SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ (relevant) કરવાનું હોય છે. આ પ્રસ્તુતતા ન પ્રગટે તે એ સમગ્ર પ્રવૃત્તિ કેવળ અતીતગૌરવની અભિમાનગાથા જ બની રહે છે, પરંતુ તે સાથે, અર્વાચીનતાના સંદર્ભમાં અતીતને ગોઠવવા જતાં તે સંસ્કૃતિની અખંડ પરંપરાગત વ્યક્તિત્વ-વિશિષ્ટતાને પણ જાળવવાની હોય છે. તેમ ન થાય તે પુનરુજજીવન નહિ માત્ર પરિવર્તન જ રહે છે. પ્રાચીન પ્રત્યેના આદર વગર તેનું ગૌરવ જળવાય નહિ, તે અર્વાચીનને આવકારવાની તૈયારી ન હોય તે કેવળ રૂઢિચુસ્તતા જ બાકી રહે ! એ કે પક્ષે પલું અધિકતર ન ઢળે તેમ ઉભયનું સમતોલન એમાં જ પુનર્જીવનરત કલાકારની કસોટી છે. મુનશીની પણ એ જ કસેટી છે તેમની પૌરાણિક રચનાઓમાં. પરિણામને આંક તો કૃતિએ કૃતિએ જુદા જુદો જ હોય. ભારતના –અને ગુજરાતના – “ભવ્ય ભૂતકાળ” પ્રત્યે તેમને આદર અને આકર્ષણ હોઈ તેના તે પ્રશંસક ઉગાતા છે. પ્રાચીનમાંય ભૃગુઓ પ્રત્યે, અને પછી કૃષ્ણ પ્રત્યે તે “અઢળક ઢળે તેય સમજી શકાય તેમ છે. મુનશીની કૃતિઓના રચનાકાળ દરમ્યાનની રાષ્ટ્રજીવનની આવશ્યકતાઓ વિચારતાં, પ્રજાને પિતાના દેશનું – પોતાની સંસ્કૃતિનું ભવ્ય દર્શન થાય, તે માટે ગૌરવ જાગે, પ્રજાને - હીણપત અનુભવાતી આધુનિક યુરોપીયતાની અસર ઓસરે ને પ્રજાનું સ્વત્વ – પ્રજાની અસ્મિતા જાગે તે રાષ્ટ્રીયતાને જગાડવા ને પુષ્ટ કરવા માટે આવશ્યક હતાં જ. અને મુનશીની કૃતિઓએ પિતાના પ્રભાવ દ્વારા એવી અસર કેટલાક વર્ગ પર કરી છે પણ ખરી. એટલે એ રીતે સાંપ્રત સાથે તેને પ્રસ્તુત કરવામાં પણ મુનશીને પ્રયત્ન ઉચિત ગણાય. બીજી બાજુ, અર્વાચીન-સંશોધનાત્મક અને બુદ્ધિપ્રધાન યુગને અનુરૂપ, તથા સુધારકવૃત્તિને અનુકૂળ એવું નિરૂપણ જ પૌરાણિક વિષયને લઈને પણ થાય તેની પણ તે કાળજી રાખતા જણાય છે. અતીત “આજના સંદર્ભમાં જ સાર્થક બને.–ને જેટલે અંશે તે તેમ થઈ શકે તેટલી તેમાં સનાતનતા. આ જ કારણે, મુનશીની પૌરાણિક કૃતિઓનું વિશ્લેષણ કરતાં જણાશે કે તેમાં પ્રાચીનતાના પૂજક મુનશી અને અર્વાચીનતાના આરાધક મુનશી એકસાથે ઓળખાશે. વસ્તુ, વાર્તા, બાહ્યસ્વરૂપાદિમાં તે કૃતિઓ જેટલી પ્રાચીન લાગશે તેટલી જ વિચારો, વર્તન, પાત્રમાનસ, આકાંક્ષાઓ, આશા અને ઉપાયોમાં તે અર્વાચીન લાગશે. અગત્ય અને લોપામુદ્રા, વસિષ્ઠ અને અરુંધતી, પરશુરામ અને લેમહર્ષિણી, દેવયાની, મૃગા કે સુકન્યા, શુક્રાચાર્યને મંત્ર, વિશ્વામિત્રની પતિ દ્ધારણ ભાવના કે પરશુરામને યાદવોને સુરક્ષિત અને એક કરવાના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy