SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ગ્ર'. ૪ હતા. ૧૯૧૩માં એલએલ.ખી, થયા અને આક્રેાલામાં વકીલાત શરૂ કરી. તેમની વિદ્યાથી તરીકેની કારકિર્દી બહુ જ તેજસ્વી હતી. કિશેારલાલે કુલ ત્રણ વર્ષ વકીલાત કરી. તેમના આ વ્યવસાયમાં તે નિષ્ઠાને કારણે લેાકપ્રિય બન્યા હતા. ફેફસાંની નબળાઈને લીધે તેમને દમને વ્યાધિ હતા. વકીલાત છેડી ભાઈને વેપારમાં મદદ કરવા મુંબઈ ગયા. તે કામ એમને ફાવ્યું નહિ. દેશમાં રાષ્ટ્રીય ભાવના પ્રસરી રહી હતી. તેની ઊંડી અસર કિશારલાલ ઉપર થઈ હતી. ઠક્કરબાપાના પરિચયમાં આવ્યા. ગાંધીજીએ ચંપારણમાં સત્યાગ્રહ શરૂ કર્યાં હતા. ઠક્કરબાપાની સૂચનાથી કિશારલાલ ત્યાં ગયા. ગાંધીજીએ તેમની તબિયતને ખ્યાલમાં રાખી અમદાવાદ જઈને આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાવાનું આગ્રહપૂર્વક કહ્યું. કિશારલાલ રાષ્ટ્રીય શાળામાં જોડાયા. તે વખતે શિક્ષણના તેમને કશે। અનુભવ નહાતા. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં જોડાયા પછી સ્વામિનારાયણ સોંપ્રદાય મારફત સેવા કરવાના આદેશ તેએ ભૂલ્યા નહેાતા. રાષ્ટ્રીય શાળામાં કાર્યાનુભવ મેળવી સંપ્રદાય દ્વારા એક વિદ્યાપીઠ સ્થાપવાનો પણ તેમની ભાવના હતી; પણ થાડા વખતમાં જ જોઈ શકયા કે તે વાતાવરણને અનુકૂળ નહેાતુ. કિશેારલાલમાં સંપ્રદાયના નિયત આચાર રાષ્ટ્રીય શાળામાં ચાલુ જ હતા. કિશારલાલના વ્યક્તિત્વમાં શુદ્ધ વિચારણા અને તે પ્રમાણેનું આચરણ કરવાની તત્પરતા એ ગુણેા મુખ્ય હતા. તેમના વૈચારિક વિકાસમાં પણ આ ગુણાએ જ મહત્ત્વના ભાગ ભજવ્યેા હતા. બાલુભાઈ અને કિશારલાલને ‘ટટા’ એક બાજુથી કિશારલાલ મશરૂવાળાની નૈતિક મૂલ્યદર્શક વિચારણા અને નિષ્કામ આચરણના દ્યોતક છે, તા ખીજી બાજુથી બાલુભાઈના શુદ્ધ ભ્રાતૃપ્રેમ દાખવે છે. આ ટટા એટલે પિતાની પેઢીમાંથી વારસાજન્ય ભાગ કિશારલાલે લેવા જોઇએ એ બાલુભાઈની દષ્ટ, અને કાર્ય કર્યા સિવાય એ ભાગ લેવા એ નૈતિક દૃષ્ટિની વિરુદ્ધ છે એવી કિશારલાલની દલીલમાંથી ઊભા થયેલા પ્રેમસ ંધ,૨ કિશારલાલે રાષ્ટ્રીય શાળામાં કરેલા કામાંથી ગાંધીજીએ એમનું હીર પારખ્યુ. તેથી તેમના આગ્રહથી કિશારલાલ ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્ર બન્યા. કેળવણીના પાયા'ની વિચારણા રાષ્ટ્રીય શાળાના શિક્ષણવાતાવરણના અવલેકન અને ચિંતનમાંથી જન્મી હતી એ નોંધપાત્ર હકીકત છે. ગાંધીજીના આશ્રમમાં રહેવા છતાં એ આશ્રમી નહેાતા બની શકયા. એમના શબ્દોમાં, “જ્યારે હુ જોડાયા ત્યારે ચુસ્ત સ્વામિનારાયણી હતા અને મારી આધ્યાત્મિક ક્ષુધા તૃપ્ત કરવા માટે મને એ સંપ્રદાય પૂરતા લાગતા હતા, ઊલટી મારી કાંઈ મહત્ત્વાકાંક્ષા હાય તા પૂ. બાપુને કે આશ્રમને વધારે સ્વામિનારાયણી બનાવાની, નહિ કે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy