SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ . ૪ રસિક અને રાષ્ટ્રીય મહત્ત્વાકાંક્ષાવાળાં બની રહેતાં. સામાજિક નાટકમાં તેમનાં સ્ત્રી પાત્રે અન્ય પાત્ર કરતાં વધારે તાકાતવાન અને અસરકારક તથા કરૂણ બની રહેતાં. તેમને પૌરાણિક નાટકોના વિષયો જચતા નહિ તેથી “માયા મહેન્દ્ર કે એવાં એકાદબે નાટકે બાદ કરતાં તેમણે મોટા ભાગનાં ઐતિહાસિક વ્યક્તિઓનાં વ્યક્તિત્વવાળાં નાટક લખ્યાં છે. જેવાં કે “રા'માંડલિક”, “શંભાજી', “શાહજી', રણકેસરી', “સેરઠી સિંહ”, “ને પેલિયન', “સમુદ્રગુપ્ત', “અહલ્યાબાઈ', “મહાદજી સિંદે' વગેરે. બેતબાજી દ્વારા ઐતિહાસિક નાટકની પ્રખર પરાકાષ્ઠાઓની જીવલેણ ગરમી તેઓ વ્યક્ત કરી શક્યા હતા, અને જ્યારે એવા વાર્તાલાપ બેલાતા ત્યારે તદ્દન અવાસ્તવિક રીતે અને નાટયધમી રીતે બોલાયેલા એ વાર્તાલાપ ઘણું આકર્ષક અને ચેતનવંતા લાગતા. તેમનાં સામાજિક નાટકોમાં “સંસારલીલા', “કેની મહત્તા”, “સર વસંતકુમાર, ‘કુલીન કન્યા', “શ્રીમંતલીલા', “સજજન કેણ?”, “વારસદાર’, ‘અધિકારી વગેરે ઘણાં આકર્ષક બની રહેલાં નાટકે છે અને ધનિકેને દંભ, સ્ત્રીઓની તથા નીચલા થરના લોકેની નબળાઈઓ, કારકુન, વેપારી અને મધ્યમવર્ગીય માણસની બેહાલ થતી જતી પરિસ્થિતિ વિશે તેમણે ઘણી અસરકારક શૈલીમાં આલેખન કર્યું છે. તેમનાં અન્ય નાટકે “દગાબાજ દસ્ત”, “રૂઢિબંધન', “સળગતો સંસાર', વિલાસપંથે', “સરજનહાર’, ‘દિલનાં દાન”, “જાગીરદાર', “વીરનાં વેર', “વીર રમણ”, “ન્યાયી નરેશ”, “સુખી સંસાર”, “લક્ષ્મીને લેભે, “અમર આશા', સૌભાગ્યવાન', હૈયાનાં હેત', ‘હિંદ માતા”, “સાચે સજજન”, “ગરીબ કન્યા', પતિના વાંકે', “હીપ ખુમાણ”, “અધૂરો સંસાર”, “સ્નેહસુધા', “સતી ઉજળી', બાજીરાવ પેશ્વા), બંગાળને નવાબ, રણસંગ્રામ', “રૂપકુમારી', “લોહીની અસર વગેરે છે. | ‘પાગલ’ની શિલી પર તથા વિષયની પસંદગી પર મરાઠી અને ઉર્દૂની સ્પષ્ટ અસર હતી તે નેધપાત્ર છે. રઘુનાથ બ્રહ્મભટ્ટ રસકવિર (૧૮૯૨ ): “રસકવિના હુલામણા નામે વિખ્યાત બન્યા. તેમનાં શૃંગારરસનાં કાવ્યો કવિ ન્હાનાલાલનાં ગીતાની છાયાવાળા શંગારરસના તવે સભર, રચાયાં અને ગવાયાં તેમ જ કેટલાંક ગીત તે જાણે લેકગીત હોય તેવી રીતે પ્રખ્યાત બની રહ્યાં. કવિનાં નાટકે પૌરાણિક વિષયે .: • 1.1 નાટયકાર તરીકે તેમને વાળા સારી રીતે માગી લે છે. તેમનાં કેટલાંક નાટકે તેમનાં ગીતના પ્રભાવમાં જ પ્રકાશી ઊઠે છે. કવિનું ભારતીય દર્શનેનું જ્ઞાન પણ તેમની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy