SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [2*. ૪ કેલકર, ખેારકર ( ભાવીગુ') વગેરેની ૬૮ જેટલી કૃતિઓના સુંદર સ્વાભાવિક અનુવાદે એમણે સુલભ કરી આપ્યા છે. ભાસ્કરરાવ વિાંસના પણ આ ક્ષેત્રે ફાળા છે. ‘કમલાકુમારી' (૧૯૧૨) નવલકથા ઉપરાંત ‘ચક્રવતી` અશાક’, ‘હારમાળા અને તેના લેખક' વ. કૃતિ હરિરાય ભગવંતરાય બ્રૂચે (૧૮૮૧–૧૯૬૨) આપી છે. ચરિત્રલેખકે વિનાયક નંદશંકર મહેતા (૧૮૮૩–૧૯૪૦) : ગુજરાતના પ્રથમ નવલકથાકાર નોંકર મહેતા(૧૮૩૫-૧૯૦૫)ના પુત્ર વિનાયક મહેતા ઉચ્ચ સરકારી અધિકારી હાવા છતાં સાહિત્યના વાતાવરણમાં હેાવાથી સાહિત્ય, પુરાતત્ત્વ, રાજ્યકારણ, સહકાર, અર્થશાસ્ત્ર ઇત્યાદિ વિષય પર લખતા હતા. એમનું યાદગાર પુસ્તક પિતાની જીવનકથા ‘નંદશંકર જીવનચરિત્ર' ગુજરાતના અલ્પ જીવનકથાસાહિત્યમાં સ્થાન ધરાવે છે. નંદશંકરનું વ્યક્તિત્વ બહુવિધ તેમ જ તેમનું જીવન પ્રસંગપ્રધાન હતું. આ જીવનચરિત્રમાં વિગતા આછી છે પર ંતુ નંદશંકરનું વ્યક્તિચિત્ર સરસ રીતે આલેખવામાં આવ્યું છે. વ્યક્તિને કેન્દ્રમાં રાખી એમના સમય અને વાતાવરણનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે તેથી આ જીવનકથાને ‘સમયચિત્ર' તરીકે પણ ઓળખાવવામાં આવી છે. વડવાઓ અને નાગરીનાત વિષે અભિમાનપૂર્વક પ્રસંગે આપવામાં આવ્યા છે. પિતાનાં ઉપદેશ, સલાહ, માદન વગેરેને પણ આ જીવનચરિત્રના પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યાં છે. જીવનચરત્રનું ગદ્ય ઉર્દૂřારસી શબ્દો અને રૂઢિપ્રયાગેાથી આકર્ષીક બન્યું છે તા કાઈ ઠેકાણે એવા પ્રયાગેથી દુર્ગંધતા પણુ આવી ગઈ છે. કૃષ્ણલાલ મેા. ઝવેરીને જીવનકથા તરીકે આ કૃતિ ‘મસ્તમૈલી'ના પરિચય કરાવતી જણાઈ હતી. (ભૂ.) કાન્તિલાલ છગનલાલ પ‘ડયા (૧૮૮૬-૧૯૫૮)ઃ ગોવર્ધનરામ ત્રિપાઠીના ભાણેજ અને ગેાવનરામનું જીવનચરિત્ર' (૧૯૧૦) લખી ઠીકઠીક પ્રસિદ્ધિ પામનાર કાંતિલાલ પાંડાને જન્મ ૧૮૮૬ના ઑગસ્ટની ૨૪મી એ નડિયાદમાં વડનગરા નાગર પરિવારમાં થયા હતા. તેઓ ૧૯૦૭માં ખી.એ. અને ૧૯૧૦માં એમ.એ. થઈ વિદેશ જઈ પીએચ.ડી. થયા હતા. ૧૯૧૩માં તેઓ આગ્રાની સેન્ટ જોન્સ કૅલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા હતા અને નિવૃત્તિ બાદ વતન નિડયાદમાં સ ંશાધનક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા હતા, જ્યાં ૧૯૫૮ના કટાબરની ૧૪મીએ એમનુ' અવસાન થયું હતું. ગુજરાતીમાં વિજ્ઞાનવિષયક માહિતી પૂરી પાડવા તેઓ હમેશાં તત્પર રહેતા. ગુજરાતી સાહિત્ય પ્રત્યે એમને અનુરાગ અને એ પરત્વેને એમનેા અભ્યાસ એમનાં છૂટક લખાણામાં ષ્ટિગાચર થાય છે. (ધી .)
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy