SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭] કાલેલકર [ ૩૨૫ ગયા હતા. ખીજી વાર ઈ. ૧૯૫૭માં જાપાનમાં મળેલી અણુબોમ્બ વિરોધી વિશ્વપરિષદમાં ભાગ લેનારા ભારતીય પ્રતિનિધિમંડળના વડા તરીકે તેઓ ત્યાં ગયા હતા. આ બે પ્રવાસ દરમ્યાન જે કઈ સમય તેમને મળ્યા તેમાં જાપાનના બને તેટલા વધુ મુલક જોઈ લેવાને કાર્યક્રમ રાખ્યા. એમાં પહેલા પ્રવાસની કથા તેમણે સળંગ રૂપમાં કહી છે, જે પ્રથમ ખંડમાં રજૂ કરી છે. ખીજી વારના પ્રવાસના અનુભવે તેમણે પત્રાના રૂપમાં મૂકવા છે, અને તે ખીજા ખંડમાં સ્થાન પામ્યા છે. આ બે ખંડની કથામાંથી જાપાન જેવા પૂર્વીય દેશને, તેની અનૈાખી ધરતી અને અનેાખી સંસ્કૃતિના, સરસ પરિચય મળે છે. જાપાનના પ્રજાજીવનની લાક્ષણિકતાઓ પ્રગટ કરતા પ્રસંગે। અને ત્યાંની સાંસ્કૃતિક-ધાર્મિક પરિસ્થિતિએ વિશે અહીં અનેક પ્રકરણા મળે છે. કોતાનું ‘શિા' મંદિર, ગેશા' તરીકે જાણીતી ત્યાંની નૃત્યાંગના, ત્યાંનાં સ્થાપત્યશિલ્પ, ‘ડૅરેમિકા’ નાટયગૃહ, નારાનગરનાં હાડિયૂજી મંદિર, ભીષણુ જ્વાળામુખી આસા, કુમામાતાને સૌમ્ય દીપેસવ, અણુબોમ્બના વિનાશમાંથી પુનઃન્મ પામતું હિરોશીમા શહેર એ બધાંની કથામાંથી જાપાનની આગવી સ ંસ્કૃતિ પ્રબળપણે ઊપસી આવી છે. ખીજા ખંડમાં લેાકજીવનની કથા સામે પ્રકૃતિનાં સૌંદર્યધામેાનું વર્ણન વિશેષ ધ્યાન રાકે છે. ‘આકાન-કાનન', ‘માઢ્યુ અને ખુશારા', ‘ભવ્યતાનું પિયર ઃ નિક્કો’, ‘ઇજનેરી પુરુષાર્થનું પ્રતીક' ‘સિમિઝુનું સાગરદર્શન' અને ‘જિયામાનાં દર્શન’ વગેરે પ્રકરણામાં રામાંચક પરિવેશવાળી ત્યાંની ધરતીનાં રામાંચક દશ્યાનું વર્ણન મળે છે. જાપાનનું ભૂતલ જ અનેાખુ છે. અનેક ટાપુએનું મિલન, ધુમ્મસમાં ઢંકાઈ જતા અર્ધપારદર્શી પર્વતા, ખીણેામાં વિલસતાં મનેહર સરાવરા, વિરાટકાય વૃક્ષાથી રચાતી વીથિકા, અને ત્યાંના પહાડી ખડકા – એ બધાં દસ્યા કાકાસાહેબના હૃદયને પ્રસન્ન કરી દે છે. પણ ધરતી કરતાંયે વધુ રહસ્યાવૃત તા કદાચ જાપાની પ્રજાને। આત્મા છે. પેાતાનાં ટૂંકાં રાકાણામાંયે તેમણે એ પ્રજાના અંતરંગમાં ડેાકિયુ" કરવા પ્રશસ્ય પ્રયત્ન કર્યાં છે. જાપાની પ્રજાની સાહસિકતા, પુરુષાર્થ, નિખાલસતા અને વિશેષ તા તેમને રાષ્ટ્રપ્રેમ કાકાસાહેબને સ્પશી ગયાં છે. આ કથામાં તેમણે એવી ભાવના પ્રગટ કરી છે કે, નવા યુગમાં જગતની જુદીજુદી સંસ્કૃતિના સમન્વયની જે પ્રક્રિયા આરંભાશે, તેમાં જાપાની પ્રજાનું વિશિષ્ટ અ`ણુ હશે. આ પ્રવાસમાં નિહાળેલાં પ્રકૃતિનાં દશ્યા તેમની સર્ગશક્તિને ઉત્તેજિત કરી રહ્યાં હશે, એટલે ત્યાંની એ વનશ્રી, ત્યાંનાં જળાશયાની રામાંચક શાભા, અને ખડક વિસ્તારનાં વર્ણના સહેજ જ આકર્ષક બની આવ્યાં છે. લલિત નિબધામાં સિદ્ધ થયેલી તેમની ચારુ ગદ્યશૈલી અહીં ફરીથી મેારી ઊડતી દેખાય છે. —
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy