SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ક] કનૈયાલાલ મુનશી [૧૮૩ મુનશીનાં સામાજિક નાટકે, બહુધા તેમના સામાજિક નિરીક્ષણ અને વિચારણામાંથી નિષ્પન્ન થયેલાં કેઈ ચક્કસ મંતવ્ય અને વક્તવ્યને કેન્દ્રમાં રાખીને રચાયેલાં છે, પરંતુ એ વક્તવ્ય પણ પ્રસંગોપાત્ત સંવાદમાં ગૂંથાયેલાં સીધાં અને સ્પષ્ટ વિધાને કે ચર્ચાને બાદ કરતાં, ઘટના, પાત્રવ્યક્તિત્વ અને સમગ્ર કાર્ય દ્વારા જ પ્રગટ થાય છે. સંવાદ ચર્ચામાં પણ નાટયાત્મકતા વિસરાતી નથી તે નાટયકાર તરીકેની તેમની કુશળતા દર્શાવે છે. “કાકાની શશી'ના પ્રથમ પ્રવેશ સિવાય ક્યાંય નાટકનું કાર્ય તે ધીમું પડવા દેતા નથી, અને છતાં તેમને જે કાંઈ કહેવાનું છે તેનું લક્ષ્ય સધાય છે. એ રીતે, નાટકમાં તે મહદંશે સમાજાભિમુખ અભિગમ દાખવે છે. “કોને વાંક” સિવાય તેમની નવલકથાઓમાં જે સમાજાભિમુખતા કે સામાજિક ધ્યેયલક્ષિતા જોવા નથી મળતી તે નાટકોમાં મળે છે એ નોંધપાત્ર છે. વાવાશેઠનું સ્વાતંત્ર્ય એ પ્રહસનમાં શેઠાણીશાસિત ઘરમાં બાપડા' વાવાશેઠને સ્વતંત્ર થવાનું મન થતાં, તેમણે અને તેમના પુત્રે મળીને શેઠાણીને ઠેકાણે આણવા માટે રચેલું કાવતરું હળવા નાટકની સામગ્રી છે. વ્યવસાયી રંગભૂમિનાં દીર્ઘ નાટકની વચમાં આવતા “ફારસીની નજીક જતું આ પ્રહસન મુનશીની મજાકશક્તિનું ઉદાહરણ છે. મુનશીનાં સામાજિક નાટકોમાંનાં આઠમાંથી છ પ્રહસને છે, અને અન્ય બેમાં પણ હાસ્યની સારી એવી માત્રા છે, ઉપરાંત તેમની નવલકથાઓમાં પણ ઠઠ્ઠાચિત્રો અને હાસ્યપ્રસંગો વેરાયેલાં જ છે એ હકીકત મુનશીમાં રહેલી હાસ્યવૃત્તિની ઘાતક છે. ટૂંકી વાર્તામાં “શામળશાને વિવાહ, નાટકમાં પ્રહસને, નવલકથામાં ગજાનન પંડિત, ને બોબડે, શુંભ અને સંનિધાતા (“ભગવાન કૌટિલ્ય') તથા મણિભદ્ર જેવાં પાત્ર મુનશીનું હાસ્યસાહિત્યક્ષેત્રે નોંધપાત્ર અર્પણ છે. બે ખરાબ જણ પણ પ્રહસન છે. અહીં બળજબરીથી પરણાવી દેવાતી રંભાને સહાયક થવા મથતા “મોહન મેડીકો'ના પ્રયત્નમાંથી સરજાતી હાસ્યોત્પાદક પરિસ્થિતિઓ અને અન્ય પાનું કંઈક અતિશયોક્તિભર્યું કટાક્ષાત્મક આલેખન હાસ્યની સામગ્રી બની રહે છે. “મેહન મેડીકા’નું પાત્ર આપણાં હાસ્યપ્રધાન પાત્રમાં અવશ્ય ઉલેખનીય બની રહે તેવું છે. રામુ ડગલીવાળા, મોહન મેડીકે વગેરે પાત્ર, અને રંગક્ષમ હાસ્યપ્રધાન પરિસ્થિતિઓના આલેખનને કારણે બે ખરાબ જણ' સફળ પ્રહસન બની રહે છે. fઆજ્ઞાંકિત પણ લગ્નવિષયક પરિસ્થિતિમાંથી જ સરજાય છે. એમાં પણ બે ખરાબ જણ'ની રંભાની જેમ નાયિકાને બળ છે. પણ બંનેનાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy