SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ] ગુજરાતી સાહિત્યના ઇતિહાસ [Q** r સમકાલીનમાં કાંક કયાંક ભાવની કામળતા, ઉત્સાહ અને સમર્પણભાવની આકર્ષકતા પ્રતીત થાય છે. ‘તારા ધીમા ધીમા આવે'નું એમનુ ગીત સારી પ્રસિદ્ધિ પામ્યું હતું. કાશીરામ ભાઇશ કર એઝા ‘ પ્રેમી ’ (૧૮૮૬–૧૯૫૪) પાલિતાણાના આ શ્રીમાળી બ્રાહ્મણ આઠેક વર્ષ વડાદરાના ‘હિન્દ વિજય' સાપ્તાહિક’ના ઉપતંત્રી હતા. એમણે ‘શ્રીકૃષ્ણભજનસ ંગ્રહ’ (૧૯૧૨)માં ભજનેા, ‘રાસમ’જરી’ (૧૯૨૫)માં રાસ આપ્યા છે. ‘ગંગાલહરી' (૧૯૩૦)-નર્મદાશતકમાં નર્મદાનાં સૌન્દર્ય ધામેાનાં વર્ણના છે. એમની કૃતિઓ મુખ્યત્વે ખેાધક છે. ‘ચાર યાગીની વાર્તા’, ‘શ્રી સયાજી યશબાવની', ‘હાતમતાઈ', ‘રાષ્ટ્રીય ગરબાવળી', 'ઉત્તરગીતા', ‘વિધવાવિવાહનિબંધ' વગેરે અનેક કૃતિઓ આપી છે. ચિમનલાલ દામોદરદાસ ત્રિપાઠી (૧૮૮૭–૧૯૬૨): કવિ ‘સાગર’ના આ નાના ભાઈ ‘કુબ્જ’ના ‘હૃદયકું’જ’ ગુચ્છ ૧, ૨ (૧૯૦૯, ૧૯૬૪), એ નામના ઈ. ૧૯૦૫થી ૧૯૦૯ સુધીનાં કાવ્યાના સંગ્રહ પ્રગટ થયા છે. પ્રાસાદિક શૈલીમાં એમણે નીતિ અને સ્નેહભાવનુ, દિવ્યશ્રદ્ધા અને ઈશ્વરભક્તિનું ગાન કર્યું છે. ‘બુદ્ધિપ્રકાશ’, ‘સુદર્શન’, ‘સુન્દરીસુખાધ’, ‘જ્ઞાનસુધામાં એમના લેખા અને કાવ્યા પ્રગટ થતાં હતાં. એમની રચનાએ કલાપી, સાગર અને ખેાટાદકરની કાવ્યશલીનું સ્મરણ તાજુ કરાવે છે. ચંડાળને”, ‘સૌન્દર્યવિહાર' જેવી કૃતિઓમાં એમની સૌન્દર્ય રસિકતા, તા‘બાલક અને પુષ્પ', ‘મૃત્યુનું સંગીત’જેવી કૃતિએમાં એમની ચિંતનપરાયણતા પ્રગટ થાય છે. એમણે કેટલાંક અંગ્રેજી કાવ્યોનાં ભાષાંતરરૂપાંતરે પણ આપ્યાં છે. ‘દિલ', ‘સનમ સાથે રહે મ્હારી' જેવી ગઝલે કલાપી અને સાગરની સૂફીરંગી અદા પ્રગટ કરે છે. એમણે અનેક વ્યક્તિવિશેષા વિશે હૃદયાંજલિએ લખી છે. આ વિના નાના ભાઈ મણિભાઈ દા. ત્રિપાઠી (૧૮૯૦–૧૯૬૭)એ ‘હૃદયાદ્ગાર’(૧૯૬૩)માં વૈરાગ્ય, જ્ઞાન ને ભક્તિનું નિરૂપણુ કર્યુ છે. ઉચ્ચ આદર્શની ઉપાસના નિરૂપતાં કાવ્યા, પ્રેમયેાગી' અને ‘વાલ્મીકિ’ જેવાં વૃત્તસૌષ્ઠવયુક્ત ખંડકાવ્યો, ને કેટલાંક અંગ્રેજી કાવ્યાનાં ભાષાંતરો પણ એમણે આપ્યાં છે. ‘વાંછના', ‘નિવેદ', ‘વહાલા મનુભાઈને' જેવી કૃતિઓમાં સ્નેહજીવનના આદર્શ તથા પુત્ર-અવસાને ઘેરા શાકના ભાવ આલેખાયા છે. ‘જડીબૂટી’ (૧૯૫૮) અને ‘સપ્તાહમાંથી સપ્તતીથી`' એમની પત્ર તથા પ્રવાસકૃતિ છે. ‘શયદા’ (૧૮૯૨–૧૯૬૨) ધેારાજીના વતની આ કવિનું મૂળ નામ હરજી લવજી દામાણી હતું. યાર ચેાપડીના અભ્યાસ કરનાર આ ગરીબ ખેડૂતના પુત્ર તત્કાલીન ગુજરાતમાં ‘ગઝલસમ્રાટ' તરીકે જાણીતા બન્યા હતા. એમણે લખેલી
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy