SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ માટે ઘડાયેલી હોવા છતાં તેની અભિવ્યક્તિને અનુરૂપ કાવ્યાત્મક અને રસાત્મક સ્વરૂપ પણ ધારણ કરે છે. ઉદાહરણ તરીકે, “જીવનનો અર્થ એ નિબંધમાં “પૃથ્વી પૂછતી નથી કે હું શા માટે સૂર્યની આજુબાજુ ફર્યા જ કરું છું. ગુલાબ અને પારિજાતક પૂછતાં નથી કે શા માટે અમારે ખીલવું, સુગંધ ફેલાવવી અને સાંજ પડશે કરમાઈ જવું પડે છે. ચકલાં પૂછતાં નથી કે શા માટે અમારે માળા બાંધવા, ઈંડાં મૂકવાં, સેવવાં ને બચ્ચાને પાંખ ફૂટે એટલે એમને છોડી દેવાં. તેમ આપણે પૂછવાની જરૂર નથી કે આપણે શા માટે જીવવું, સમાજ રચવા, સંસ્કૃતિઓ વિકસાવવી, કુરબાનીઓ આપવી, અને નીતિનિયમ જાળવવા....”૩૯ કિશોરલાલની લેખનસમીક્ષા કરતાં નગીનદાસ પારેખે રીતે કહ્યું છેઃ “જીવનદષ્ટિપૂત અભિગમ, મૂલગામી સૂકમ વિચાર અને વિશદ ને અસંદિગ્ધ નિરૂપણ એ શ્રી કિશોરલાલભાઈનાં લખાણનાં પ્રધાન લક્ષણો છે. એમનાં લખાણની ભાષા વિષયને અનુરૂપ રહીને બની શકે એટલી સરળ અને પ્રાસાદિક હોય છે. પિતાનું વક્તવ્ય ફુટ અને સુગમ કરવા માટે જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં ત્યાં તેઓ જીવન અને વિજ્ઞાનમાંથી દષ્ટાંતો અને ઉપમાઓ વાપરે છે, કેટલીક વાર પ્રસંગે દ્વારા પણ વિચારને સ્પષ્ટ કરવાનો એમનો પ્રયત્ન હોય છે. એમની પદ્ધતિ વિષયની સીધી ચર્ચા કરવાની રહી છે, એટલે લાંબી પ્રસ્તાવના કરતા નથી, અને ચર્ચા તર્કબદ્ધ રીતે વિષયાન્તર કર્યા વગર એકધારી આગળ વધે છે. પિતાના વક્તવ્યને એકસાઈપૂર્વક મર્યાદિત કરવાની કાળજીને લીધે કેટલીક વાર એમનાં વાક્યો લાંબાં થાય છે, પણ ત્યાંયે દૂરાન્વય કે બીજું કારણે અર્થ બધમાં બાધા આવતી નથી. વિચારને પ્રવાહ પણ તાલ મિલાવીને ચાલતે હોય છે, અને કેટલીક વાર લખાણ તર્ક કર્કશ થઈ જતું લાગે ત્યાં પણ વાચકને પિતાની વાત બરાબર સમજાવવાની તાલાવેલી અછતી રહેતી નથી.”૪૦ વિષયને અનુરૂપ કિશોરલાલની ગદ્યશૈલી પણ રૂપવૈવિધ્ય ધારણ કરે છે. અવતારમાળા’નાં પુસ્તકની કથનશૈલી, “ગાંધીવિચારદેહને, “સંસાર અને ધર્મ” અને “સમૂળી ક્રાન્તિની ભાષ્યશૈલી અને પ્રતિપાદન-સૂત્રોની વિશિષ્ટ શૈલી, ગીતામંથન આદિની સંવાદશૈલી, “કેળવણીના પાયા', “જીવનશોધન' વગેરેની તર્કયુક્ત વિવરણશૈલી કિશોરલાલની ગદ્યલીલાનાં અનેકવિધ પાસાંઓ દાખવે છે. ગુજરાતી સાહિત્યની ચિંતનાત્મક ગદ્યશૈલીના વિકાસમાં કિશોરલાલ અનોખું સ્થાન ધરાવે છે. ગાંધીયુગના જ નહિ પણ ગુજરાતી ચિંતનાત્મક સાહિત્યમાં કિશોરલાસો મશરૂવાળાનું સ્થાન એમની જીવનલક્ષી દૃષ્ટિ અને મૂલગામી તેમ જ સૂક્ષમ અને વિશદ વિચારનિરૂપણને લીધે અનન્ય, સુપ્રતિષ્ઠિત અને આદરજન્ય બન્યું છે. '
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy