SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૭] કાલેલકર [૩૨૩ છીએ તેનું મૂળ આ હિમાલયમાં જ પડેલું છે. એ પ્રવાસમાં કાકાએ એકેએક તીર્થનું ધામ જોયુ, એકેએક જ્ઞાનનું ધામ જોયું, એકેએક સૌન્દર્યનું સ્થાન જોયું અને દરેક સ્થાનના સંદેશા એમના એ અદ્ભુત મગજમાં સંધરી લીધેા.’૬ તાત્પ કે, ધર્મ જ્ઞાન અને સૌદર્યું. જેમાંથી પ્રગટ થાય છે, તે અંતરની ગંગાત્રીની કાકાસાહેબે આ યાત્રામાં આળખ કરી. આ જ ‘ગંગાત્રી'માં પ્રાચીન આર્યધર્મ અને સંસ્કૃતિના મૂળ સ્રોત તેમણે પ્રત્યક્ષ કર્યો. તા નવા યુગની અસ્મિતાના ઉદય પણ તેમણે એમાં જ જોયા. આવા પ્રેરણાસ્રોતનું વર્ણન તે સ્થૂળ ‘શબ્દચિત્ર’ રૂપ નિહ, તેમના હૃદયના રંગેાથી રંગાયેલુ` એ એક ‘પ્રેમચિત્ર’ બની રહ્યું. હિમાલયનું પ્રાકૃતિક સૌંદર્ય અદ્ભુત છે, દિવ્યતાની ઝાંખી કરાવે તેવું લેાકેાત્તર છે. એટલે કાકાસાહેબ જેવા પ્રકૃતિપ્રેમીને આવા પ્રસંગ આત્માના ઉડ્ડયનમાં પ્રેરે એમ સહજ બનવાનું. આથી હિમાલયની યાત્રામાં એક પછી એક જે દૃશ્યપટા ખૂલે છે, તેની કથા મેાહક બની રહે છે. હિમાલયનાં યુગયુગજૂનાં શિખર, તેની બરફાઈ ટાય અને ઢાળાવ, તેજછાયામાં રચાતી અવનવી રંગીન ઝાંય, ઉપર વલસતુ નીલવર્ણ. આકાશ, તળેટી અને ખીણેામાં મેકરેલી અડાખીડ વનસ્પતિ, એકલ પગદ’ડીએ — આ પ્રવાસકથામાં મુખ્ય દૃશ્યપટ રચે છે. એવી પ્રકૃતિની પશ્ચાદ્ભૂમિકા પર સ ંતમહ ́તાની મુલાકાતાના કેટલાક પ્રસંગે આગવી હદ્યતા ધરાવે છે. આ પ્રવાસકથાના વર્ણનમાં પ્રકૃતિના જીવનની નાનીમેાટી બધી જ વિગતા તેમના હૃદયરસમાં ભીંજાઈને રજૂ થઈ દેખાય છે. એમ કહી શકાય કે તેમના અંતરની સ`સ્કારસ...પત્તિને પ્રગટ થવામાં બહારની પ્રકૃતિ તા કેવળ ઉદ્દીપક તત્ત્વ જ રહી છે ! વિવિધ દા અને પ્રસંગાની કથા કહેતાં કાકાસાહેબના વિચાર। લાગણી સ્મૃતિએ અને વિદ્યાકીય સ`સ્કાર – એ બધી જ સંપત્તિ એકરસ બનીને ઊતરી આવી છે. રામાયણુ, મહાભારત, ગીતા, ઉપનિષદ, શાકુંતલ, ઉત્તરરામચરિત જેવા પ્રાચીન સાહિત્યના સંસ્કાર અને સંવેદને તેમની શૈલીમાં અનાયાસ ગૂંથાતાં રહ્યાં છે. એક પ્રકારે ભારતીય સંસ્કારિતાના સૂક્ષ્મ પરિવેશ તેમના પ્રસંગવનમાં વ્યાપી રહેલા દેખાય છે. કાકાસાહેબની સૌમ્ય ઋજુ વિનેવૃત્તિ અહીં પણ ખીલી ઊઠી છે. પ્રવાસમામાં તેમને અનંત ભટ્ટ, પરમહંસ, સિદ્ધા, સ્વામી પ્રજ્ઞાનંદ, શારદાનંદ, ખાખી બાવા અને કાલીકમલી બાબા જેવા કેટલાક સંતમહ તાનેા ભેટા થયા, તે પ્રસ ંગાનાં પાવનકારી સ્મરણા અહીં નોંધાયાં છે. એ દરેકનું વિશિષ્ટ વ્યક્તિચિત્ર કાકાસાહેબે થાડીક પણ માર્મિક રેખામાં આલેખી દીધું છે. અહીં', પ્રસંગેાપાત્ત, હિંદુ ધર્મ અને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy