SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૨ ] હાનાલાલ [૨૫ ઉપયોગ કર્યો છે. કેટલાંક કાવ્યોનો ભીજો ભાગ પણ એવું જ પદ્યવૈવિધ્ય બતાવે છે. એમાં સવૈયાને અક્ષરમેળ અને હરિણને માત્રામેળ કરવાનો પ્રયાસ પણ થયો છે. પહેલા ભાગની પ્રસ્તાવનામાં ન્હાનાલાલે લખ્યું છે : '...કંઈક શતક ઉપર પિંગળ ઋષિએ ઘડેલાં છંદનાં ઝાંઝર આપણી નવયૌવના કવિતાએ વર્તમાન યુગમાં પહેર્યા છે, પણ હાનાં પડતાં દીસે છે. દિશદિશમાં દેખાતી નવી નવી છંદરચનાઓને એ અર્થ છે. છંદના ગુણાકાર ભાગાકાર, છંદોના સરવાળા તેમ જ બાદબાકી આ કાવ્યમાં છે.” આ કવિને એનાં કાવ્યપૂરને માર્ગ આપવા નિયમબદ્ધ વૃત્તોના ખંડ અને અભ્યસ્ત પ્રયોગ કરવા ઉપરાંત તેમનાં મિશ્રણો અને આવાં તરેહ તરેહનાં રૂપાંતર અજમાવવાં પડ્યાં છે તેને નવીનતાની ખાતર નવીનતાને મોહ કે પ્રગખોરી કહીને કાઢી નખાય તેમ નથી. સ્વત્વની વિશેષ માત્રા લઈને આવતા પ્રતિભાશાળી સર્જકની હોય તેવી, પોતીકી અભિવ્યક્તિ અને માધ્યમ પરત્વેની સર્જક તરીકેની ઉત્કટ સભાનતાએ જ એમની પાસે એ માર્ગ લેવડાવ્યા છે. કવિએ પોતે જ વિલાસની ભા” કાવ્યની ટિપ્પણમાં એમાં પ્રયોજેલ ઢાળ વિશે લખતાં “દોનાં સ્વરૂપ ક્યારે બદલવાં જોઈએ અને કેમ બદલાય છે એ કવિના મનોવ્યાપારની ઊંડી અને અગોચર કથા” પ્રત્યે આંગળી ચીંધી સ્પષ્ટ જણાવ્યું છે : “નવીનતાને ખાતર જ કવિઓએ છંદવિપર્યય કરવાના નથી, તેમ જ નવીનતાને ખાતર જ છંદવિપર્યય સઉ થાય છે એમ કહેવું યે અન્યાયી છે.' વિશિષ્ટ અભિવ્યક્તિની મથામથમાં આરંભકાળમાં પદ્યની પ્રયોગશાળા જ ખોલી બેઠેલા ન્હાનાલાલે, “કેટલાંક કાવ્યો'ના પહેલા બંને ભાગમાં “વસંતતિલકાને તે મનમાં સ્વાદ રહી જઈ અનુરણ્યા કરે એવો અને અન્ય અક્ષરમેળ વૃત્તોને પણ તેમ જ “પિતૃતર્પણ”માં પ્રાસયુક્ત અનુષ્યપને સુંદર વિનિયોગ કરી જાણનાર કવિએ, દેનાં મિશ્રણ તથા ભાગાકાર-ગુણાકાર-સરવાળા-બાદબાકીના અખતરા તે કરી જોયા જ, પણ પદ્યમુક્તિનું સાહસ પણ આદર્યું તે પોતે જેને તેલનશિલી કહી છે તેની શોધ દ્વારા. કવિતામાં છંદને નહિ પણ ડોલનને, ભાવનાં તેમ તેની સાથે વાણીમાં ઊતરતા ડોલનને, ન્હાનાલાલ કવિતામાં આવશ્યક માને છે. આ ડોલન તે લય. છંદ વિના કવિતાને ચાલે, લય વિના નહિ. પોતાની સૂઝના લયને માન આપી પદ્યમુક્તિ સાધવા જતાં અપદ્ય-અગદ્ય એવી જે શેલી કવિએ ઉપજાવી તે પ્રથમ તે પદ્ય કરતાં મોકળાશવાળા છતાં કોઈક રીતે લયાન્વિત વાણી માગતા નાટકના સંવાદ માટે, “ઇન્દુકુમાર'-૧ના સર્જન વેળા. પણ તે કવિતા માટે પણ અનુકૂળ જણાતાં તરત આરંભાયેલા “વસંતોત્સવ'માં અને પછી તે “શ્રાવણું અમાસને “કેટલાંક કાવ્યો'-૧નાં કાવ્યમાં, કવિ જેને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy