SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૪ ] કનૈયાલાલ મુનશી [ ૧૫૭ સચીનની એ “દેવી એ જ “વેરની વસૂલાતની તનમન એ તે હવે જાહેર વાત છે. ૧૯૦૧માં “ભાર્ગવ છોકરાઓની પ્રણાલિકા તોડી' પહેલે જ પ્રયત્ન મેટ્રિક પાસ થયા. પણ વડેદરા કોલેજમાં ગણિતની કચાશને લીધે પ્રિવિયસમાં જ નાપાસ થયા ને ફરી પરીક્ષા આપી. દરમ્યાન ૧૯૦૩માં, પિતાનું અવસાન થતાં જ, આપત્તિ શરૂ થઈ. પિતાના અવસાન સાથે કૌટુંબિક મુશ્કેલીઓને તીવ્ર અનુભવ – માતાની છાંયડીનું આશ્વાસન છતાં. ઘરઆંગણે કૌટુંબિક આપત્તિ ને આર્થિક સંકડામણમાંથી મા મારગ કાઢી આપે છે, તે કોલેજમાં મનઃસૃષ્ટિને નવો ઉઘાડ અનુભવાય છે પ્રા. અરવિંદ ઘોષ અને પ્રા. જગજીવન શાહ જેવાના. સંસર્ગથી. મહાનુભાવોની જીવંત પ્રેરણા, વિશાળવાચન, ચર્ચાઓ, વાદમંડળ, મિત્રમંડળીઓ વ. કનૈયાલાલના જીવનમાં નવી સમૃદ્ધિ સીંચે છે. બુદ્ધિના બડેખાં” હોવાનું અભિમાન થાય એટલો બુદ્ધિવિકાસ થાય છે, અને ૧૯૦૫માં પહેલા વર્ગમાં સફળ થતાં “અંબાલાલ સાકરલાલ પારિતોષિક’ પ્રાપ્ત થાય છે. ઈશ્વર, દેશભક્તિ, રાષ્ટ્રોન્નતિ, વ.ના વિચાર સાથે, ધર્મચુસ્તતા અને સુધારાના વિચારોની સંઘર્ષામક મથામણની આ અવસ્થા છે. આ અવસ્થાની ભાવનાઓ, સેવેલાં સ્વપ્ન વ. સહિત આ કાળની ઘટનાઓ વ.નું વાસ્તવિક ચિત્ર “સ્વપ્નદ્રષ્ટા'માં આલેખાયું છે. ૧૯૦૭માં બી.એ. એલિસ પ્રાઈઝ સાથે સેકન્ડ, કલાસમાં પાસ, અને યૌવનની સ્વપ્નભૂમિ વડોદરાથી વિદાય. જીવનને અધ્યાય બદલાય છે. “અડધે રસ્તે' આત્મકથાના પ્રથમ ખંડમાં આ અધ્યાયનું સુંદર આલેખન છે, ગ્રેજ્યુએટ કનૈયાલાલ હવે (૧૯૦૭–) નસીબ અજમાવવા મુંબઈની ધરતી પર ઊતરે છે. કઠોર વાસ્તવિકતાને સાક્ષાત્કાર શરૂ થાય છે. મુનશી મુંબઈની ચાલીમાં ઘરસંસાર શરૂ કરે છે અને પાઈ પાઈની ગણતરીથી ઘર ચલાવતાં, એલએલ.બી.ને અભ્યાસ શરૂ કરે છે. મુંબઈના માળાના જીવનના તેમના અનુભવે ને નિરીક્ષણમાંથી ઘણું બધું કાને વાંક ?”માં મળી આવશે. આત્મકથા “સીધાં ચઢાણીના પ્રથમ ખંડમાં આ અવસ્થાનું તાદશ આલેખન છે. ૧૯૦૭થી ૧૯૧૫ સુધીનો ગાળે મુનશીના જીવનની ભારે. મથામણને ગાળે છે. બીજા પ્રયત્ન ૧૯૧૩માં ઍકેટ થઈ ધંધામાં સ્થિર થાય છે ત્યાં સુધી તેમની, જીવનને પગભર કરવાની મથામણ ચાલુ રહે છે. મુંબઈમાંના સાક્ષર ચંદ્રશંકર પંડ્યા, અંબાલાલ બુ. જાની, ઉત્તમલાલ ત્રિવેદી, કાન્તિલાલ છ. પંડ્યા, નૃસિંહપ્રસાદ વિભાકર વગેરે પંડિતયુગની બીજી હરોળ સમા, “સમાલોચકના લેખક વર્ગ સાથે મુનશી ગાઢ સંપર્ક કેળવે છે, “ગુર્જરસભાના પિત મંત્રી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy