SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૬ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ગ્ર, ૪ પૂર્વ આફ્રિકામાં’ (ઈ. ૧૯૫૯) : આ ગ્રંથમાં કાકાસાહેબે પેાતાના પૂર્વ આફ્રિકાના પ્રવાસની કથા રજૂ કરી છે. આ પ્રવાસમાં વળી એ ‘અંધારિયા ખ’ડ’ના માનવીય પ્રશ્નો અને પરિસ્થિતિએ તેમનુ વિશેષ ધ્યાન રાકે છે. કાળી પ્રજાની વર્તીમાન દશા શી છે, તેમની સામાજિક રાજકીય મહત્ત્વાકાંક્ષાએ શી છે, અને તેમના સંઘર્ષો કયા છે — એ બધી બાબતમાં તેમને ઊડા રસ હતા જ, પણ એ સાથે આ ખંડમાં એકત્ર થયેલી કાળી ગારી અને ઘઉં વણી પ્રજાના પરસ્પરના સબધા વિશેય તેમને સચિતતા હતી. અહીં આ પ્રજાનાં હિતા અને સ્વાર્થા એકખીજાની સામે ટકરાઈ રહ્યાં છે. એ વિશે તેએ સભાન હતા. એટલે આ પ્રવાસકથા મુખ્યત્વે આવા પ્રશ્નોને વિશેષ અનુલક્ષે છે. એમાં પ્રસ ંગેપ્રસંગે ગાંધીજીની જીવનભાવના, વિશ્વકલ્યાણુ, રાષ્ટ્રધર્મ જેવા મુદ્દાઓ પર તેમનું ચિંતનમનન રજૂ થયું છે. વિશાળ માનવજાતિની એકતા અને વૈશ્વિક સ ંસ્કૃતિને મહાપ્રયાગ' એ ખંડની ધરતી પર જ શરૂ થશે, એવી શ્રદ્ધા પણ તેમણે વ્યક્ત કરી છે. આ પ્રવાસમાં પૂર્વ આફ્રિકાની પ્રકૃતિનાં કેટલાંક રમણીય દશ્યા આલેખાયાં છે, પણ પ્રકૃતિસૌંદર્યનું વર્ણન એ તેમની અહીં મુખ્ય નિસબત જ નથી એમ સમાશે. ૫. વિચારક વિચારક તરીકેના અભિગમ: ગાંધીજીએ પેાતાની પુસ્તિકા હિંદ સ્વરાજ'માં” એમ પ્રતિપાદિત કર્યું હતું કે હિંદુને માટે સ્વરાજ્યનેા અર્થ માત્ર પરદેશી શાસનની ધૂંસરી હઠાવી દેવી એટલેા જ નથી; સ્વરાજ્ય એટલે સ્વદેશી, સ્વાવલંબન, અને ત્યાગબલિદાનની ભાવના પર નૂતન સમાજની સ્થાપના. પશ્ચિમની વિલસતી જતી ભૌતિક સંસ્કૃતિ અને તેની સાથે સંલગ્ન સમાજવ્યવસ્થાના મૂળમાં રહેલા દાષા તેઓ વેધક દષ્ટિએ પામી ગયા હતા. જ્યાં સુધી ભાગવિલાસની સ ંસ્કૃતિને સ્વીકાર કરીશુ ત્યાં સુધી પ્રજાપ્રજા વચ્ચે સ્પર્ધા, સંઘ, શાષણખારી, અન્યાય અને સામ્રાજ્યવાદ જેવાં અનિષ્ટો ફાલતાંફૂલતાં રહેશે જ, એમ તેમને સમજાઈ ચૂકયું હતું. હિંદુનું હૃદય તે તેનાં ગામડાંઓ છે. એટલે સ્વાવલ"બન સાદાઈ અને સંયમના સિદ્ધાંત પર પ્રતિષ્ઠિત ગ્રામસ્વરાજ અને ગ્રામસ`સ્કૃતિની ભાવના તેમણે પ્રતિષ્ઠિત કરી. તે સાથે તેમણે દૃષ્ટિસંપન્ન રચનાત્મક કાર્યક્રમ પણ ઘડી કાઢયો. એ ભાવના અને કાર્યક્રમના પ્રચારમાં ગાંધીજીને દેશના ખૂણેખૂણામાંથી આવેલા અસંખ્ય કાર્યકરીને સહયેાગ મળ્યા. આવા કાર્યકરોમાં કાકાસાહેબ કાલેલકરનું વિશિષ્ટ સ્થાન છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy