SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [. ૪ નવલકથાઓને પણ આપકથાઓ જેવી બનાવી દે છે. એ રીતે તેમના વ્યક્તિત્વની વિશિષ્ટતાઓ, તેમના સર્જનની લાક્ષણિકતાઓ બની જાય છે. મુનશીનો જન્મ ૩૦–૧૨–૧૮૮૭ના દિવસે ભરૂચમાં, મુનશીને ટેકરે, બાપીકા ઘરમાં. મોટા ઘરની જૂની જાહોજલાલી ઓસરવા લાગી છે પણ ઘરનાં જૂનાં -હાંડીઝુમ્મરની જેમ હજી મુનશીઓના મિજાજમાં ને કડકડતાં અંગરખાંમાં કુળગૌરવ ટકી રહ્યું છે ત્યારે મુનશીને જન્મ. એ ભૃગુકુલગૌરવના અને વૈષ્ણવની મૃતિઓ તથા મિજાજના વારસદાર છે. પિતા માણેકલાલ નરભેરામ મુનશી. અમદાવાદની કલેકટર ઑફિસમાં કારકુનની નોકરીથી શરૂ કરી કમેકમે આપબાહોશીથી મામલતદાર વગેરે હોદ્દાઓનાં પગથિયાં ચઢી સુરત-ભરૂચના ડેપ્યુટી કલેકટર થનાર રાવ બહાદુર” માણેકલાલ બહાદુર, કર્મઠ અને સ્વતંત્ર સ્વભાવના તેમ જ સકજન. કનૈયાલાલ તેમના ચાર દીકરીએ એકમાત્ર પુત્ર. કનુભાઈ હજી વડોદરા કોલેજમાં પ્રારંભિક વર્ષમાં જ હતા ત્યારે જ ૧૯૦૩માં પિતા માણેકલાલનું હૃદયરોગથી અવસાન. આમ સોળેક વર્ષની વયે જ કનૈયાલાલ પિતાનું છત્ર ગુમાવે છે. પણ માતાની દીર્ધજીવી પ્રેમાળ છત્રછાયા તેમના જીવનની ઘણું તડકીછાંયડીમાં આધાર બની રહે છે. માતા તાપીબા જીછમાં તરીકે જાણીતાં. પ્રભાવશાળી, પ્રેમાળ, વ્યવહારકુશળ; હિસાબ રાખે, નોંધપોથી રાખે, પદ્યો પણ રચે. વહીવટદક્ષ ને સંસ્કારી કનૈયાલાલના વ્યક્તિત્વમાં માતાપિતાને સ્વભાવ-સંસ્કારને વારસો ઊતર્યો છે. પિતાની વિવિધ સ્થળે બદલીઓ થતાં વિવિધ સ્થળાના અનુભવો કનુભાઈને મળે છે. ભાર્ગવ બ્રાહ્મણના કુળસંસ્કાર સાથે ભગવાન ચંદ્રશેખર પ્રત્યેની ભક્તિનાં બીજ મળે છે. લાડભર્યા ઉછેર સાથે મળેલાં આ સંસ્કારબીજને વારસો ભવિષ્ય માં સમૃદ્ધિ બની રહે છે. “જય સોમનાથ જેવી કૃતિઓમાં પ્રગટતી ચંદ્રશેખરભક્તિનાં મૂળ અહીં જણાય છે. તત્કાલીન રિવાજ મુજબ, કુટુંબના મોભા પ્રમાણે સવેળા ઈ. સ. ૧૯૦૦માં અતિલક્ષ્મી સાથેના લગ્ન સમયે કનુભાઈની ઉંમર વર્ષ ૧૩ અને અતિલક્ષ્મીની ઉંમર વર્ષ ૯, જે “દેખાવે પાંચ વર્ષની લાગતી” એમ મુનશી નોંધે છે. લગ્ન સમયે હજી મુનશી મેટ્રિક થયા નથી ! ને કનુભાઈ પરણે છે તે પણ આંનચ્છાએ – કારણ કે પિતા સચીનના દીવાન હતા ત્યારે બાલ્યાવસ્થામાં મળેલી એક બાલસખીના સ્મરણચિત્રની આસપાસ કલ્પનાતરંગી કિશોર કનૈયાલાલ અરમાનોની એક સ્વપ્નસૃષ્ટિ ગૂંથી બેઠા છે ! સ્વપ્નસૃષ્ટિની એ “દેવી'ને તે ઝંખતા શોધતા જ રહે છેઅન્ય મૂર્તિ માં એ “દેવી'ને સ્વરૂપાંતરે સાક્ષાત્કાર થાય છે ત્યાં સુધી ! “શિશુ અને સખી” અને “વેરની વસૂલાત’માં તેમની હદયકથા-વ્યથા વ્યક્ત થયેલી છે !
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy