SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ કનૈયાલાલ મુનશી (ઈ. સ. ૧૮૮૭–૧૯૭૧) જીવન મુનશીની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સન્ધિકાળેએટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિને પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગાત્રીમાંથી પ્રવાહમાન વહેણે અને વલણે જ તત્કાલીન સાહિત્યનાં પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળોઆમ મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ વચ્ચે પ્રકાશવાનું હતું. પરંતુ, ઉભય. મહામહિમાવંતો વચ્ચે પણ, સ્વાગ્રહી વ્યક્તિત્વની ઉત્કટ અનિરુદ્ધ વૃત્તિ અને શક્તિથી તથા મમતાભર્યા ને મહત્ત્વાકાંક્ષી પુરુષાર્થથી, ઉભયનાં વ્યાપક અને દીપ્તિમંત પ્રભાવલો વરચેય, નિજનું કંઈક નાનું છતાં આગવું ને સ્પષ્ટ તેજોવલય, પ્રગ૯ભતાપૂર્વક પ્રગટ કરી શકનાર મુનશીની સાહિત્યપ્રવૃત્તિ અસાધારણ પ્રતિભાને આવિષ્કાર ગણાય. પ્રબળ પ્રતિભાશાળી સજક પૂર્વકાલીન તેમ જ પ્રવર્તમાન પ્રભાવોને આત્મસાત્ કરી, તેમને અ-પૂર્વ રૂપે પ્રગટ કરે છે. આ અપૂર્વતા એ, એ સમગ્ર સંદર્ભ પર અંકિત, સર્જકની આગવી મુદ્રાનું પરિણામ હોય છે. સર્જકનું એ આગવું વ્યક્તિત્વ, જ્યારે પ્રવર્તમાન વલણને વશ વર્તતું ન હોય ત્યારે તે સ્પર્ધાત્મક પ્રતિભાવરૂપે પ્રગટ થાય છે. એવાં વ્યાપક અને લકસ્વીકૃત વલણોના પ્રવાહથી પ્રતી પગતિ કરનાર પ્રતિકારાત્મક પુરુષાર્થને પ્રતિષ્ઠિત કરવી અત્યંત પ્રબળ અસિમ-તા અને પ્રચંડ વિદ્રોહશક્તિની અપેક્ષા રહે છે. મુનશીની સાહિત્ય-- પ્રવૃત્તિ મહદંશે આવી સ્પર્ધાત્મક પ્રતિભાવથી પ્રેરાતી પ્રતીપગા પ્રતિભાને સર્જનાત્મક ઉદ્યમ છે – વિરલ તેમ જ વિલક્ષણ. મુખ્યત્વે નવલકથાકાર અને નાટકકાર એવા મુનશીનાં પાત્રોમાં, તેના સર્જકનાં અદમ્ય મહત્ત્વાકાંક્ષા અને અહંભાવી પ્રભાવાકાંક્ષાને પ્રબળ પ્રક્ષેપ પરખાયા વગર રહેતો નથી. આથી, રંગદશી કલ્પનાશીલ સર્જકપ્રતિભા તેમની આત્મકથા કે પ્રવાસકથાને પણ નવલકથાની નજીક લઈ જાય છે, તો કલ્પિત પાત્રોનાં મનોગત અને મંતવ્યો, આશયો અને એષણાઓમાં પણ પોતાનું જ પ્રક્ષેપણ કરવાની વૃત્તિ તેમની
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy