SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંધીજી [ ૨૯૧ 66 સત્યાગ્રહના સિદ્ધાંતા: સત્યાગ્રહની સિદ્ધાંતચર્ચા પણ ગાંધીજીએ ક્રાઈ ને કાઈ પ્રસંગના સંદર્ભોમાં કરી છે અને એ રીતે તેને નીરસ બનવામાંથી બચાવી લીધી છે. એક સભામાં, હિંદી કામે નબળાના હથિયાર તરીકે પૅસિવ રેઝિસ્ટન્સ’ના આશ્રય લીધા હતા એમ કહેવાયુ. તેના ઉત્તરમાં ગાંધીજીએ પેસિવ રેઝિસ્ટન્સ’ ને સત્યાગ્રહ વચ્ચેના ભેદ સમજાવ્યા કે પૅસિવ રેઝિસ્ટન્સમાં પ્રેમભાવને અવકાશ નથી ત્યારે સત્યાગ્રહમાં વેરભાવને અવકાશ નથી, એટલું જ નહીં, પણ વેરભાવ અધર્મ ગણાય” (પૃ. ૧૦૭). વળી, સત્યાગ્રહમાં જેટલું અહિંસાનું મહત્ત્વ છે તેટલું જ સત્ય માટેના આગ્રહનું મહત્ત્વ છે. સત્યના આગ્રહને કારણે પેાતાના પક્ષની રજૂઆતમાં “અતિશયાક્તિથી પ્રશ્ન હ ંમેશા બચતી રહેતી” એટલું જ નહિ, પેાતાની ખામી પ્રજાને જોવડાવવાના હંમેશા પ્રયત્ન રહેતા. ગારાની દલીલમાં જેટલું વજૂદ હેાય તે તરત સ્વીકારવામાં આવતુ” (પૃ. ૪૪). સત્યાગ્રહી પેાતાને પક્ષે અતિશયાક્તિથી દૂર રહે છે, તેા પ્રતિપક્ષી તરફથી થતી અતિશયોક્તિને ઉદાર ષ્ટિથી જુએ છે. કારણ કે, ગાંધીજી લખે છે, “એ બધું ઇરાદાપૂર્વક નથી અનતુ'' (પૃ. ૪૮). એવી જ ઉદારતાથી તે પ્રતિપક્ષીનું માનસ સમજવા પ્રયત્ન કરે છે; “જે માણસ જેવું માનતા હેાય તેવુ... જ નિખાલસ દિલથી કહે તેમાં તેને દોષ કેમ કાઢી શકાય ?'' (પૃ. ૩૨). હિંદીએ સામેના વિરાધમાં સારામાં સારા ચારિત્રવાન ગારાએ” જે શ્ર્લીલ કરતા તે વિશે ગાંધીજી લખે છે: “એવા સંભવ છે કે આપણે એવી સ્થિતિમાં હાઈએ તા કદાચ આપણે પણ એવી જ દલીલ કરીએ....હું ઇચ્છું છું કે વાંચનાર...જુદી જુદી દૃષ્ટિએને માન આપવાની અને સમજવાની ટેવ પાડે” (પૃ. ૮૭). સન ૧૯૦૮ની સમાધીની પડી ભાંગી ત્યારે ગાંધીજીએ જનરલ સ્મટ્સ ઉપર આકરા પ્રહાર કરેલા અને તેના ઉપર વિશ્વાસભંગના આરાપ મૂકેલેા. પરંતુ સમય જતાં એમની સત્યષ્ટિ વધુ સૂક્ષ્મ બની હતી અને તેથી પુસ્તકમાં એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ લખે છેઃ “એવું તદ્દન સંભવિત છે કે તેની ૧૯૦૮ની હિંદી તરફની વર્તણૂક જ્ઞાનપૂર્વકને વિશ્વાસભગ નહાય” (પૃ. ૧૮૨). પ્ર. ૬] પેાતે પણ દોષને પાત્ર છે એ જ્ઞાન સત્યાગ્રહીને ખીજાના દાષા પ્રત્યે ઉદાર બનાવે છે (પૃ. ૧૩૨), જેટલી દૃઢતાથી સત્યાગ્રહી લડી શકે છે તેટલી જ નમ્રતાથી તે સમાધાની માટે તૈયાર રહે છે (પૃ. ૨૭૨) અને અંતરખળ ઉપર આધાર રાખતા હૈાવાથી તેને વિશ્વાસઘાતના કદી ભય રહેતા નથી અને ગમે તેટલી વાર દગા થાય તે છતાં, વચના ઉપર ભરાસે ન રાખવાનું સ્પષ્ટ કારણ ન હોય ત્યાં લગી ભરાસા રાખે જ” (પૃ. ૩૦૬). સત્યાગ્રહી અભિગમનાં આ લક્ષણા પણ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy