SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખક-૧ [૨૫૧. ઉક્તિઓમાં સ્પષ્ટ તરી આવે છે. તેમણે પસંદ કરેલા વિષયોમાં પૌરાણિક અને ઐતિહાસિક તત્ત્વ ગંભીર અને પ્રૌઢ આલેખનવાળાં દેખાય છે. નાટકે તેમણે સાદી પણ છીછરી ન બનેલી ગુજરાતી ભાષામાં લખ્યાં છે, એ કવિનાં નાટકોનું ખાસ લક્ષણ છે. કવિનાં પિતાનાં નાટકમાં “બુદ્ધદેવ', “ગીઋષિ”, “અજાતશત્રુ, “ભાવિ. પ્રાબલ્ય', “અશેક”, “સરસ્વતીચંદ્ર', “નવીન યુગ”, “સૂર્યકુમારી', “ઉષાકુમારી'. “અનારકલી', “ક્ષત્રવિજય”, “લક્ષ્મીનારાયણ, “સ્નેહમુદ્રા', “પ્રેમવિજય' વગેરે નાટકની શ્રેણીમાં “શૃંગી ઋષિ”, “અજાતશત્રુ, “સ્નેહમુદ્રા” ઘણાં પ્રખ્યાત બન્યાં હતાં. રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા પ્રગટ થઈ છે. તે ઉપરાંત સાહિત્યકાર તરીકે તેમના લેખે અખંડાનંદ' જેવા સામયિકમાં વારંવાર પ્રગટ થયા કરે છે. એક નોંધપાત્ર વાત એ છે કે કવિનાં પૌરાણિક કે ઐતિહાસિક નાટકમાં હાસ્ય અને ફારસનાં દશ્યો ખાસ અકર્ષણ જમાવી શકતાં ન હતાં. કવિ પિતે ગંભીર પ્રૌઢ શૈલીના આલેખનકાર છે. “સ્મરણમંજરી' (૧૯૫૫)માં એમણે રંગભૂમિનાં ઈ. ૧૯૧૦થી ૪૦ સુધીનાં સ્મરણે આલેખ્યાં છે. • આલેખ્યાં છે. કવિ પ્રભુલાલ દયારામ દ્વિવેદી (૧૮૮૨–૧૯૬૨) : એમની રચનાઓ પર મૂળશંકરભાઈની શૈલીની છાપ વરતાય છે. નાનાં નાનાં વાક્યો નટો માટે સુગમ, પ્રેક્ષકો માટે મનોરંજક બને તેવાં, સરલ અને રસપ્રદ કથાવસ્તુગૂંથણુંવાળાં નાટકે – લાગણીપ્રધાન ખરાં પણ નીતિમત્તા તથા ઉચ્ચ વિચારે અને શુદ્ધ વ્યવહારનાં પાત્રો રચનાર કવિ. ગીતે ક૯પનાશીલ તથા કાવ્યતત્ત્વવાળાં પણ ખરાં, સામાજિક વિષયમાં કુટુંબકથાઓનાં નાટકે રચનાર કવિ. કવિ પ્રભુલાલ દ્વિવેદીની વાંચવી ગમે તેવી આત્મકથા પ્રગટ થઈ છે. એ તેમના નાટયજીવનના અનેક પ્રસંગોને તથા તેમનાં નાટકે કેવા કેવા સંજોગોમાં આકારિત થયાં તે બતાવે છે. કવિ પ્રભુલાલ વ્યવસાયી રંગભૂમિમાં જોડાયા અને વ્યયસાયી રંગભૂમિ પર નાટયલેખકોની જે સપર્ધા ચાલતી હતી તેમાં તેમને પણ પુરુષાર્થ કરી ટકવું પડયું હતું. એક્ર બાજુએ નાટકમંડળીઓના માલિકની આવશ્યકતાઓને પિષવી, પ્રેક્ષકાની આદતોને પોષવી, ને પોતાના પક્ષે. નવા નવા નાટ્યક્ષમ વિષયો શેાધી તેમાંથી નાટક સર્જવાં – આવા ત્રણ અગત્યના પ્રશ્નો તેમની સામે હતા. તેનું પ્રતિબિંબ નાટકના વિષયની પસંદગીમાં પડે છે. વાઘજી ઓઝા વગેરે લેખકોની પ્રણાલીમાં એમણે ધાર્મિક તથા પૌરાણિક સ્થિી શરૂઆત કરી અને છેક વિદ્યાવારિધિ ભારવિ” લખાયું ત્યાં સુધી એ
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy