SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય ગદ્યલેખકે-૧ " [ ર૩૧ ઈગ્લેન્ડની સંસ્કારયાત્રા' (૧૯૫૭) ઉપરાંત “પથિકની સંસ્કારયાત્રાઓ” (૧૮૬૪) વ. એમની પ્રવાસકૃતિઓ છે, તે “પત્રસંચય' (૧૯૬૪) અને પુરાણીના પત્રા” વ.માં એમના વિવિધ વિષયોની ચર્ચા કરતા તત્વદ્યોતક પત્રો સંઘરાયા છે. એમના કેટલાક પત્રો તો નિબંધ જેવા જ છે, અને એમાં લેખકના વ્યક્તિત્વના પ્રવેશને કારણે એ આકર્ષક બન્યા છે. આપણે નિબંધ તેમ જ પત્રસાહિત્યને અંબુભાઈએ સમૃદ્ધ કર્યું છે. શ્રી અરવિંદના મહાકાવ્ય “સાવિત્રીનાં કેટલાંક પર્વોને, સાવિત્રીગુંજન ૧ (૧૯૬૪) અને રમાં, મૂળનાં દર્શન-ચિંતન અને કથા-સારનિરૂપણ સમેત, ધીરગંભીર ગદ્યમાં રજૂ કરવામાં આવ્યાં છે. ઘણાં વર્ષો પહેલાં એમણે “પૂર્ણ ગ”(૧૯૨૨, '૨૬)ના વિવિધ ખંડે દ્વારા એ વિષયને અભ્યાસ આપણને સુલભ કરી આપ્યો હતો. “દર્પણના ટુકડા”, “ઉપનિષદની વાત', શ્રી અરવિંદનું કાવ્યદર્શન' વ. એમની અન્ય કૃતિઓ છે. રતિલાલ મોહનલાલ ત્રિવેદી (૧૮૯૪–૧૯૫૬) : રતિલાલ મેહનલાલ ત્રિવેદીને જન્મ ૧૮૯૪ના માર્ચની ૨૪મી તારીખે સૌરાષ્ટ્રમાં રાણપુરમાં શ્રીમાળી બ્રાહ્મણ જ્ઞાતિમાં થયેલો. બી.એ. થઈ અમદાવાદમાં અંબાલાલ સારાભાઈને ત્યાં વર્ષો સુધી કુટુંબશિક્ષકની કામગીરી બજાવ્યા બાદ તેઓ ૧૯૩૯થી ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલના સંચાલક બનેલા. શિક્ષણ સાથે સાહિત્યમાં પણ એમને ઊંડો રસ હતો. સાહિત્યના અભ્યાસ સાથે તેમણે જે સર્જન કર્યું તે “હિંદનાં વિદ્યાપીઠ (૧૯૩૨), સ્મૃતિ અને દર્શન' (૧૯૩૮), “વાલમીકિનું આર્ષદર્શન”, “આચાર્ય આનંદશંકરભાઈ' (૧૯૪૮) અને “થોડાંક અર્થદર્શનો' (૧૯૪૯) જેવા ગ્રંથ રૂપે પ્રાપ્ત થયું છે. ઝલકદાર શૈલી અને નવીન ચિંતનથી એમના નિબંધો રોચક બન્યા છે. સંસ્કૃત અને અંગ્રેજીને એમને ઊંડો અભ્યાસ એમના પ્રવાસ અને પ્રકૃતિવિષયક નિબંધામાંનાં અવતરણોમાં અછત રહેતો નથી. એમણે સંખ્યામાં વિપુલ નહિ પરંતુ નિરૂપણનાવીન્ય અને આકારસૌષ્ઠવથી ઓપતા થડા સંતર્પક નિબંધ આપી આપણુ નિબંધસાહિત્યમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો છે. (ધી.) નવલરામ જગન્નાથ ત્રિવેદી (૧૮૯૫–૧૯૪૪) : ઈ. ૧૮૯૫ના ઑકટોબરની ૧૧મી તારીખે ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિમાં વઢવાણમાં જન્મેલા નવલરામ ત્રિવેદીએ ૧૯૨૦માં બી.એ. થઈ અમદાવાદના લાલશંકર ઉમિયાશંકર મહિલા વિદ્યાલયમાં અધ્યાપકની નેકરી સ્વીકારી નેકરી કરતાં કરતાં જ ૧૯ર ક્રમાં એમ.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. અધ્યાપન અને અધ્યયન એ એમના રસની મુખ્ય પ્રવૃત્તિઓ હતી. એમના અધ્યાપનના ફળરૂપે આપણને કેટલાંક વિવેચનો' (૧૯૩૪), “નવાં વિવેચન' (૧૯૪૧) અને “શેષ વિવેચન' (૧૯૪૭) નામક
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy