SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ચ. ૪ પણ બને છે અને મુખ્યત્વે પંડિતયુગના પ્રભાવથી પોષાયેલા આ વિદ્વદ્દવર્ગમાં પિતાના પશ્ચિમી સાહિત્યના પરિચય અને સ્પષ્ટ તથા પ્રગલ્ય વકતૃત્વથી મહત્વ પણ મેળવે છે. અન્ય સુધારાવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. આ કાળના જીવનનું નિરૂપણ કરતા આત્મકથાના બીજા ખંડને “સીધાં ચઢાણનું નામ કેમ આપ્યું હશે તેને કંઈક મર્મ એ વાંચતાં સમજાય છે. આ જીવનકાળનાં કેટલાંય ચિત્રો – પ્રસંગો અને વ્યક્તિઓનાં – “તપસ્વિની'માંથી જાણકારોએ જરૂર ઓળખી લીધાં હશે. સાહિત્યક્ષેત્રે શુભારંભ: મુનશીને એ “સીધાં ચઢાણનો જીવનકાળ તેમની સાહિત્યપ્રવૃત્તિની દષ્ટિએ ખૂબ મહત્વના છે. તત્કાળ પર્યન્ત તેમણે જ્ઞાતિપત્ર “ભાર્ગવ', અથવા “આર્ય પ્રકાશ જેવાં સામયિકમાં તો લેખ લખ્યા છે, પણ સાહિત્યક્ષેત્રે તેમને પ્રવેશ “મારી કમલા એ વાર્તાને પ્રકાશનથી ગણાય. ૧૯૧૨માં “મારી કમલા એ વાર્તા “સ્ત્રીબોધ'માં “ઘનશ્યામ વ્યાસને નામે પ્રગટ થાય છે. આ પ્રથમ પ્રયાસે જ નરસિંહરાવ જેવા દુરારાધ્ય વિવેચકના આશીર્વાદ સાથે “ઘનશ્યામ વ્યાસ–મુનશીની સાહિત્ય-કારકિદીને પ્રારંભ થાય છે. ૧૯૧૩માં, સાક્ષમિત્ર અંબાલાલ બુ. જનીને આમંત્રણથી “ગુજરાતી” પત્રમાં “ચૌદ આને કલમના લેભે', “વેરની વસૂલાત” લખે છે અને વાર્તારસિયા ગુજરાતી વાચકને વશ કરી લે છે. તે સાથે જ મુનશીની પ્રતિભાને પોતાનો માર્ગ મળી જાય છે, અને ૧૯૧૨-૧૩માં “મારી કમલા” અને “વેરની વસૂલાતથી આરંભાઈને, ૧૯૭૧માં મુનશીને અવસાનથી અપૂર્ણ રહેલ મહાકથા “કૃષ્ણાવતાર' પર્યન્તનાં લગભગ ૫૮-૫૯ વર્ષો પર્યન્ત વિસ્તરેલી મુનશીની સાહિત્યિક કારકિદી ગુજરાતી સાહિત્યનું એક સમૃદ્ધ અને યશસ્વી પ્રકરણ બની રહે છે. વેરની વસૂલાતની સફળતા મુનશીને માટે ઉત્સાહક નીવડે છે. ૧૯૧૩માં “વેરની વસૂલાત પ્રગટ થયા પછી ઝડપભેર એક પછી એક કૃતિઓ પ્રગટ જ જાય છે. “કાને વાંક?', પછી “પાટણની પ્રભુતા'થી આરંભાઈ “ગુજરાતને નાથ અને “રાજાધિરાજ'માં વિસ્તરેલી સોલંકી–નવલત્રયી તો મુનશીને કીર્તિની ટોચે પહોંચાડે છે. આ દરમ્યાન જ પ્રણયકથા “પૃથિવીવલભ” અને નાટક “વાવાશેઠનું સ્વાતંત્ર્ય” (સામાજિક) અને “પુરંદર પરાજય” (પૌરાણિક) પણ પ્રગટ થઈ તેમની કપ્રિયતામાં વધારો કરે છે. ઉપરાંત સાહિત્યસંસદની સ્થાપના અને તેની પ્રવૃત્તિઓ તથા તે નિમિત્તે આપેલાં વ્યાખ્યાનો, તેના મુખપત્ર રૂપે પ્રગટ થયેલ “ગુજરાત પત્રની પ્રવૃત્તિ વગેરેને કારણે તેમની સાહિત્યપ્રવૃત્તિઓનું પૂર ઊછળે છે અને લગભગ એક દશકને અંતે તે મુનશી પ્રારંભના ઘનશ્યામ વ્યાસ'માંથી ગુજરાતને મૂર્ધન્ય નવલકથાકાર અને સાહિત્યક્ષેત્રે અગ્રિમતાના અધિકારી બની રહે છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy