SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [2. ૪ પૌરાણિકતાને પરચા આપવાની દૃષ્ટિએ નવલકથાએ સફળ રહી છે. નાટયાત્મક પ્રસંગાલેખને ઉપરાંત વનાની શક્તિ પૌરાણિક નવલકથાઓમાં ઉમેરાયેલી જણાય છે. ઐતિહાસિક નવલકથામાં જણાય છે તેવી જ પાત્રાલેખનશક્તિ અહી પણ જણાય છે. પુરાણકાળનાં સંખ્યાબંધ પાત્રાને પુરાણાદિમાંથી પ્રાપ્ત થતી તેમને લગતી અ૫રેખાઓને કલ્પનાત્મક સર્જનથી તેએ વતાં-જાગતાં માનવીએ બનાવી આપણી સાથે અનેક પ્રકારના અંગત સબંધમાં ગાઢવી દઈ શકે છે. જેમ ઐતિહાસિક નવલકથાઓમાં, તેમ અહીં પણ ખીજું બધું બાજુએ રાખી, માત્ર નવલકથાઓ’—રસિક વાર્તા તરીકે જ વિચારતાં, મુનશીની પૌરાણિક નવલકથાઆ શાથી વાચકપ્રિય બની રહી તે સમાય તેમ છે. પૌરાણિક વાર્તાઓમાં, મુનશીએ ભારતીય સંસ્કૃતિના ઉગમકાળને નિરૂપ્યા છે. ‘સંસ્કૃતિ' સિદ્ધ થતી આવે છે, આ પ્રજાનું સાંસ્કૃતિક વક્તવ્ય આકાર ધારણ કરતું લાગે છે. આ પ્રજા અને સંસ્કૃતિ – ભારતીય સંસ્કૃતિની ‘અસ્મિતા’ના આવિષ્કાર તેમાં ચિત્રિત થયા છે, એ આ નવલકથાએને વિશિષ્ટતા અપે છે. પણ એ ય ન વિચારીએ તાપણુ, આપણી રાષ્ટ્રીયતાને સાંસ્કૃતિક અસ્મિતાની સમાનતાથી પુષ્ટ કરવાનું અને તે સાથે સરસ વાર્તાએ આપવાનુ` તા મુનશીએ. કર્યું' જ છે. તે એટલુંય ઓછું ન ગણાય. નાટકકાર જેમની નવલકથા પણ નાટયતત્ત્વ અને નાટયાત્મક શૈલીથી સભર, તેમની પાસેથી નાટકા તા મળે જ ! મુનશી આપણા અગ્રણી નાટકકાર છે. સનક્ષેત્રે, નવલકથાલેખન પછીની તેમની ખીજી મહત્ત્વની પ્રવૃત્તિ નાટ્યસર્જનની રહી છે, સામાજિક નાટકા'ને નામે સંગ્રહસ્થ વાવાશેઠનું સ્વાતંત્ર્ય’ (૧૯૨૧), ‘એ ખરાબ જણુ' (૧૯૨૪) અને ‘આજ્ઞાંકિત’ (૧૯૨૭) ઉપરાંત ‘કાકાની શશી' (૧૯૨૯), ‘બ્રહ્મચર્યાશ્રમ’ (૧૯૩૧), ‘સ્નેહસંભ્રમ’ (૧૯૩૧-૩૨), એ વાર્તા પરથી તૈયાર કરેલ પીડાગ્રસ્ત પ્રેાફેસર' (૧૯૩૩), ‘ૐા. મધુરિકા' (૧૯૩૬), ‘છીએ તે જ ઠીક’ (૧૯૪૬) તથા ‘વાહ રે મેં વાહ' (૧૯૫૩) — એટલાં તેમનાં સામાજિક નાટકો છે. તા, ‘પૌરાણિક નાટકા’ (૧૯૩૦) એ શીર્ષક હેઠળ ગ્રંથસ્થ કરેલાં ‘પુરંદર પરાજય' (૧૯૨૨), ‘અવિભક્ત આત્મા' (૧૯૨૩), ‘તણુ’ (૧૯૨૪) અને ‘પુત્રસમે વડી’ (૧૯૨૯) એ કૃતિએ ઉપરાંત, ‘લેપામુદ્રા’ (ખંડ ૨-૩-૪: ૧૯૩૩-૩૪) એ તેમનાં પૌરાણિક નાટકા છે. ‘ધ્રુવસ્વામિનીદેવી’ (૧૯૨૯) એ તેમનું એકમાત્ર ઐતિહાસિક નાટક. આ યાદી પરથી પણ જણાશે કે ઐતિહાસિક નવલકથાકાર તરીકે સુકીર્તિત મુનશીએ નાટયક્ષેત્રે અતિહાસિક કૃતિ આપી નથી.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy