SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૫] અન્ય ગદ્યલેખકો-૧ [ ૨૧૫ વલભીપુરના વિનાશ' (૧૯૧૮), ‘દિલ્હીની સુલતાના—રઝિયા બેગમ’ (૧૯૧૪), ‘કુસુમ કંટક અથવા રમણી કે રાક્ષસી', ‘વિલાયતી વિલાસમાં ફેશનબાઈ', ‘ચુડેલને વાંસેા' જેવી સામાજિક નવલકથાઓ પણ એમણે લખી. ‘માધવકેતુ' (૧૯૨૭) નામનું નાટક, કૃષ્ણભક્ત ખેાડાણાનાં પદોનું સંપાદન, આનંદાશ્રમ’ના અનુવાદ ઇત્યાદિ ગ્રંરચના એમણે કરી. ધર્મ, તત્ત્વજ્ઞાન વિષે લેખા પણ એમણે લખ્યા હતા. ગુજરાતના વૅલ્ટર સ્કીટનું બિરુદ પામેલા નારાયણ વિસનજી ઠક્કુર સંખ્યાની વિપુલતા અને લેાકપ્રિયતાથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સ્થાનના અધિકારી બને છે. ગુણવત્તા, સર્જકતા કે કલાત્મકતા એમનું જમાપાસું નથી. નાટયક્ષેત્રે પણ ખારેક કૃતિઓ એમણે લખી છે એમાં ‘માલવકેતુ', ‘માયામેાહિની’, ‘ગર્વ ખ‘ડન’, ‘દગાબાજ', ‘મેધારી તલવાર' જેવાં નાટકા રંગભૂમિ પર ઠીકઠીક ચાલ્યાં હતાં. એમાં શેકસપિયર પરથી કેટલાંક રચાયેલાં હતાં. ત્રીજા ગ્રંથમાં (પૃ. ૧૫૨) એમના કાવ્યસંગ્રહ 'કાવ્યકુસુમાકર'ને નિર્દેશ થયા છે. (એમના ગ્રંથાની યાદી માટે જુએ ગ્રંથ અને ગ્રંથકાર', ભાગ ૯.) (ભૂ.) માધવરાવ બા. દિવેટિયા (૧૮૭૮–૧૯૨૬)એ ‘જ્ગ્યાતિપુંજ', 'વૈતભાનુ’ આદિ નવલકથાઓ લખી છે. પુરુષાત્તમ વિશ્રામ માવજી (૧૮૭૯-૧૯૨૯) પ્રાચીન ઈતિહાસના અભ્યાસી હતા અને પ્રાચીન ઐતિહાસિક અને કલાત્મક સામગ્રીના સમૃદ્ધ સંગ્રહ એમણે એકઠા કર્યાં હતા. એમણે ‘સુરસાગરની સુંદરી' (૧૯૦૪), ‘શિવાજીના વાઘનખ’ (૧૯૦૬) જેવી નવલકથાઓ આપી છે. ‘રાજપુતાનાનાં દેશી રાજ્યેા' (૧૮૯૮), ‘રણવીરસિંહ', ‘ચાર સન્યાસી' વગેરે અઢારેક કૃતિએ એમણે લખી છે. ‘સુવર્ણમાળા' નામનું સામયિક ચિત્રપ્રકાશન એમણે પ્રગટ કર્યું. હતું. રાજેન્દ્ર સા. દલાલ(૧૮૮૩)એ ‘વિપિન’ અને માગલસરૂંધ્યા' નામની નવલકથા આપી છે. ધનશંકર હી. ત્રિપાઠી(૧૮૮૯)એ ‘અનુપમ ઉષા' (મૌલિક), રૂપેરી રાજહંસ' વગેરે (ડિટિવ) નવલકથા ઉપરાંત ‘ચેાખેરવાલી' (ટાગાર) અને થ્રી મસ્કેટિયર્સ'(ડચ્મા)ના અનુવાદો, ‘સ્વદેશ’ (નિબંધ) તેમ જ ‘સુમનસંચય’ (કાવ્ય) વગેરે કૃતિઓ રચી છે. સત્યેન્દ્રપ્રસાદ સાં. મહેતા (૧૮૯૨)ની ‘કુમુદૃકુમારી', ‘કૈલાસકુમારી', ‘કુસુમકાન્ત' આદિ નવલકથાઓ પ્રગટ થઈ છે. જગજીવન મા. કાઠારી (૧૮૯૬) પાસેથી ‘ગુજરાતનું ગૌરવ' નામની ઐતિહાસિક નવલકથા, તા સાકરલાલ મ. કાપડિયા (૧૮૯૭) પાસેથી ‘લાહીના વેપાર’, ‘ધીખતા જ્વાલામુખી’ જેવી કૃતિઓ પ્રાપ્ત થઈ છે. ગેાપાળરાવ ગજાનન વિાંસે (૧૮૯૬-૧૯૮૦) મરાઠીમાંથી ખાંડેકરની ‘ક્રૌંચવધ', ‘ઉલ્કા’, ‘સુલભા’' વગેરે અનેક તેમ જ અન્ય લેખાની કૃતિઓને સરળ પ્રવાહી ગુજરાતીમાં અનુવાદિત કરી છે. વીર સાવરકર, કાકાસાહેબ ગાડગીલ, વિભાવરી શિરુરકર, શ્રી. ના. પેંડસે, અરવિંદ ગાખલે,
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy