SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪] કનૈયાલાલ મુનશી પ્રયાસોને આ દષ્ટિએ વિચાર કરતાં હકીકત સ્પષ્ટ થશે. વસિષ્ઠ અને વિશ્વામિત્ર, સહસ્ત્રાર્જુન અને પરશુરામ વગેરેનાં આલેખનમાં ભારતીય સંસ્કૃતિના ભૂતકાળ પ્રત્યેનું તેમનું આકર્ષણ ઓળખી શકાશે – સૌથી વધારે તે “કૃષ્ણાવતાર'માંનાં આલેખને માં. ચમત્કારિતા દિવ્યતા-ભવ્યતા-મહામાનવતાનાં આલેખનેમાં તે રાચે છે. પરંતુ બીજી બાજુએ લેકપ્રસિદ્ધ ચમત્કારો અને પુરાણપ્રાપ્ત ઘટનાઓનાં શુનઃપકથા-રેણુકાવધ-સ્યમંતકમણિપ્રસંગ-હિડિંબાપ્રસંગ વ.નાં તર્ક સ્વીકાર્ય અર્થઘટન કરવાના તેમના પ્રયને સાચી દિશાને ઝોક સૂચવે છે. ઐતિહાસિક ગણતરીએ તત્કાલીન સમાજમાંના આદિમતાનાં લક્ષણે, કે વ્યક્તિઓનાં અર્વાચીન મને વૈજ્ઞાનિક દષ્ટિએ આલેખન અર્વાચીન દષ્ટિને અભિગમ સૂચવે છે. આગળ કહ્યું તેમ આ બને આવશ્યક છે પણ તે બંનેને સુમેળમાંથી નૂતન પ્રગટવું જોઈએ. જ્યારે મુનશીના આલેખનમાં આ બે તો પરસ્પર વિરોધમાં વસતાં જણાય છે. મુનશીની કેટલીક બાબતમાં અનિર્ણયાત્મક મને દશા પણ આને માટે કારણભૂત હોઈ શકે. દા.ત, એક પાસેથી તેમને પ્રાચીન અને પૌરાણિક સમાદર, અને મહાનુભાવોની મહાશક્તિઓ પ્રત્યેની તેમની અભાવભરી શ્રદ્ધા તેમને ચમકારી શક્તિઓમાં માનવા પ્રેરે છે, તે વળી તેમની અર્વાચીન વાસ્તવલક્ષી અને બુદ્ધિપ્રધાન યુગના બૌદ્ધિક તરીકેની વૃત્તિ ચમત્કારને બુદ્ધિસ્વીકાર્ય કરવા પ્રેરે છે. પરિણામ એ આવે છે કે તે પ્રચલિત ચમત્કારોને અર્થઘટન દ્વારા બિન-ચમત્કારિક બનાવે છે, પણ નવા ચમત્કારે ઉમેરે છે. એ જ રીતે એક બાજુથી તે મહાનુભાવો -– દિવ્ય-ભવ્ય-અવતારે” ગણતી પૌરાણિક વિભૂતિઓને પણ – પરશુરામ કે લોપામુદ્રા, વિશ્વામિત્ર કે કૃષ્ણને પણ – “માનવી તરીકે જોવાઆલેખવાનો પ્રયત્ન કરે છે, તો બીજી બાજુથી તેમને જાણે આપણી કોટિએ ઉતારી પાડવાનું પ્રાયશ્ચિત્ત કરતા હોય તેમ અસાધારણ શક્તિઓની નવાજેશ કરી તેમની આસપાસ તેજવતું આંકી દે છે. અસ્મિતાપ્રેમી અને અભ્યાસી, કલ્પનાશી અને બુદ્ધિપ્રધાન વચ્ચે સતત કંઠ ચાલ્યા કરતું અનુભવાય છે. આથી તેમનાં વાસ્તવલક્ષી આલેખને ક્યારેક વાચકમનની સાંસ્કૃતિક ભૂમિકા માટે આઘાતક નીવડે છે. (દા.ત. ઋષિઓનાં કેટલાંક આલેખને, પામુદ્રાની પ્રમિઓ) તે તેમના ભવ્યતા – લકત્તરતાના ઉષા, કાર્યો અને પરિસ્થિતિ માંથી જન્મતા નિર્ણયની પ્રતીતિઓને બદલે કેવળ શબ્દાડંબરી ઘોષણાઓ બની રહે છે. થોડા જ સાવધ વાચક, વાગ્મિતા અને ભાષાડંબરના, તથા કથન-વર્ણન અને ઘટનાના વશીકરણમાંથી જાગ્રત થઈ જતાં સમગ્ર આલેખનની મરીચિકાને ઓળખી જાય છે. તેમ છતાં, વાર્તાઓ તરીકે, અભ્યાસી એવા સામાન્ય વાચકને
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy