SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ ] ગુજરાતી સાહિત્યને ઇતિહાસ | (ચં. ૪ કવિએ “જગજન” “પ્રભુના પ્રજાજને ભારત-જનની, દેશભક્તિની અને ગુજરાત પ્રેમની પ્રશસ્તિમૂલક રચનાઓ પણ કરી છે અને સ્વતંત્રતાને મહિમા પણ ગાયો છે. ગાંધીજીને કેન્દ્રમાં રાખી રચાયેલી બધળી ટોપીનાં ટેળાં ઊતર્યા એ સમયે ઠીક જાણીતી થયેલી રચના છે. મુંબઈ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, પાવાગઢ, સિદ્ધપુર, બારડોલી એમ વિવિધ સ્થળોની પ્રશસ્તિઓ લખવા ઉપરાંત અને હજરત મહમ્મદ અને ભગવાન શંકરથી આરંભી ગાંધીજી, હાનાલાલ, કલાપી આદિ અનેક કવિતાક્ષરને અને સમકાલીન સ્નેહીજનોને ભાવાંજલિઓ આપી છે. એ બધી પ્રાસંગિક રચનાઓ છે. પ્રકૃતિના વિવિધ પદાર્થો કવિના આલેખન વિષય બન્યા છે. ગુજરાતની નદીઓ અને પર્વતો, સરોવર અને સાગર, પૂર્ણિમા, વસંત અને કોકિલા કવિને ભાવાર્થ પામ્યાં છે. ન્હાનાલાલની અસર ઝીલીને કવિ વસંતને વધાવે છે, ગિરનારને પરિચય કરાવે છે અને ઉલ્લાસનાં ગાન ગાય છે; પ્રકૃતિમાંથી પ્રેરણું મેળવે છે અને દાંપત્યભાવને ઉઠાવ આપે છે. વર્ષાને રસની અને વસંતને રંગની વિભૂતિ તરીકે વર્ણવી કેટલાંક ઉલ્લસિત ચિત્રો આલેખ્યાં છે પણ એમાં જેટલું હૃદયમધ્ય છે તેટલી સૂક્ષમતા નથી. ઝીલતે ઝરૂખે મેં તો દીઠે તે મોરલ! સોણલાને ઘેન એ તો ડોલતો તે મોરલ! -જેવી કેટલીક છૂટીછવાઈ પંક્તિઓ આકર્ષક છે. કવિનું ભક્તહૃદય પ્રાર્થનાઓ રૂપે પ્રભુકૃપાની યાચના કરે છેઃ “આપણે સર્વ ભગવાનરૂપ સ્વાલિયે છે ત્યાં પ્રભુ પ્રેમરૂપ વિસ્તરેલામાં નિર્દેશાયું છે તેમ આ આશાવાદી કવિ જગતને પ્રેમની અમૃતભરી નજરે નિહાળે છે. એમનું “મઝૂલી” ગીત ખ્યાતિ પામેલી ગીતરચના છે. એમાંને “લગીર' શબ્દ કવિના કે મળમધુર હૃદયનું સમુચિત પ્રતિનિધિત્વ કરે છે. “રહેવા-રહાવાની” અને “ગીતડાં પ્રભુનાં ગાવાની લગની આ કવિને હૃદયને મુખ્ય તાર છે, અને એથી જ “મઢુલી' કવિહૃદયને સાચો ભાવસ્પર્શ પામ્યું છે. બધે બ્રહ્માંડમાં અલ પ્રભુને નાદ પ્રસરે ઝીલું કણે તે મધુર મુજ કંઠે જ ઊતરે કહેનાર કવિ “ગિરિ તળે જભ્યોઃ જીવતર વહેં ઊર્વ રમણે એવો પિતાને યોગ્ય પરિચય આપી, કહે છે: “મને પૃથ્વીમાં તે ઉદધિ કરતાં પર્વત ગમે !' – સર્વત્ર માનવ અને જીવનનું ગૌરવ કરતા આ કવિની ઊર્વરમણની અભીપ્સા અહીંતહીં ફુટ થઈ ગઈ છે.
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy