SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૮] કિશોરલાલ મશરૂવાળા [૩૪૧ મારે વધારે આશ્રમી બનવાની.” પરિણામે, એમના ચિત્તની વ્યાકુળતા વધી અને કેદારનાથજીની સલાહથી સ્વચિંતન માટે આશ્રમની બહાર ઝૂંપડીમાં રહેવાનું નકકી કર્યું. કેદારનાથજીના સંપર્કથી કિશોરલાલની દષ્ટિ બદલાતી હતી, તેમાં તેમ આંતરિક સંઘર્ષ વધતો જતો હતો. આ સંઘર્ષની તીવ્ર વ્યાકુળતાને લીધે કિશોરલાલ આબુ તરફ એકાંત સાધના માટે એકલા ગયા. કેદારનાથજી તેમની પાછળ ગયા અને ત્યાં પ્રકૃતિના એકાંત સાંનિધ્યમાં કેદારનાથજીએ એમની ગૂંચાનું વિવરણ કર્યું અને કિશોરલાલના ચિત્તનું સમાધાન થયું. તેમની વિચારસૃષ્ટિમાં નવજાગૃતિ આવી અને કેદારનાથજી તેમના ગુરુ બન્યા, નરહરિ પરીખના “શ્રેયાથીની સાધના' નામના કિશોરલાલના જીવનચરિત્રગ્રન્થમાં આ પ્રસંગ કેદારનાથજીએ સવિગત વર્ણવ્યો છે. ૩ ગુરુના વિચારસંસ્પર્શથી કિશોરલાલનું વૈચારિક વિશ્વ પ્રકાશમય બન્યું અને તેમની ચિંતનપ્રતિભાને સાચો વળાંક મળે. કિશોરલાલને માનસિક શાન્તિ અને સમાધાન લાધ્યાં. કેદારનાથના શબ્દોમાં કહીએ તે “તેમની પહેલાંની દષ્ટિ બદલાઈને અંધારામાંથી પ્રકાશમાં આવ્યા પછી માણસને જેવું લાગે છે તેવું તેમને લાગ્યું.” | કિરલાલનાં તમામ લખાણોમાં અને તેમાં આલેખાયેલી ક્રાન્તિકારક વિચારસુમિાં આ ગુરુએ દર્શાવેલ વિચારમાર્ગને વળાંક પાયામાં રહ્યું છે. આ વળાંકને પરિણામે કિશોરલાલના વ્યક્તિત્વમાં શ્રેયબ્દષ્ટિ અને વિવેકબુદ્ધિના પ્રધાન ગુણે ભળી ગયા. ટૂંકમાં કહીએ તે, વૈચારિક દષ્ટિએ કિશોરલાલને નવજન્મ થયો. તેમના ચિંતનાત્મક સાહિત્યમાં બળ અને દિશા પ્રકટ થયાં. ૧૯૩૦-૩રની સત્યાગ્રહની લડતમાં જોડાયા ને બે વરસને કારાવાસ ભોગવ્યો. એમની પ્રમાણિક, શુદ્ધ અને સૂકમ વિચારણાના ગુણોને લીધે ગાંધીજીની સૂચનાથી ગાંધી સેવા સંઘ જેવી દેશવ્યાપી સર્વોપરી સંસ્થાના પ્રમુખ બન્યા. સરદાર પટેલ, રાજેન્દ્રબાબુ અને રાજાજી જેવા રાષ્ટ્રમાન્ય નેતાઓએ એમની નીચે સંઘના સભ્ય થવામાં ગૌરવ માન્યું. ગાંધીજીના વિચારોમાં અને તેમની વિચારસરણીમાં થોડો ફરક રહેતો હોવા છતાં ગાંધીજીની વિચારસરણીને એ અધિકૃત ભાષ્યકાર બન્યા. ૧૯૪રના “હિંદ છોડાના સત્યાગ્રહમાં ગાંધીજી વગેરે રાષ્ટ્રના મુખ્ય નેતાઓ પકડાયા પછી ગાંધીજી નાં “હરિજન” પત્રોનું સંચાલન તેમના હાથમાં આવ્યું. કિશોરલાલને પાછા કારાવાસ મળે, કારણ કે ભાંગફોડની એ ચળવળમાં “ઈને જાન જોખમમાં નાખ્યા સિવાય..તારનાં દોરડાં કાપી નાખવાં, પાટા ઉખેડી નાખવા....”માં ખોટું નથી એવું લખ્યું હતું. પિતાની વિચારણામાં રહેલે વિચારદેષ જોયો ત્યારે તેમણે પિતાના અંતઃકરણના અવાજને વશ થઈ તેને જાહેર કરવાની હિંમત દાખવી.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy