SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૨] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ (ચં. ૪ કિશોરલાલ અને ગમતીબહેનનું દામ્પત્ય પ્રસન્નતા અને સંવાદિતાભર્યું હતું, અને ગોમતીબહેનની સેવાને કારણે જ કિશોરલાલભાઈ પિતાની સર્વ પ્રવૃત્તિઓ નિષ્ઠાપૂર્વક કરી શક્યા. ગાંધીજીના મૃત્યુ બાદ “હરિજન” પત્રો કિશોરલાલ મૂળના ગૌરવ-પ્રતિષ્ઠાને વધારે તેવી રીતે ચલાવ્યાં. સ્વામી આનંદે યોગ્ય જ કહ્યું છે કે “કોંગ્રેસી સરકારોની, સરદારની, જવાહરલાલજની, કોઈની શેહમાં ન તણીયા કે ન કોઈને ભીડમુલાજો રાખે. કડવાં સત્ય ઉચ્ચારીને ભલા ભૂપનાં માં કટાણ કરાવ્યાં.” છેલ્લા દમવ્યાધિમાં કિશોરલાલ ૧૯પરની સપ્ટેમ્બરની ૯મીએ મૃત્યુ પામ્યા. કિશોરલાલ મશરૂવાળાના ચિંતનાત્મક સાહિત્યને સમજવા માટે તેમની વિચારણને મૂલસ્રોત કેદારનાથજી સાથેની ચર્ચાથી કેવી રીતે વેગવાન અને જોરદાર બન્યો એ જાણવું જરૂરી છે. કિશોરલાલની આમૂલાગ્ર વિચારધારા પછી એ મા કેમ વળી તેને તેમાંથી ખુલાસો મળી રહે છે. કેદારનાથજીએ કહ્યું છે કે ગ્રંથપ્રામાણ્ય તેમ જ મહાપુરુષોનાં પરસ્પરવિરોધી વચન પરની શ્રદ્ધાને લીધે જ અનેક પ્રકારના પ્રશ્નોથી સાધક કિશોરલાલ વ્યાકુળ બન્યા હતા. તેમણે લખ્યું છે : “આ બધાની મને ખબર હોવાથી કિશોરલાલભાઈની વ્યાકુળતા હું સમજી શકતા હતા. એટલે તેમના ચિત્તને ભ્રમમાં નાખનારા પ્રશ્નો એક પછી એક મેં હાથમાં લીધા. તેમની માન્યતા, તેમની શ્રદ્ધા, તેમણે માનેલી કલપના – તે દરેકમાં રહેલા ભ્રમનું મેં નિરસન કર્યું. મહાપુરુષોનાં જે જે વચનેને આધાર લઈને તેમણે પિતાના મનને વ્યાકુળ કર્યું હતું તે તે વચનેની માનવજીવનની દૃષ્ટિએ કેટલી કિંમત છે તે સ્પષ્ટતાથી તેમને સમજાવવા લાગ્યો.”પ પરિણામે, કિશોર લાલભાઈને પ્રકાશ લાયે તે અગાઉ જોયું જ છે. સૂત્રાત્મક રીતે કહેવું હોય તે તેમને “શુદ્ધ વિવેકદષ્ટિ પ્રાપ્ત થઈ એમ કહેવાય. તેથી જ કિશોરલાલે કહ્યું છે, “વિવેકબુદ્ધિને હું ઈષ્ટદેવતાના જેવી પૂજ્ય સમજું છું...”૬ કિશોરલાલના મહત્વના ત્રણ ગ્રન્થ “કેળવણીના પાયા', જીવનશોધન” અને “સમૂળી ક્રાતિ'માં આ દષ્ટિ મૂલગામી રહી છે તે સ્પષ્ટ દીસી આવશે. સ્વામી આનંદે કિશોરલાલને સંતોના અનુજ કહીને યોગ્ય રીતે જ બિરદાવ્યા છે, તેમના ચારિત્ર્યનું ખરું મૂલ્યાંકન કર્યું છે. લેખન લેખનને શોખ કિશોરલાલને વિદ્યાર્થીકાળથી જ હતા. તેમણે કાવ્યો પણ લખ્યાં હતાં. પણ ગંભીર લેખનપ્રવૃત્તિ ૧૯૨૧માં કરેલી સાધના પછી જ થયેલી છે. પોતે જે નવચિંતન કર્યું તેને પરિણામે અવતારે વિશે તેમની શી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy