SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ કિશોરલાલ મશરૂવાળા [૩૫૫ ટોલસ્ટોયના પુસ્તક “ત્યારે કરીશું શું? માંથી પ્રેરણું મેળવી સુવર્ણની માયા” નામની વાર્તાત્મક પુસ્તિકા પણ કિશોરલાલે લખી હતી. નાણુને પ્રશ્ન કેન્દ્રમાં છે અને સાચું અર્થશાસ્ત્ર કે સાચી સંપત્તિ કઈ તે તેમાં મધ્યવતી મવિચાર છે. પાછળથી આ વિચારબીજોનું વિવસ્તીકરણ “સમૂળી ક્રાન્તિ'માં રચેલા આર્થિક પ્રશ્નોમાં થયેલું છે. ગદ્ય કિશોરલાલની તમામ કૃતિઓને સાહિત્યની દૃષ્ટિએ જોતાં તેમની ગદ્યશૈલીનું વૈવિધ્ય અનેરી ભાત પાડે છે. તેઓ ચિંતનશીલ લેખક છે. તેથી તેમની ગદ્યશૈલી વિષયને અનુરૂપ છે. સાહિત્યિક સુંદરતા કરતાં વિચારનિષ્ઠા તેમનાં લખાણમાં કેન્દ્રમાં હોવાથી અર્થ સઘનતા અને વિશદ વિચારણા માટેની સરળ અભિવ્યક્તિ તેમને ગદ્યનાં મુખ્ય લક્ષણ છે. કિશોરલાલ પોતાની વિચારણને સ્પષ્ટ કરવા, માટે ઘણી વાર પ્રસંગે, ઉદાહરણો, દષ્ટાંતોને આશ્રય લે છે ત્યારે તેમની ગદ્યશૈલીની પ્રાસાદિકતા ચિત્તાકર્ષક બને છે. તત્ત્વને મુદ્દો સ્પષ્ટ કરવા માટે કઈ કઈ વાર રૂપક, ઉપમા, આદિ અલંકારોને સમુચિત ઉપયોગ કરે છે. થોડાં ઉદાહરણ દ્વારા આ વસ્તુ સ્પષ્ટ થશે. “સંસાર અને ધર્મમાં જપની મર્યાદા સ્પષ્ટ કરવા જંગલનું રૂપક તેમણે ક્યું છે અને તે કથાનક જેવું બની ગયું છે. કેટલીક વાર વિચારને મર્મ સ્કુટ કરવા પ્રસંગનું સુંદર શબ્દચિત્ર આલેખે છે. “કેળવણીવિકાસમાં એક શ્રમજીવી કુટુંબનું સુરેખ ઉદાહરણ છે. ૩૭ એમનાં અનેક લખાણોમાં તત્વને સરળ રીતે સમજાવવા માટે ટુચકાઓને પણ ઔચિત્યપૂર્વક ઉપયોગ કરે છે. ખલાસી અને પંડિતને ટુચકે આપણી સ્મૃતિમાં જડાઈ જાય તેવો સરસ આલેખાય છે.૩૮ આવા અસંખ્ય ટુચકા કે દૃષ્ટતે. તેમની શૈલીને રસપ્રદતા આપે છે. સંવાદશૈલીને પણ તેમણે કેઈક વાર ઉપયોગ કર્યો છે. “કાગડાની નજરે” એ કાકભુશું ડીના સંવાદરૂપે જ લખાયેલું પુસ્તક છે. આમાંની હાસ્યકટાક્ષ માટેની શૈલી એ કિશોરલાલના ગદ્યમાં અનોખી ભાત પાડે છે. ગાંધીયુગના ગદ્યકારોમાં અર્થ સઘન, સમુચિત અર્થની વિશદતા કરે તેવી શબ્દાભિવ્યક્તિ તેમ જ તર્કસંગત અર્થપ્રવાહની અમ્મલિત ધારા વહે તેવી ગદ્યશૈલીથી કિશોરલાલ મશરૂવાળા આગવું સ્થાન મેળવે છે. કોઈક વાર વિચારપ્રવાહ ખંડિત ન થાય ત્યારે લાંબાં ઉપવાક્ય સાથે સંકલિત વાક્યો કિશોરલાલની શિલીમાં આવી જાય છે એ ખરું, પણ વિચારપ્રવાહની સાથે તેની વાક્યશૈલી કિલષ્ટ કે ગૂંચવાયેલી બનતી નથી. કિશોરલાલના ગદ્યમાં વિષયચિત કે પ્રસંગઅનુરૂપ શિલીનું વૈવિધ્ય હાય જ છે, તેથી તેમની ગદ્યશૈલી ચિંતનાત્મક ગદ્ય
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy