SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૪૯ વિભાકર પણુ તેમના જમાનાથી પચાસ ડગલાં આગળ ગણાતા. બૅરિસ્ટર થઈ ઇંગ્લેંડથી પાછા ફરી તેમણે રંગભૂમિમાં કામ શરૂ કર્યું, અને નવા જમાનાને અનુરૂપ ઔદ્યોગિક વસાહતામાં વિકસેલ કામદાર ચળવળનાં તત્ત્વને લઈ નાટકા લખ્યાં. તેમનાં નાટકામાં નિકાને દંભ ખુલ્લેા પાડવામાં આવતા, અને પ્રગતિશીલ કેળવણીના પ્રશ્નને તથા રાષ્ટ્રીય લડતની ભાવનાઓને પુષ્ટિ મળતી. તેમનાં નાટકામાં ઘણાં જ પ્રસિદ્ધ થયેલાં એવાં ‘સ્નેહસરિતા’ (૧૯૧૫), ‘સુધાચંદ્ર' (૧૯૧૬), મધુબંસરી', ‘મેઘમાલિની' (૧૯૧૮)′ ‘અબજોનાં વંદન' (૧૯૨૨) સામાજિક નાટકા હતાં અને તે સમાજના નવેદિત જુવાનવર્ગની પ્રવૃત્તિને પ્રેરણાત્મક બની રહે તેવાં હતાં. પૌરાણિક વિષયામાં સિદ્ધાર્થ બુદ્ધ' (૧૯૧૪) લખી ચીલાચાલુ રંગભૂમિથી જુદા પડી પૌરાણિક વિષયની નવી છણાવટ બતાવી હતી. રંગભૂમિની સુધારણા માટે સીનસીતેરીના ઠઠારા દૂર કરાવવા તથા કૃત્રિમ ખેતબાજીની જગ્યાએ સ્વાભાવિક જીવનના વાર્તાલાપે ગૂથવા તેમણે સજગ પ્રયત્ન કર્યાં હતા. પરંતુ ચીલાચાલુ રંગભૂમિનુ પ્રમાણુ એટલુ બધુ` માટું અને વિસ્તૃત હતુ કે તેમાં વિભાકરના પ્રયત્ન તથા પુરુષાર્થની કદર ન થઈ. ‘નિપુણ્યદ્ર’ નામની નવલકથા પણ એમણે લખી હતી એવું ન્હાનાલાલે નેાંધ્યુ છે. મણિલાલ ત્રિભુવન ત્રિવેદી ‘પાગલ’ (૧૮૮૯-૧૯૬૬): રંગભૂમિ પર કવિ ‘પાગલ’ નામે પ્રસિદ્ધ થઈ, ૧૨૫થી વધારે નાટકા લખી, લગભગ વીસેક વર્ષ સુધી દરેક મેટા નગરમાં એકસાથે બેત્રણ નાટકમંડળીએ જેનાં નાટકા ભજવતી હેાય અને જે નાટકાને ધૂમ પૈસા અને ભરપૂર પ્રેક્ષકા મળતા હેાય તેવું એક જ નામ તે કવિ ‘પાગલ'. તેમના વિશે અનેક દંતકથાઓ પ્રચલિત થયેલી છે. એક જ વિષય એક નાટકમાં એક રીતે લખી બતાવે અને એ જ વિષયનું ખીજુ` ઉપેક્ષિત પાસું લઈ ખીજું એક નવું નાટક રચી બતાવે અને બંને નાટકો એકસાથે પ્રેક્ષકા ઝીલી લે એવા માર્મિક ઇતિહાસ કવિ પાગલના છે. એકવીસબાવીસ દક્ષ્ચાવાળાં ત્રિઅંકી નાટકા તથા જુદાંજુદાં સેટિંગ્સ અને ગાયનેાનાં મનેારંજક તત્ત્વાવાળું નાટક તેએ આલેખતા. રજવાડી નાટક હેાય કે સામાજિક નાટક હાય, તેમનાં પાત્રામાં સમગ્ર સમાજનું પ્રતિબિંબ પડતું. દરેક દૃશ્યમાં ચેાાતી દૃશ્યવાર પરાકાષ્ઠા વખતે કવિ પાગલ ખેતબાનેા સુંદર ઉપયેગ -: નિતિપ્રેતરૂં આદાનપ્રદાન ચડતીઊતરતી કરતા હતા, * ભાંજણીની જેમ ઘણી કુશળતાપૂર્વક તેઓ રચી શકતાં. ઐતિહાસિક નાટકામાં તેમનાં પાત્રા શૂરવીર, ઉદાર, હૃદયંગમ બને તેવાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy