SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ¥• ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ [ ૧૪૩ વનમાં સાથે આવવાની ના પાડતાં ઊર્મિલાને મૂર્છા આવી અને તે ચૌદ વર્ષ રહી — રામકૃપાથી મૂર્છામાં દિવ્યચક્ષુ પ્રાપ્ત થતાં સુંદર, અરણ્ય અને યુદ્ધકાંડના તમામ પ્રસંગેા એ જુએ છે અને લક્ષમણુનું સાંનિધ્ય અનુભવે છે એવું નિરૂપણુ છે. છેલ્લા સંગ્રહમાં તાગારનાં ગાંધીજી, સ્વદેશભાવના અને યંત્રદેવ વિશેનાં કાવ્યાના અનુવાદો પણ છે. આ કવિએ ‘કવિતારૂપ હિંદુસ્તાનના ઇતિહાસ'માં મુસ્લિમે આવ્યા પૂર્વેના હિંદુ રાજાઓનું વર્ણન કરી મુસ્લિમાના હુમલાઓને પણુ વર્ણવ્યા છે. વિવાહસંગીત'માં લગ્નવિધિમાંના વિવિધ લગ્નભાવેનાં નિરૂપણ કરતી કૃતિ છે. ‘રસમંજરી'માં તે। ‘માયાવિજય નાટક' પણ છે. સામનાથ શતક' પણ એમની કૃતિ છે. એકંદરે અલ્પ કવિતાશક્તિવાળા પણ ઉત્સાહી પદ્યકારની જૂના તેમ જ નવા વિષયો પરની, દલપતરામ-નરસિંહરાવ જેવા કવિઓની અસર ઝીલતી રચનાઓ એમના સંગ્રહેામાં પ્રાપ્ત થાય છે. અમૃતલાલ ના. ભટ્ટે (૧૮૭૯) ‘પુલેામા અને ખીજાં કાવ્યા’ તેમ જ ‘સીતા’ અને ‘કૃષ્ણકુમારી' જેવાં નાટકા આપ્યાં છે. મૂળજી દુર્લભજી વેદ (૧૮૮૦) મેારખીના વતની, ભાટિયા કુટુંબના આ લેખકે સૌ પ્રથમ સ્વરૂપવિવેક’ નામની વેદાંત-કૃતિ રચી હતી. કવિ તરીકે ન્હાનાલાલશૈલીના તે અનુયાયી હતા. ‘નિજ જ’(૧૯૦૯)માં ન્હાનાલાલ-લઢણુનાં ડાલનશૈલી-ગીત-રાસનાં અનુકરણા જોવા મળે છે. આ ઉપરાંત ‘જાગૃતિમાળા’ (૧૯૦૯), ‘સન્નારીઆને બે ખેલ’ (૧૯૧૦), ‘મેનેાને વીરપસલી' (૧૯૧૧), ‘કુંજલીલા’ (૧૯૧૨) અને એ પ્રકારની અનેક કૃતિઓ આપી છે. ‘અજવિલાપ’, ‘યુગલગીત’, ‘વેણુગીત’ જેવાં સારઠામાં કરેલાં એમનાં ભાષાન્તરા છે. ગેાવનરામને એમણે ‘સરસ્વતીચંદ્રકારનાં સમણુાં'(૧૯૩૦)માં ભાવ-અર્ધ્ય આપ્યા છે. ‘સ્ત્રીશક્તિ' નામે નાટકની પણ રચના કરી છે અને પાલ રિશાર ઉપરથી ‘આત્માના અધિકાર ભોગવતું સ્ત્રીતત્ત્વ' પણ આપ્યું છે. એમની કેટલીક કૃતિઓ અપ્રગટ રહી છે. ચંદુલાલ મણિલાલ દેસાઈ (૧૮૮૨) ભરૂચના બ્રહ્મક્ષત્રિય અને પછી અમદાવાદનવાસી આ દેશપ્રેમી અને સમાજસુધારક ડૅાકટરે વસન્તત્ત્તવનાદી’ના તખલ્લુસથી ત્રણ કૃતિ ‘વિધવા’ (૧૯૦૬), ‘કુમારિકા’ (૧૯૧૯) અને ‘ટહુકાર’ (૧૯૧૯) પ્રગટ કરી હતી. પહેલી એ રચનાઓમાં સમાજસુધારાના વિષય સારી રીતે નિરૂપાયા છે અને એમાં વિશતા સાથે કયાંક કયાંક કવિત્વના ચમકારા પણ છે. ‘ટહુકાર'નાં ૭૫ જેટલાં કાવ્યેામાં બાળગીતા અને દેશભક્તિની કેટલીક સારી રચનાઓ મળે છે. નરસિંહરાવ-કલાપીના આ અનુગામી અને ખેાટાદકરના
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy