SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકે-૧ [૨૩૩ ઉપાધિ પ્રાપ્ત કરી હતી. વ્યવસાયે કાપડઉદ્યોગમાં પડ્યા હોવા છતાંય ગુજરાતની સંસ્કૃતિ અને ઈતિહાસનું એમનું અધ્યયન અનવરુદ્ધ રહ્યું હતું. એમના આ અધ્યયનના સુફળરૂપે એમની પાસેથી આપણને “ગુજરાતનું વહાણવટું” (૧૯૨૭), ગુજરાતનું પાટનગરઃ અમદાવાદ' (૧૯૨૮), “ખંભાતનો ઈતિહાસ' (૧૯૩૫), ગુજરાતનો સાંસ્કૃતિક ઈતિહાસ ભાગ ૧ થી ૪ (૧૯૪૫–૧૯૫૯), સોમનાથ (૧૯૪૯) જેવા શ્રદ્ધેય અને શાસ્ત્રીય પદ્ધતિએ લખાયેલા ગ્રંથો મળ્યા છે. ઈ. ૧૯૩૩ને રણજિતરામ સુવર્ણચન્દ્રક એમને એનાયત થયો હતો. (ધી.) મંજુલાલ રણછોડલાલ મજમુદાર (૧૮૯૭) એમને જન્મ ૧૮૯૭ના સપ્ટેમ્બરની ૧૯મીએ પેટલાદમાં વડનગરા નાગર ગૃહસ્થ પરિવારમાં થયો હતે. ૧૯૧૮માં બી.એ. અને ૧૯૨૧માં એલએલ.બી. થઈ વડોદરા રાજ્યની વરિષ્ઠ અદાલતમાં વકીલાત શરૂ કર્યા પછી સાહિત્ય અને શિક્ષણપ્રીતિને કારણે તરત એ છોડી દઈ વિદ્યાધિકારીની કચેરીમાં જોડાયા હતા. ગુજરાતની બ્રિટિશ અમલ પહેલાંની સંસ્કૃતિ' એ વિષય પર અંગ્રેજીમાં દીર્ઘ નિબંધ લખી ૧૯૨૯માં એમણે એમ.એ.ની અને ત્યાર બાદ પીએચ.ડી.ની ઉપાધિઓ પ્રાપ્ત કરી હતી. વડોદરા રાજ્યના ભાષાંતર ખાતામાં અધિકારી રહ્યા બાદ છેક નિવૃત્તિ પર્યત વડોદરા કૅલેજમાં ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા. પ્રાચીન ગુજરાતી સાહિત્યનું સંશોધન અને સંપાદન એમના શેખને વિષય રહ્યો છે. આ દિશામાં એમનો તલસ્પર્શી અભ્યાસ અને ઊંડી સૂઝનાં દર્શન થયા વગર રહેશે નહિ. આ પ્રકારના સંશોધન સંપાદનમાં એમણે શાસ્ત્રીય અને તુલનાત્મક અભિગમ અપનાવ્યું છે. એમનાં આ પ્રકારનાં સંપાદનમાં આવે છે પ્રેમાનંદ તથા અન્ય કવિઓનાં “સુદામાચરિત્ર' (૧૯૨૨), “પ્રેમાનંદકૃત રણયજ્ઞ તથા વજિયાત રણજગ' (૧૯૨૫), “તાપીદાસકૃત અભિમન્યુ આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય' (૧૯૨ ૬), લેકવાર્તાનું સાહિત્ય' (૧૯૨૭), “કાવ્યનવનીત ને નળાખ્યાન' (૧૯૨૭), પંચદંડ ને બીજાં કાવ્યો' (૧૯૨૯). આ ઉપરાંત ભીમકૃત “સદયવત્સકથા” અને ગણપતિકૃત ‘માધવકામકંદલાનાં એમનાં સંપાદને પણ ઉલ્લેખપાત્ર છે. રામાયણનું રહસ્ય' (૧૯૩૦), મીરાંબાઈ : એક મનને (૧૯૬૧) અને ગુજરાતી મધ્યકાલીન તથા વર્તમાન પદ્યાત્મક સાહિત્યસ્વરૂપોને પરિચય કરાવતું “ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો' (૧૯૫૪) પણ એમની નોંધપાત્ર કૃતિઓ છે. તિલોત્તમા' (૧૯૨૬) નામે એક અપ્સરાસૃષ્ટિની વાર્તા પણ એમણે લખી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓમાં એમણે પિતાના બહાળા પ્રદાનથી આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઈ. ૧૯૬૮ને રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયો હતો. (વી.)
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy