગ્ર કવિતાના ગાનવિષય તેમની સમકાલીન ગુજરાતી કવિતાના તેમ જગતની કવિતાના સનાતન વનવિષય. પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ છે, એ આ પહેલા જ સંગ્રહથી બતાવી આપે છે. પ્રણયને ગાવાનું પહેલા સંગ્રહનાં કાવ્યામાં સખી-પત્નીને સંખેાધી-ઉદ્દેશીને કર્યું છે, તા પછીના કાવ્યસર્જનમાં અન્ય માનવવ્યક્તિઓના હૃદયમાં પ્રવેશ કરી તેમનાં ભાવેમિએને શબ્દબદ્ધ કરીને કર્યું છે. કેટલાંક કાવ્યા’–ર (૧૯૦૮)ની પ્રસ્તાવનામાં પાતે આત્મલક્ષિતામાંથી નીકળી પરલક્ષિતા ભણી પેાતાની કવિતાને વાળવાની તૈયારીના ઇશારા આમ કહીને આપ્યા છે : ...જેમ જેમ સર્વાનુભવી ન હેાય એવાં સ્વાનુભવનાં ગીતને બદલે લેાકસંસ્થાના પ્રશ્નોને, પ્રજાના આશઅભિલાષના, ગુજરાત હિંદ અને દુનિયામાં અંકુરતી નવચેતનાને કવિતામાં વધારે પ્રભાવ પડવા લાગશે, જેમ જેમ જગતનાં સર્વોત્તમ કાવ્યેાની હારમાં ઊભવું છે એ લક્ષ્યમાં લાવી પયગમ્બરાની પેઠે આપણા કવિએ સ્વર્ગના સંદેશ જેવાં ઉત્સાહી પ્રેરણાભર્યાં પરમ શ્રેય દાખવતાં કલ્યાણુ. સ્તાત્રા ગાવા માંડશે, તેમ તેમ, મ્હારી શ્રદ્ધા છે કે લેાકસમૂહ નવી કવિતાને વધારે ને વધારે આદર આપશે.' આ પંક્તિ એમની એકમની આત્મલક્ષિતામાં પુરાઈ ન રહેતાં પ્રજાલક્ષી બનવા તાકતી વધુ વિશાળ કાવ્યભાવનાનેા તથા કવિધર્મના એમના મહત્ત્વાકાંક્ષી ખ્યાલ રજૂ કરવા સાથે કેટલાંક કાવ્યા'ના પહેલા ભાગ પછીના એમની કવિતાના પ્રસ્થાનને સમજાવી દે છે. ખીજા ભાગમાં આત્મલક્ષી કાવ્યા નથી એમ નિહ પણ તેની સંખ્યા ઘટી ગઈ છે, ભાષાંતર ને અનુકરણ કે અસર પણ ઓછાં થઈ ગયાં છે, પાત જેને પ્રથમ ચિત્રકાવ્યા પણ પાછળથી ચિત્રદર્શીના કહ્યાં છે, તેવી કાવ્યરચનાએ આવી છે અને કવિના અંગત કૌટુંબિક ભાવેશને બદલે સાધારણીકૃત માનવ-ભાવસંવેદનેા ગવાવા લાગ્યાં છે, અને રાજ-યુવરાજને સત્કાર' એ પ્રાસગિક કાવ્યમાં પ્રજાની આશા-અભિલાષા વિનય પણ બલિષ્ઠ વાચા પામી છે. કવિ ખંડકાવ્યા, કથાકાવ્યા, નાટક, મહાકાવ્ય આદિ તરફ વળ્યા તે તેમાં સર્વાનુભવરસિક કલાકારની રીતે જુદાં જુદાં માનવ-પાત્રોનાં ઉદ્ગાર અને આચરણ પ્રદર્શિત કરી શકવાની તેમાં મળતી સગવડને લીધે, એમ સમજી શકાય છે. વસ્તુતઃ પેાતાની આવી કાવ્યભાવનાને અને કવિકર્તવ્યના ખ્યાલને કવિએ કેટલાંક કાવ્યા' – ૨ની પ્રસ્તાવનામાં શબ્દબદ્ધ કર્યા' છે એટલું જ, બાકી એ તેમના સાહિત્ય-સર્જનનાં પ્રેરક બળ તા તેમના કાવ્યારભના કાળથી જ હેાવાનું ‘વસંતોત્સવ' અને ‘ઇન્દુકુમાર’–૧ (બેઉનુ' જન્મવર્ષાં સને ૧૮૯૮)થી. પ્રતીત થાય છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy