SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી સાહિત્યને ઇતિહાસ [ ગ્રં. ૪ કાવ્યા ઉપરાંત આ કવિએ ‘વૈદેહીવિજય' (૧૮૯૯) નાટક, ‘અભિજ્ઞાન શાકુંતલ' (૧૯૧૫)નું ભાષાંતર, ‘ભગવદ્ગીતા-જન્મ્યાતિ’(૧૯૨૭), ‘ઉપનિષદયેાતિ' ૧–૨ (૧૯૨૯) વગેરે કૃતિએ પણ પ્રગટ કરી છે. શિક્ષકનું કર્તવ્ય' (૧૯૦૭) અને ‘સ્વદેશી હિલચાલ' (૧૯૦૮) એમના નિબંધેા છે. જમીનમહેસૂલ સંબંધે એમણે સંખ્યાબંધ લેખા પણુ લખ્યા હતા અને અંગ્રેજીમાં સ્ટડીઝ ઇન લૅન્ડ રેવન્યુ ઍન્ડ ઇકાનામિકસ' (૧૯૨૫) નામનુ પુસ્તક પણુ લખ્યું હતું. સીલીકૃત એકસ્પાન્શન ઑફ ઇન્ડિયા'નું ભાષાંતર પણુ ગુજરાત વિદ્યાસભા માટે તૈયાર કર્યું હતું. ૧૪૨] અમૃત કેશવ નાયકે (૧૮૭૭-૧૯૦૭) ‘ભારતદુર્દશાનાટક'(૧૯૦૯)માં કેટલીક સુંદર અને આકર્ષીક ગઝલા અને અન્ય દલપતશૈલીની પદ્યરચનાઓ આપી છે. ગીતામાં પણ લેખકને ઠીક સફળતા મળી છે. ‘મિદરા', ‘આળસ' જેવાં દુષ્ટ પાત્રા દ્વારા વ્યંગ-કટાક્ષનાં ઉચ્ચારાતાં વચને ગમી જાય એવાં છે. ‘અગર તે યાર મારા તે બધા સંસાર મારે છે' એ કવિની પ્રસિદ્ધિ પામેલી ગઝલ છે. આ ઉપરાંત ‘એમ.એ. બનાકે કયૂ' મેરી મિટ્ટી ખરાબ કી’ એ ‘ગુજરાતી' સાપ્તાહિકની ધારાવાહી કથા સમેત કેટલીક નવલકથાએ પણ એમણે પ્રગટ કરી છે. ‘મુસાફર’ નામક તખલ્લુસથી લખેલી ‘વિલસુ' નામની શુદ્ધ છંદાવાળી પણ શિથિલ વાર્તાત્મક કાવ્યરચના (૧૯૦૮) પણ એમની હેાવાના સ’ભવ છે. ભાઈશંકર એરજી શુકલ (૧૮૭૯) : મેારખીના આ ઔદીચ્ય બ્રાહ્મણે રેલવેમાં નાકરી કરતાં કરતાં કેટલાક કાવ્યસંગ્રહેા આપ્યા છેઃ ‘હૃદયરંગ”ના ત્રણ ભાગ (કિરણ ૧, ૨, ૩ અનુક્રમે ૧૯૦૪, ૧૯૦૭, ૧૯૧૦), ‘રસમંજરી’ (૧૯૨૦), ‘કાવ્યવિલાસ’ (૧૯૩૮), ‘વિવાહસ’ગીત' (૧૯૩૪) અને ‘ઊર્મિલાનું સ્વપ્ન અને ખીન કાવ્યા' (૧૯૪૭). કવિએ સંસ્કૃત વૃત્તા એકંદરે સ્વચ્છ રીતે પ્રયાયા છે, પણ એમનામાં પ્રતિભાશક્તિ ઓછી છે. ‘હૃદયરંગ'માં ‘અર્જુન་શીસવાદ' નાનકડા અગિયાર સર્ગામાં વહેંચાયેલી સુદીર્ઘ છ દાબદ્ધ રચના છે. એમાં કિરાતની સમગ્ર કથા કહેવાઈ છે. શ્વશુરમંદિરે જતી નવાઢાનું વન ધ્યાન ખેંચે એવું છે. આ પ્રકારનાં કથાનકને ગૂંથતાં ખીજાં કાવ્યા પણ કવિએ લખ્યાં છે. ‘રાસમંજરી'માં ‘સુવર્ણ શશક અથવા રાન્ત રતિદેવનું ચરિત્ર', ‘કાવ્યવિલાસ’માંયમ અને નિચક્રેતા સંવાદ', 'યોગ ધરાયણુ અને વાસવદત્તા સંવાદ’, ગુપ્ત વાસવદત્તા' (૨૧ ખંડનું મહાકાવ્ય' લખવાના ઉપક્રમ, પણ ૬ઠ્ઠા ખંડે અધૂ રુ) અને ઊર્મિલાનું સ્વપ્ન'માંનું એ નામનું કાવ્ય એનાં ઉદાહરણા છે. છેલ્લા કાવ્યમાં દેવેન્દ્ર સત્યાથી ના લેખ ‘Urmila's Sleep'ની પ્રેરણાથી, લક્ષ્મણે
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy