SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૯ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ શ્ર', ૪ હિંદી કઈ રીતે અને કયા હેતુથી દક્ષિણ આફ્રિકા આવ્યા તે હકીકતા આપ્યા પછી ચોથાથી સાતમા પ્રકરણ સુધીમાં ગાંધીજીએ હિંદી કામની મુસીબતેનું અને ૧૯૦૬ની સાલમાં સત્યાગ્રહના નિર્ણય લેવાયા તે પહેલાં એ મુસીબતે ના નિવારણ માટેના હિંદી કામના બંધારણીય પ્રયાસેાનું વર્ણન કર્યુંં છે. આ ઇતિહાસ એક બાજુથી ગારાઓમાં રંગદ્વેષની મનેવૃત્તિ કેટલી ઊંડી હતી તેને ચિતાર આપે છે, તા ખીજી બાજુથી ગાંધીજીના માનસમાં સત્ય ને અહિંસા માટેને આગ્રહ કેટલા તીવ્ર હતા તેના ખ્યાલ આવે છે, અને સાથે સાથે ૧૯૦૬માં આવનારા સત્યાગ્રહના નિયની ભૂમિકા બાંધે છે; એ બધારણીય પ્રયાસેાની નિષ્ફળતામાંથી ઉદ્ભવેલી હતાશાએ જ હિંદી કામને રજિસ્ટ્રેશન કાયદાના ભંગ કરવા, તટસ્થ નિરીક્ષકને મરણિયા લાગે તેવા, નિણૅય કરવા પ્રેરી હતી. જોહાનિસબર્ગ ના એમ્પાયર થિયેટરમાં મળેલી જે સભામાં એ નિર્ણય લેવાયે તેનું વન, સત્યાગ્રહના ઇતિહાસમાં વારાફરતી આવતાં ઉત્સાહનાં ભરતી-ઓટમાં પહેલી ભરતીનું વર્ણન છે. એકલા દક્ષિણ આફ્રિકાના જ નહીં પણ પાછળથી ભારતના અને તે દ્વારા જગતના ઇતિહાસને મહત્ત્વના વળાંક આપનાર સત્યાગ્રહના શસ્રના ઉદ્ભવતુ ગાંધીજીએ કરેલું આ વર્ણન એમની કથનકળાનુ એક ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ત્રણ પ્રકરણામાં પૅસિવ રેસિસ્ટન્સ ને સત્યાગ્રહ વચ્ચેના ભેદની ચર્ચા તથા ઇંગ્લેંડ ગયેલા ડેપ્યુડેશનના વન પછી સેાળમા પ્રકરણમાં ફરીથી ઉત્સાહનુ પૂર આવે છે, અને ક્રામની પાસે પરવાના કઢાવવા સરકારે કરેલા પ્રયાસેા, પરવાનાની ઑફિસે આગળ પિક્રેટિંગ કરતા સ્વયંસેવકેા, ક્રામમાં પડેલી ફાટફૂટ, ડિસેમ્બર માસમાં પહેલા સત્યાગ્રહી પકડાયા તે પછી આવેલી પકડાપકડી – એ બધાંનું ગાંધીજીએ એક વાર્તાલેખકની કળાથી વર્ણન કર્યું છે. આ પછી સમાધાની, કામમાં વિખવાદ, જનરલ સ્મટ્સે કરેલા વિશ્વાસભંગ, ફરી સત્યાગ્રહ, કામચલાઉ સમાધાન, ગેાખલેની મુલાકાતથી કાયમી સમાધાનની આશા, એ આશાને ભંગ વગેરેમાંથી પસાર થતી કથા ૧૯૧૩ના છેવટના સત્યા ગ્રહ સુધી પહેાંચે છે. એ સત્યાગ્રહની શરૂઆત બહુ ઉત્સાહજનક નહેાતી. પરંતુ આ છેલ્લી લડત શરૂ થઈ તે પહેલાં તાસ્તાયફા ઉપર તાલીમ પામેલી સ્ત્રીઓની એક નાની ટુકડી લડતમાં જોડાઈ અને થાડા જ સમયમાં વાતાવરણ બદલાઈ ગયું. “ દક્ષિણ આફ્રિકાના હિંદી જાગ્યા. તેઓની નિદ્રા ભાગી. તેમાં નવું ચેતન આવ્યું જણાયું.' (પૃ. ૨૬૫). સરકારે ગાંધીજીને પકડચા અને લડતમાં જોડાયેલા ખાણમજૂરા ઉપર દમનના દ્વાર છૂટા મૂકયા. અત્યાચારાના સમાચાર હિંદુસ્તાન પહેાંચ્યા અને “ પરિણામે આખું હિંદુસ્તાન ભડકી ઊઠયું.” (પૂ. ૨૯૨). છેવટે જનરલ સ્મટ્સે નમતું જોખ્યુ, તપાસ કમિશન નિમાયુ,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy