SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ચં. ૪ ગાંધીજીએ લડતની અમુક ઘટનાઓના સંદર્ભમાં સ્પષ્ટ કર્યા છે. સત્ય અને અહિંસા બંનેનું પાલન કરવાનો પ્રયતન સત્યાગ્રહીને ક્યારેક કેવા ધર્મસંકટમાં મૂકે છે એને ખ્યાલ બેઅર લડાઈ વેળા સરકારને મદદ કરવાને પ્રશ્ન ચર્ચા છે તેમાંથી આવે છે અને સત્ય ને અહિંસાના સૂક્ષમ પાલન માટે યોગ્યતા કેળવવા સત્યાગ્રહ પિતાના જીવનમાં જે સાદાઈ, સંયમ ને શિસ્ત કેળવવાનું આવશ્યક છે તેનું વિસ્તૃત વર્ણન તેૉય ફાર્મ વિશેના પ્રકરણમાં મળે છે. આ સર્વ ચર્ચાઓ ને વર્ણને સત્યાગ્રહી જીવનદષ્ટિ ને જીવનરીતિનું એક સ્પષ્ટ કલ્પનાચિત્ર સજે છે જે ગાંધીજીનું દર્શન એક કવિનું દર્શન હેવાની પ્રતીતિ કરાવે છે. ગાંધીજીને આત્મવિકાસ: ગાંધીજીએ “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસ” આત્મકથા રૂપે નથી લખે, છતાં પોતાના આત્મવિકાસની દૃષ્ટિએ પણ એમને એ અનુભવોનું મહત્ત્વ હતું. દક્ષિણ આફિકામાં તેઓ “સ્વાર્થને બદલે સેવાધર્મને પાઠ શીખ્યા (પૃ. ૭૫) અને બીજા બે મહત્વના સિદ્ધાંતે સમજ્યાઃ “એક તે એ કે સેવાધર્મને પ્રધાનપદ આપનારે બ્રહ્મચર્યનું પાલન કરવું જ જોઈએ અને બીજું એ કે સેવાધર્મ કરનારે ગરીબી સદાયને સારુ ધારણ કરવી જોઈએ” (પૃ. ૯૨). તૈોસ્તોય ફાર્મ ઉપર ગાંધીજીએ સેવાધર્મના આદર્શો પ્રથમ વ્યવસ્થિત રીતે અમલમાં મૂક્યા અને એ અઢી વર્ષ તેમને માટે એક સુખદ સ્મૃતિરૂપ બની રહ્યાં. “સ્ટોય ફાર્મમાં”, તેઓ લખે છે, “મારી હિંમત અને શ્રદ્ધા પરાકાષ્ઠાએ પહોંચેલાં હતાં. એ શ્રદ્ધા ને હિંમત કરી આપવા હું ઈશ્વરને વનવી રહ્યો છું” (પૃ. ૨૩૦). આમ જે જીવનસાધનાએ ગાંધીજીને ભારતમાં “મહાત્મા” બનાવ્યા તેને દઢ પાયો દક્ષિણ આફ્રિકામાં નખાયો અને તેથી, ઉપસંહારમાં તેઓ લખે છે: “...જ્યાં મારા પિતાના જીવનનું નિશાન જોઈ શક્યો તે દેશને છોડવાનું મને બહુ દેહ્યલું લાગ્યું અને દિલગીર થયો” (પૃ. ૩૧૧). ૭. “સત્યના પ્રાગે અથવા આત્મકથા ખરેખરી આત્મકથા નહીં; “નવજીવનના તા. ૨૨-૧૧-૧૯૨૫ના અંકમાં દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસને છેલ્લે હપતા છપાયે તે પછી બીજા જ અઠવાડિયાના અંકથી “સત્યના પ્રયોગો અથવા આત્મકથાની પ્રકરણમાળા શરૂ થઈ. તેને છેલ્લે હપતે ૩-૨-૧૯૨૯ના અંકમાં છપાયે. પુસ્તકનું વૈકલ્પિક શીર્ષક “આત્મકથા' છે, પરંતુ હકીકતમાં તે પ્રચલિત પ્રકારની આત્મકથા નથી. ગાંધીજીના વ્યક્તિગત જીવનની અનેક આશાનિરાશાઓ, એમના હદયના આંતરિક સંઘર્ષો, એમનાં બૌદ્ધિક મને મંથને જેના પરિણામે તેઓ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy