SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭ ] કાલેલકર [૩૨૭ ગાંધીજીએ પેાતાને માટે જે જીવનકા (mission) નક્કી કર્યું' હતું તેમાં સત્યની ખેાજ અને લેાકસેવા એ બે પુરુષાર્થ એકરૂપ થઈ ગયા હતા. ગીતામાં પ્રતિપાતિ નિષ્કામ કર્મ યાગને માગે તે ચાલ્યા હતા. રામનારાયણ પાઠેકે કહ્યું છે તેમ, ગાંધીજીને ધર્મ એ આચરણના ધર્મ હતા. પરમ સત્યની પ્રાપ્તિ આચરણ દ્વારા જ થઈ શકશે એવી તેમની ઊંડી શ્રદ્ધા હતી. તેમના સત્યના પ્રયાગા આવી શ્રદ્ધાથી પ્રેરાયેલા હતા. સાક્ષરયુગમાં ગેાવનરામ, મણિલાલ અને આયા આન દેશ કર ધ્રુવ જેવા મહાન ચિંતકાએ પણ પોતપેાતાની રીતે પ્રાચીન હિંદુ ધર્મનાં રહસ્યા સમજાવવાની પ્રવૃત્તિ કરી હતી. પણ તેમના માર્ગો વિશેષતઃ અક્ષરની ઉપાસનાના હતા. પ્રાચીન ધર્મગ્ર ંથાનું નવા યુગસંદ'માં અર્થઘટન કરવું, એ તેમની મુખ્ય પ્રવૃત્તિ હતી. ગાંધીજીએ જુદાજુદા ધર્મના ઉત્તમ અ ંશે લઈ વ્યાપક ધર્મ ભાવના પ્રતિષ્ઠિત કરી. પશ્ચિમના મહાન ચિંતકામાંથી મહાત્મા થારા, રસ્કિન અને ટોલ્સ્ટોયની જીવનભાવનામાંથી પણ શ્રેયસ્કર અંશા તેમણે સ્વીકાર્યાં. પણ, હિંદુ ધર્મનાં વિશુદ્ધ અને ઉદાત્ત તત્ત્વાના તેમની વિચારણાના પાયામાં સ્વીકાર હતા. પ્રાચીન ધર્મનાં સત્ય અહિંસા અસ્તેય બ્રહ્મચર્ય અને અપરિગ્રહ જેવાં મહાવ્રતા મુખ્યત્વે વ્યક્તિગત સાધનાના વિષય રહ્યાં હતાં. એ ત્રાને ગાંધીજીએ સમસ્ત પ્રજાના પુરુષા અર્થે ઉપયાગમાં લીધાં. જીવનના સિદ્ધાંતાને કાર્યાન્વિત કરવાના એ મહાપુરુષાર્થ હતા. આત્મખાજ અને આત્મશુદ્ધિને આ રીતે વ્યાપક લેાકશ્રેયનું નિમિત્તે મળ્યું. લાકસેવાના તેમના આ કાર્યક્રમમાં રાજકીય મુક્તિ ઉપરાંત અસ્પૃશ્યતાનિવારણ, ગ્રામેાદ્વાર, રેટિયાપ્રચાર, રાષ્ટ્રીય કેળવણી, મજૂરકલ્યાણુ, નારીપ્રતિષ્ઠા, સ્વદેશીપ્રચાર, હિંદુમુસ્લિમએકતા, રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીના પ્રચાર જેવા અનેક મુદ્દાએ સ્થાન પામ્યા હતા. છેક નાનામાં નાના રોજિંદા કામમાંયે ધર્મભાવના લાગુ પાડવાના ગાંધીજીના ઉપક્રમ હતા. દેખીતી રીતે જ, એમાં કોઈ ગૂઢ બ્રહ્મવાદ નહેાતા, કે અટપટા કર્મકાંડ નહેાતા કે કાઈ ગુરુને આદેશ પણ નહાતા ઃ હતા કેવળ અંતરના પવિત્ર અવાજના સ્વીકાર. આપણે ત્યાં પુનરુત્થાન કાળમાં સ્વામી વિવેકાનંદ, અરવિંદ ધાષ અને રવીન્દ્રનાથ ટાગાર જેવા મહાપુરુષાએ પ્રાચીન ધર્મનું વિશુદ્ધ ઉજજ્વલ રૂપ સમજાવવાને જે પ્રવૃત્તિ કરી, લગભગ તેવી જ પ્રવૃત્તિ ગાંધીજીની હતી, અલબત્ત એમને માર્ગ નિરાળા હતા, તેમનું દર્શન આગવુ' હતું. એક ગાંધીવાદી ચિંતક તરીકે કાકાસાહેબના, ઉપક્રમ વળી આગવેા દેખાય છે. પ્રાચીન ધર્મગ્રથા અને મરાઠી સતાની ભક્તિભાવનાના સસ્કારી તેમના અંતરમાં રાપાયેલા પડયા હતા. પણ આધુનિક જ્ઞાનવિજ્ઞાનમાંથી કેટલાક ઈષ્ટ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy