SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર૪] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (ચં. ૪ સંસ્કૃતિ વિશે કેટલુંક ચિંતનમનન પણ રજૂ થયું છે. હિંદુ ધર્મની જડતા કુરૂઢિઓ વગેરેની ટીકાટિપ્પણી કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. પણ એમાં દાહક વ્યંગકટાક્ષ નથી, કેમળ અંતઃકરણની વ્યથા અલબત્ત એમાં ટપકે જ છે. આર્ય ધર્મ અને સંસ્કૃતિ પર તેમની શ્રદ્ધાભક્તિ એ જ તેમના હૃદયની સ્થાયીવૃત્તિ રહી છે, એમ તરત સમજાય. બ્રહ્મદેશને પ્રવાસ (ઈ. ૧૯૩૧) : કાકાસાહેબની આ પ્રવાસકથાને એનું આકર્ષક પાસું છે. પણ “હિમાલયને પ્રવાસની ભવ્યતા અને સમૃદ્ધિ એમાં નથી. અને એ સહજ સમજાય તેવી વાત છે. બ્રહ્મદેશનો પ્રવાસ તેમણે ઈ. ૧૯૧૫માં કર્યો, અને એની કથા છેક ઈ. ૧૯૨૭માં એટલે કે બારેક વરસ પછી લખવાને પ્રસંગ પડ્યો. એ સમય દરમ્યાન પ્રવાસનાં સંસ્મરણો ઝાંખાં થઈ ચૂક્યાં હોય એ તો દેખીતું છે. પણ અહીં બીજી એક વાત પણ લક્ષમાં લેવા જેવી છે. હિમાલય પ્રત્યે તેમને ઉત્કટ ભક્તિભાવ હતો. એટલે એ પ્રવાસના અનુભો તેમના ચિત્તમાં ઊંડા અંકિત થઈ ચૂક્યા હતા. તેમની આંતરચેતનામાં બરાબર સંગૃહીત રહ્યા હતા. બ્રહ્મદેશની ભૂમિ પર આવા કોઈ ઉત્કટ ભકિતભાવને પ્રશ્ન ખાસ નહોતે. માત્ર આપણા પડોશી રાષ્ટ્ર તરીકે એ ભૂમિનું જીવન અને એની સંસ્કૃતિને ઓળખવાનું કુતૂહલ હતું, ઉત્સુકતા માત્ર હતી. અને, એ રીતે, આ પ્રવાસકથામાં બ્રહ્મી પ્રજાને ઓળખવાની તેમની વૃત્તિ જ મુખ્ય છે. અને એ પ્રજાની રહેણીકરણી, તેમને પહેરવેશ, ઉદ્યોગ, બાંધકામ અને ધર્મ એવી બધી બાબતે સહજ જ તેમની કથામાં વિશેષ સ્થાન લે છે. અલબત્ત, આ સાથે જ હિંદમાંથી વેપારધંધા અર્થે આવી વસેલી હિંદી પ્રજાની પરિસ્થિતિ અને બ્રહ્મી પ્રજા જોડેના તેના સંબંધમાંય તેમને એટલો જ રસ રહ્યો છે. એક સમાજશાસ્ત્રીની વૃત્તિથી તેઓ ત્યાંની સામાજિક-આર્થિક પરિસ્થિતિનું અવલોકન કરી રહે છે. હિંદી વેપારીઓએ બ્રહ્મ મજૂરોનું ભારે રોષણ કર્યું છે, એ જણી તેમનું હૃદય ખિન્ન બની જાય છે. આ કથામાં પ્રકૃતિનાં આકર્ષક દ પણ આલેખાયાં છે જ. કાકાસાહેબની ગદ્યશૈલી આવાં દોને વર્ણનમાં ખૂબ મારી ઊઠે છે. પણ અહીં તેમની નિસબત વિશેષતઃ ત્યાંની માનવપરિસ્થિતિ જોડે રહી છે. એ રીતે તેમના વ્યક્તિત્વનું જરા જુદું પાસું એમાં ઊપસે છે, એટલું જ, ઉગમણે દેશ (ઈ. ૧૯૫૮) : કાકાસાહેબે આ ગ્રંથમાં પોતાના બે વારના જાપાનના પ્રવાસેની કથા રજૂ કરી છે. પહેલી વાર ઈ. ૧૯૫૪ના એપ્રિલ માસમાં ગાંધીજીના એક જાપાનીઝ અનુયાયી શ્રી ગુરુજી નિચિદાસુનું ભાવભર્યું આમંત્રણ સ્વીકારી તેઓ જાપાનમાં મળનારી વિશ્વશાંતિ પરિષદમાં ભાગ લેવા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy