SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૬] ગાંધીજી [૨૮૯ : તેની ભલામણ હિંદીઓની તરફેણમાં આવી અને હિંદીઓની બધી માગણીઓ કબૂલ કરવામાં આવી. આમ, ૧૯૦૬માં થરૂ થયેલી લડત ભરતી-ઓટમાંથી પસાર થતી ૧૯૧૩ના અંત ભાગમાં એક પૂરની જેમ અનવરાધ્ય બની ગઈ અને હિંદી કેમના સંપૂર્ણ વિજયમાં પરિણમી. વ્યક્તિચિત્રો: લડતનાં ભરતી-ઓટની સાથેસાથે ગાંધીજીએ એની સાથે સંકળાયેલી વ્યક્તિઓના ટૂંકાં, પ્રેમભાવ કે અહેભાવભર્યા રેખાચિત્ર દેર્યા છે તે પણ ઇતિહાસકાને એક જિવાયેલી અનુભવકથાનું રૂપ આપવામાં મદદ કરે છે. “ખેતીની બધી આંટીઘૂંટીઓ” જાણનાર ને “ધેટાંની પરીક્ષામાં કુશળ” જનરલ બેથા, જેની “આંખમાંથી જ્યારે જુઓ ત્યારે પ્રેમને ઝરો જ ઝરત હાય” અને જે “વિદુષી હોવા છતાં ઘરનાં વાસણ સુધ્ધાં પોતે જ સાફ કરતી” તે ઑલિવ શ્રાઈનર, જેના ઉપર પ્રેમ હોવાથી દેવતાઓ એને “ભરજુવાનીમાં લઈ ગયા હતા તે, વિના પગારે ગાંધીજીને લંડનમાં કારકુન તરીકે સેવાઓ આપનાર “પરદુઃખભંજન” અંગ્રેજ સિમંસ અને સોળ વર્ષની ઉંમરે ગાંધીજીની ઓફિસમાં ટાઈપિસ્ટ તરીકે જોડાઈ પિતાની કર્તવ્યનિષ્ઠાથી તેમનું હૃદય જીતી લેનાર “પવિત્ર બાળા” કુ. શ્લેશિનનાં રેખાચિત્રો દેશજાતિની સીમાઓ ઓળંગી જ્યાં દેખાય ત્યાં માનવચારિત્રયના ઉમદા ગુણ ઓળખવાની ગાંધીજીની શક્તિની સાક્ષી. પૂરે છે. પરંતુ ગોરા સહાયકમાંથી ગાંધીજીના હૃદયમાં અગ્રસ્થાન ડોક કુટુંબનું હતું અને સન ૧૯૦૮ની સમાધાનીથી ગુસ્સે થયેલા પઠાણ મીર આલમે ગાંધીજી ઉપર હુમલો કર્યો ત્યારે એ કુટુંબે એમને પોતાને ઘેર રાખી તેમની પ્રેમભરી સેવા કરી હતી તેના વર્ણનમાં દરેક વાગ્યે ગાંધીજીના હૃદયને કૃતજ્ઞતાભાવ નીતરે છે. હિંદીઓમાંથી ગાંધીજીના મનનું હરણ કરનાર શેઠ અહમદ મહમદ કાછલિયા, થંબી નાયડુ, સોરાબજી શાપુર અડાજણિયા, શેઠ દાઉદ મહમદ અને તેમને “સ્ફટિકમણિ સમાન” હૃદયને, નાની ઉંમરે ક્ષયથી મૃત્યુ પામતાં તીવ્ર ઈચ્છા છતાં સત્યાગ્રહમાં ભાગ ન લઈ શકનાર “અમૂલ્ય દીકરો” હસન, પારસી રુસ્તમજી, ઈમામ સાહેબ બાવાઝીર, પી. કે. નાયડુ, સત્યાગ્રહમાં મૃત્યુને ભેટનાર યુવકે નાગાપન ને નારાણસામી તથા યુવતી વાલિયામા ને ૭૫ વર્ષને બુઢ્ઢો હરબતસિંગ એ સર્વનાં ગાંધીજીએ પ્રેમભર્યા આદરથી ચિત્રે આપ્યાં છે. સોરાબજી અડાજણિયા માટે તે એક સ્વતંત્ર પ્રકરણ રોકયું છે, અને વાલિયામાં માટે ગાંધીજીના હૃદયમાં ભક્તિ જ ઊભરાય છે. “પણ પથ્થર કે ચૂનાને હેલ બંધાઓ વા ન બંધાઓ, તેઓ લખે છે, “વાલિયામાની સેવાને નાશ નથી. એ સેવાને વ્હેલ તો તેણે ગુ. સા. ૧૯
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy