SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [ચ ૪ (૧૮૩૫–૧૯૦૫), ઈચ્છારામ સૂ. દેસાઈ (૧૮૫૩-૧૯૧૨) વગેરેથી આરભાયેલી ઐતિહાસિક નવલકથા-લેખનની પ્રવૃત્તિ નારાયણ વિસનજી ઠક્કરની કૃતિઓ દ્વારા વિશિષ્ટ અને વિપુલ રૂપ ધારણ કરે છે. અતિહાસિક નવલકથા `કેવી હેાવી જોઇએ અને કેવી ન હેાવી જોઈએ તે એમની નવલકથાઓ દ્વારા ગુજરાતી વાચકા અને વિવેચને સમજવાની તક મળે છે. ઐતિહાસિક નવલકથાનું આકર્ષણ ઈતિહાસ નહિ પરંતુ એમાં નિરૂપાતું પરાક્રમી, રામાંચક કે ઘટનાભરપૂર માનવજીવન છે એ સમજાવા માંડયું. પ્રજાબંધુ', ‘ગુજરાતી પંચ' જેવાં અઠવાડિકા ભેટપુસ્તક તરીકે અતિહાસિક નવલકથાએ આપવાની પરંપરા શરૂ કરે છે એ કારણે નવલકથાલેખન વિપુલ પ્રમાણમાં થયું. સામાજિક વિષયામાં વૈવિધ્ય, નવીનતા, વાસ્તવિકતા ને અદ્ભુત કૌતુકમયતાને જે અવકાશ છે તેને એ યુગના લેખા સમજી કે પકડી શકવા નથી એથી ઇતિહાસમાંથી વસ્તુ લેવાનું વલણ વિશેષ છે. ઠક્કર ઇતિહાસ જાણે છે પરંતુ તેની વિગતા સાથે ખૂબ છૂટ લે છે. ઇતિહાસની ભૂમિકામાં માનવજીવનની રહસ્યમયતાને પકડવાનુ ને તેનું કલાત્મક સર્જન કરવાનું તેમનાથી બન્યું નથી. ઉત્તર હિંદના વિલાસી જીવનના પરિચયથી લાકપ્રિયતા માટે એમણે સ્ત્રી-પુરુષના સંબંધનું જુગુપ્સાકારક લાગે ને રુચિભંગ કરે એવું આલેખન કર્યું. છે. વાચકેાની હલકી વૃત્તિ જાગ્રત કરી લેાકપ્રિય થવું એવું વળગણુ ગુજરાતી નવલકથાને આજ સુધી રહ્યા કર્યું છે તેનેા અપયશથેાડેઘણે અંશે નારાયણ વિસનજીને ફાળે જાય છે. આ કારણે વિચારશીલ અને ગ ંભીર વર્ગની નારાજી એમણે વહેારી લીધી હતી. એમની શૈલીમાં કૃત્રિમતા છે. તેમણે વાંચેલાં ઉર્દૂ, ફારસી પુસ્તકામાંથી પ્રસ્તુત હૈાય કે નહિ તેાપણુ એ જરૂર વગર તારા આપ્યું જાય છે. ઇતિહાસ કે ભૂતકાળને એઠા તરી કે લઈ સાથી પણ વધુ નવલકથાઓની એમણે રચના કરી છે. ઘણી વાર સુધારક યુગના પ્રભાવથી સામાજિક અનીતિનાં કમકમાટી ઉપજાવે ને અનુક ંપા જન્માવે એવાં ચિત્રા આપવા એ પ્રયત્ન કરે છે પરંતુ એમાં પણ જનમનર ંજનની સસ્તી યુક્તિ બહાર પડી આવ્યા વગર રહેતી નથી. દરેક નવલકથાને બબ્બે નામ આપવાની પદ્ધતિ એમણે રાખી હતી. વિપુલ પ્રમાણમાં લખાયલી એમની નવલકથાએના ઘેાડાક નામેાલ્લેખ પરથી નવલકથા-લેખનની પ્રવૃત્તિ સમજી શકાશે. ‘માધવી કંકણ અથવા શાહજહાનના છેલ્લા દિવસેા' (૧૯૧૨), ‘ચાણકયનીતિ અથવા ચચ્ચ સુહુધી' (૧૯૧૭), પદ્મિની અથવા ભસ્મીભૂત ચિત્રા’ (૧૯૧૦), ‘ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય’ (૧૯૧૨), ‘૨૫૦૦ વર્ષી પૂર્વેનું હિંદુસ્તાન' (૧૯૧૨), ‘મહારાણી મયણલા અથવા ગુજરાતની માતા’ (૧૯૨૪), ‘નાનાસાહેબ અથવા સ્વધર્મ માટે પ્રાણા'ણ' (૧૯૨૬), ‘અનારકલી અથવા અપરાધી અકબર' (૧૯૨૩), ‘અનંગભદ્રા અથવા
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy