SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ શ્ર', ૪ વિવેચનલેખાના સંગ્રહે। મળ્યા છે. મુખ્યત્વે વિદ્યાથી આને કેન્દ્રમાં રાખીને લખાયેલા આ લેખેામાં ઊંડાણુ કરતાં વિશદતા વધારે છે. વિવેચક તરીકે તાટસ્થ્ય અને નિભીકતા એમનાં આગળ તરી આવતાં લક્ષણા છે. એમણે વિવેચનલેખા ઉપરાંત હળવા નિબંધા પણ લખ્યા છે, જે શ્રુતકીનાં પુષ્પા' (૧૯૩૯) અને ‘પરિહાસ’ (૧૯૪૫) નામક ગ્રંથામાં પ્રસિદ્ધ થયા છે. સામાજિક, ધાર્મિક, રાજકીય, સાહિત્યિક – એમ વિવિધ ક્ષેત્રાની ઊણપાને પેાતાના વિનાદનું ભાજન બનાવી તેઓ સુબહુ લલિત નિબંધ) આપી શકયા છે. કારાવાસની કહાણી'(૧૯૨૧)માં એમણે બંગાળી પુસ્તકને આધારે રાજકીય વિષયને સુવાચ્ય રીતે રજૂ કર્યાં છે; તા “બેટાદકરનાં કાવ્યેા' (૧૯૨૩) અને ‘જયંતી વ્યાખ્યાના' તેમ જ અનંતરાય મ. રાવળ સાથે કરેલા ‘બુદ્ધિપ્રકાશ લેખસ'ગ્રહ' ભાગ ૧-૨ એમનાં સૂઝપૂર્વકનાં સંપાદના છે. ‘કલાપી'(૧૯૪૪)માં એમણે કવિ કલાપીનું શ્રદ્ધેય અને સક્ષિપ્ત ચરિત્ર આપ્યું છે. ‘શામળનુ` વાર્તાસાહિત્ય’ (૧૯૪૮) એમણે ૧૯૪૪માં આપેલુ વ્યાખ્યાન છે. નવલરામે એક સમભાવી, પૂર્વગ્રહમુક્ત, નીડર વિવેચક તથા હળવી શૈલીના સર્જનાત્મક નિષ્ઠ ધના લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં સ્મરણીય ફાળા આપ્યા છે. તેમણે ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી તરીકે પણ સેવા આપી હતી. (ધી.) બ્યામેશચન્ જનાર્દન પાkÐ (૧૮૯૫–૧૯૩૫) : વ્યામેશચન્દ્ર પાઠકજી ઍરિસ્ટર હતા અને સંગીત, સંસ્કૃત સાહિત્ય, ભાષાશાસ્ત્ર અને ધર્મશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. સાહિત્યલેખન કરતાં વિવિધ સાહિત્યપ્રવૃત્તિ તરફ એમને ખિરોષ અભિરુચિ હતી. અતિસુખશંકર ત્રિવેદી સાથે ‘કાવ્યસાહિત્યમીમાંસા' નામના ગ્રંથ રચ્યા હતા. મેાહનલાલ પાર્વતીશંકર દવે સાથે એમણે ‘ગદ્યકુસુમ’નું સંપાદન કર્યું... ગદ્યકૃતિ વિષે કરેલું એમનું વિવેચન નોંધપાત્ર છે. ‘બુદ્ધિસ્ટ ઇન્ડિયા' અને ‘ગાયટેનાં જીવનસૂત્રેા' નામના બે અનુવાદો એમણે કર્યા હતા. એમનું ગદ્ય વિનેાદી અને શૈલીની ભિન્ન ભિન્ન છટાને કારણે આકર્ષક છે. તેઓ સારા વક્તા હતા. તેની અસર પણુ એમના ગદ્ય પર વરતાય છે. જીવતી જુલિયટ' (૧૯૨૬) નામનુ એમનું નાટક સાહિત્યદષ્ટિએ મધ્યમ કક્ષાનું હેાવા છતાં ઠીકઠીક લેાકપ્રિય થયું હતું. (ભૂ.) રત્નર્માણરાવ ભીમરાવ જોટે (૧૮૯૫-૧૯૫૫) : મૂળ અમદાવાદના સાઢાદરા નાગર બ્રાહ્મણુ રત્નમણિરાવ ભીમરાવ જોટને જન્મ ભુજ ખાતે ૧૮૯૫ના આકટાબરની ૧૯મીએ થયા હતા. પ્રાથમિક, માધ્યમિક અને કાલેજશિક્ષણ અમદાવાદમાં પૂ રું કરી તેમણે સંસ્કૃત અને અંગ્રેજી વિષય લઈ ૧૯૧૯માં બી.એ.ની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy