SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩ ] ખબરદાર અને અન્ય કવિઓ [ ૧૩૭ કાલાઘેલા કાનૂડાની સૂરે, વિજોગણ વાંસલડી ! સેરઠને સાગર સંગમ, પ્રભાસને પીપળે હૃદયંગમ, પૂર્વજને સૂરે પંચમ ઝંખે વહીલી વાંસલડી ! જન્મી જે યમુનાતીરે, અભયે, ભર્યું ભારત, ધીરે; હિરણ નદીને, વિરમી, નીરે : ડંખે વિરહી વાંસલડી ! ઝરણું જે જન્માંતરની, કરણ જે કાળાંતરની, અભિસરણ જે અંતરની જપે ક્યાંથી વાંસલડી ! આવી જ ભાવસ્થિતિને આસ્વાદ કરાવતું “એકલરામ', “સીતા રે વિનાના એકલ રામ-ઝૂરેઃ જેને ! સતી રે વિનાના સૂના શ્યામ...પણ એમની નોંધપાત્ર કૃતિ છે. પત્ની ઉપરાંત સ્વજને પ્રત્યેને વિશાળઉદાર કુટુંબપ્રેમ પણ એમની રચનાઓમાં ગૂંથાયો છે. ન્હાનાલાલની જેમ પિતામૃત્યુપ્રસંગને “પિતરોપનિષદમાં અનુષ્ટ્રપબદ્ધ કર્યો છે. આ સઘળી પ્રેમચનાઓમાં “કુમળાં દિલને લેશ ન કઈ દુભવજે'ની આ સરળ હૃદયના પ્રભુના “સાધુજનની પ્રાર્થના છે. “આંસૂડાંનાં કેસૂડાંની લ્હાણું (‘અંતર ઠારે, પ્રાણ પ્રફુલે)માં કવિના સુકુમાર હદયની ઉષ્મા પ્રગટ થઈ જાય છે. બાહુક', “અમરાપુરનાં અતિથિ', “ઋકિમણી હરણ” એ “ખંડકાવ્ય સંજ્ઞાવાળી, હકીકતે દીર્ઘ ઊર્મિકાવ્ય જેવી શિથિલબંધવાળી રચનાઓમાં કુટુંબનેહનું, દામ્પત્યપ્રેમનું (ખાસ તે છેલી કૃતિમાં) ગાન ગવાયું છે. છેલ્લી કૃતિમાં મંદાક્રાંતાના ૧૨૭ શ્લેકેમાં વચ્ચે વચ્ચે કવિએ ગીત મૂક્યાં છે. છટાદાર છુંદેલયમાં ગુજરાતસૌરાષ્ટ્રનાં સ્થલ-પ્રકૃતિનાં ચિત્ર, કૃષ્ણની સ્વજીવનલીલાની ઝલક આપતી રુકિમણું પ્રત્યેની ઉક્તિઓ આકર્ષક છેઃ વર્ષો સૂકે વીજળી ઝબુકે મેઘ રહાડે જ ત્યારે ધારા ધોધે નદી પૂર ધસે અશ્વિને શે ઉછાળે ! સિંહે ગર્જે, મયુર ટહુકે. નાદ વૈરાટ વાજે ત્યારે વેણુનિ ધમકથી છેડીશું શંખસાદે ! સંસ્કૃત સાહિત્યના ગાઢ સંસ્કારનું સ્મરણ કરાવતાં કવિનાં કેટલાંક વર્ણનચિત્ર આસ્વાદ્ય બન્યાં છે. પ્રેમપુણ્યાથી બનેલાં કૃષ્ણ અને રુકિમણું અનુક્રમે વ્રજ અને વિદર્ભ છોડીને, દ્વારિકા આવે છે : લીલી કુને ઉદધિ સપ્તિાને તટે ગુંજતી જે ! હું કે સિંહો ગિરિવન ભર્યા; કોકિલા કૂજતી રે ! અશ્વો ધેરી, મયૂર વિલસે સારસો જે ! તળાવે ! એવા રાષ્ટ્ર ગુણમધુર ને ગુજરી જે ! વધાવે. આવા ગુણમધુર ગુજરાતમાં પધારી કૃષ્ણ રુકિમણુને પ્રણયનો સાચો અર્થ આપે છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy