SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ • ૨૯૦ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચં. ૪ પિતાને હાથે જ બાંધ્યો. તેની મૂર્તિ ઘણાં હૃદયમંદિરમાં આજે પણ બિરાજે છે અને જ્યાં લગી ભારતવર્ષનું નામ છે ત્યાં લગી દક્ષિણ આફ્રિકાના ઇતિહાસમાં વાલિયામાં તો છે જ” (પૃ. ૨૬૬), મૃત્યુના આરે ઊભેલા હરબતસિંગની દઢતા ભવ્ય હતી. “મેં હરગિજ જેલ નહીં છેડૂગા. મુઝે એક દિન તે મરના હૈ, અસા દિન કહાં સે મેરા મોત યહાં હૈ જાય.” સ્વદેશભક્ત ગાંધીજી લખે છેઃ “મારું માથું આ નિરક્ષર જ્ઞાનીની આગળ નપું” (પૃ. ૨૮૯). પ્રસંગચિત્રો: ભિન્નભિન્ન રંગવાળાં “મનુષ્યપુરનાં ચિત્રોની જેમ ગાંધીજીએ પુસ્તકમાં ઠેકઠેકાણે આપેલાં પ્રસંગચિત્રો ને સંવાદો પણ વાચકનાં કલ્પનાચક્ષુને સતત જાગ્રત રાખે છે. નાતાલની રાજધાની મેરિટ્ઝબર્ગન સ્ટેશને તેમને રેલવે પોલીસના ધક્કા ખાવા પડેલા તે રાત્રિ દરમિયાનની એમની માનસિક સ્થિતિનું વર્ણન, વ્યક્તિના હૃદયમાં કોઈ ગંભીર નિર્ણયની ફુરણાની પ્રક્રિયાનું એક સચેટ ચિત્ર છે, અને ૧૮૯૬ના અંતમાં તેઓ દક્ષિણ આફ્રિકા પાછા ફર્યા ત્યારે ડરબનમાં તેમના ઉપર થયેલા હુમલાનું વર્ણન એક ટૂંકી વાર્તા જેવું બન્યું છે. સામાન્ય માણસને ઘડીભર ગભરાવી મૂકે એવા એ પ્રસંગને વર્ણનમાં ગાંધીજીની વિદત્તિ પણ અહીંતહીં દેખા દઈ જાય છે. સુપરિન્ટેન્ડેન્ટ ઍલેક્ઝાંડર ને ટોળા વચ્ચેના સંવાદમાં (પૃ. ૫૬–૭) વિનોદની જે સૂક્ષમતા દેખાય છે તે ગુજરાતી સાહિત્યમાં બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે. પહેલા ભાગના બાવીસમા પ્રકરણમાં સમાધાની સમજાવવા બોલાવેલી સભામાં ગાંધીજી અને એક પઠાણ વચ્ચે સંવાદ, પરવાના માટે અરજી કરવા ગાંધીજી જઈ રહ્યા હતા ત્યારે મીર આલમે તેમના ઉપર કરેલા હુમલો, ડોક કુટુંબમાં ગાંધીજીની સારવાર, પથારીમાં પડેલા ગાંધીજી પાસે અશ્રુભીની આંખે આંગળીઓની નિશાની લેતા એશિયાટિક ઍફિરાર ચમનીનું વર્ણન, આ સર્વેમાં ગાંધીજીએ ઈતિહાસકથાને પિતાના અનુભવની કથા રૂપે એવી રીતે આલેખી છે કે સત્યાગ્રહમાં રહેલી પ્રેમ ને અહિંસાની ભાવના કેઈ પણ પ્રકારની સિદ્ધાંતચર્ચા વિના એની મેળે ફુટ થઈ જાય છે. પવિત્રતાના રક્ષણ માટે ગાંધીજીએ બે બાળાઓના વાળ કાપી નાખેલા અને ગોખલેએ કૅલનબૅક ને ગાંધીજીને એમની સેવા કરવાનો આગ્રહ માટે ઠપકે આપેલે તે પ્રસંગે તૉ તૉય ફાર્મ વિશેનાં પ્રકરણોને કથાદષ્ટિએ નીરસ બનવામાંથી બચાવી લે છે. સન ૧૯૧૩ના છેલ્લા સત્યાગ્રહ વેળાના જુસ્સાને પણ ગાંધીજીએ બે-ત્રણ પ્રસંગોના અતિટૂંકા વર્ણન દ્વારા સચોટ ચિતાર આપી દીધો છે. આવા અનેક નાનામોટા પ્રસંગે “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઇતિહાસના રસપ્રવાહને વહેતે રાખે છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy