SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ ચં. ૪ ચિત્રકાવ્યો' કહે છે તેવાં યૌવના” અને “સૌભાગ્યવતી' જેવાં તેમ “રાજયુવરાજને સત્કાર' જેવાં પ્રાસંગિક કાવ્યમાં “કેટલાંક કાવ્યોમાં , ‘વસંતોત્સવની'ની માફક “એજ અને અગર તથા દ્વારિકા પ્રલય' જેવાં કથાકાવ્યોમાં, અને “કુરુક્ષેત્ર જેવી મહાકાવ્ય બનાવવા લક્ષેલી કૃતિમાં ન્હાનાલાલે શિલી ઉત્સાહથી વિનાસંકોચ પ્રયોજી છે. કેટલંક કાવ્ય'-૧ ના પિતાના પ્રથમ કાવ્યસંગ્રહમાં જ આથીય આગળ વધી ન્હાનાલાલ “જીવનનાં વર્ષ” અને “વાંછના' જેવી રચનાઓમાં તો સીધી ગદ્ય તરફ દોટ મૂકી તેનેય કવિના ભાવનું માધ્યમ બનવાની પ્રતિષ્ઠા કેમ ન ઘટે, એવો પ્રશ્ન જાણે કાવ્યરસિકાની સમક્ષ ધરતા જણાય છે. કવિતાના માધ્યમ પર આવી પ્રગભતા દાખવનાર આ કવિને પ્રભુએ બક્ષેલી આંતર કણેન્દ્રિય, સંગીત અને લય માટેના કાને, એમને આપણી મધ્યકાલીન કવિતાએ કડવાં તથા પદોમાં વિપુલ પ્રમાણમાં પ્રયોજેલી દેશીઓના બહુસંખ્ય ઢાળો અને રાત્રે ભણી, જેને ગુજરાતનું લકસંગીત કહી શકીએ તેની ભણી એટલા જ ઉત્સાહથી વાળ્યા. એમને “ન્હાના ન્હાના રાસ-૧ ને સંગ્રહ પ્રગટ થયે સને ૧૯૧૦માં, પણ એમાંની ઘણી રચનાઓ “કેટલાંક કાવ્યો'ના પહેલા બે ભાગ(૧૯૦૩, ૧૯૦૮)માં છપાયેલી અને કેટલીક “ઇન્દુકુમાર', ‘જયા-જયન્ત” જેવાં નાટકમાં પછી મૂકેલી રચનાઓ છે. આ એ બતાવે છે કે ન્હાનાલાલે પુરગામી ગેય કાવ્યસ્ત્રોતને વારસે પૂરે ઝીલી તેને આત્મસાત કરી લઈ, નવા યુગના ભાવોને તેમાં ગાવાનું કરીને, તેને નવકવિતાના લાભાર્થે રચનાત્મક ઉપયોગ કરી, પ્રતિભાશાળી નવસર્જકનું સામર્થ્ય પ્રગટ કર્યું છે. એ તેમની સેવાને, આરંભ પણ તેમને કવનને પ્રારંભકાળમાં, પેલા પદ્યમુક્તિના સાહસની સાથે જ સમાન્તરે થયો હતો, જે પછી એક એમના કવનકાળને અન્ત સુધી વૃત્તબદ્ધ તેમ જ ડોલનશૈલીની રચનાઓની સાથેસાથ સમાન્તરે ચાલ્યાં કર્યો હતે. ‘ન્હાના ન્હાના રાસ'–૧ની જ અંદર અને પછી તો એના અનુગામી ભાગે તથા કાવ્યનાટકાદિનાં પુસ્તકમાં કવિએ પિતાની લયમેળ ગીતરચનાઓના જે મૂળ ઢાળો બતાવ્યા છે તેની વિપુલ સંખ્યા જ કવિની એની વિશિષ્ટ જાણકારી તેમ જ એમની પોતાની ગીતરચનાઓનું સંગીતવૈવિધ્ય સિદ્ધ કરી આપે છે. “ગેયતા કવિતાને આવશ્યક નથી” એમ ઉષતા કવિની ગીતસિદ્ધિ અર્વાચીનથી આધુનિક ગુજરાતી કવિતા સુધી અજોડ રહી છે, જે એ દર્શાવી આપે છે કે એ ઉષ એમની ગીતે રચવાની અશક્તિનું પરિણામ ન હતું, જેમ એમની ડોલનશૈલી એમની વૃત્તિમાં લખી શકવાની અસમર્થતાનું ચિહ્ન ન હતું. એમનું ધસમસતું કાવ્યપૂર આ બધાં વહેણમાં ધસી આવીને વહ્યું છે એટલું જ.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy