SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮] ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ [ગ્ર: ૪ “મહાન નેપેલિયન' (૧૯૨૪), મુખ્ય છે. યુગમાં રસ હોઈ તેમણે “પ્રાણચિકિત્સા” (૧૯૧૫) અને “યોગતત્વ' (૧૯૨૫) એ બે પુસ્તક લખ્યાં છે. સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યામાંથી તેમણે રાજયોગ” (૧૯૨૪) પસંદ કરી પ્રગટ કર્યું છે. બારડોલી સત્યાગ્રહની જુદી જુદી ઘટનાઓને નાટકરૂપે રજૂ કરતું તેમનું પુસ્તક “ધ્વજારોપણ અથવા બારડોલીને ધનુષ્યટંકાર' (૧૯૨૯) પ્રગટ થયું છે. દેશળજી પરમાર (૧૮૯૪–૧૯૬૬) આ સમયગાળાના ગણનાપાત્ર કવિ છે. કેશવ હ. શેઠ, જનાર્દન પ્રભાસ્કર પછી નેહાનાલાલના પ્રભાવથી આકર્ષાઈને તેમના અનુસરણમાં લખનાર તરીકે દેશળજી પરમાર આવે છે. આમ છતાં તેઓ ધીરે ધીરે આગળના બે કવિઓ કરતાં એ અસરમાંથી જલદી મુક્ત થઈ વધુ મૌલિક રચનાઓ આપી શક્યા છે. દેશળજી પરમારને જીવનનિષ્કાના કવિ તરીકે ઓળખાવી શકાય. જેવી કવિ-જીવનની નિષ્ઠા તેવી તેની કવિતા' આ તેમની વિચારણા છે અને તેના સંદર્ભમાં પિતાનું મૂલ્યાંકન કરતાં તેઓ પોતે કહે છે કે “મારી જીવનનિષ્ઠા મારી કવિતા બની છે.૩૭ ગાંધીજી, શ્રી અરવિંદ અને શ્રી માતાજી તેમના જીવન અને કવનને ઘડનાર વિભૂતિઓ છે. તેમનું જીવન જેમ જેમ પરિવર્તન પામતું ગયું છે તેમ તેમ કવિતાનું પણ પરિવર્તન થતું રહ્યું છે. વિષય, અભિવ્યક્તિ અને લઢણો ઇત્યાદિમાં પરિવર્તન પામવા છતાં તેમને કવિતા પ્રત્યે જે અભિગમ સાથંત દેખાય છે તે તેમના જ શબ્દોમાં જોઈએ. “કવિતાને મેં એક કાયર “escapist' તરીકે સેવી નથી.”૩૭ આવા ઉચ્ચ ભાવ સાથે તેમણે આજીવન કવિતાની ઉપાસના કરી છે. ગૌરીનાં ગીતો' (૧૯૨૮), ગલગોટા' (૧૯૩૦), ટૂહૈકા' (૧૯૩૧) અને ‘ઉત્તરાયન' (૧૯૫૪) એ ચાર કાવ્યસંગ્રહે તેમણે આપ્યા છે. “ગૌરીનાં ગીતા'માં ન્હાનાલાલની ચારુતા સાથે સેકગીતની કમનીયતાને ઝીલી લખેલાં ગીતમાં ઘણી વાર કલ્પનાની કુમાશને અનુભવ થાય છે. “વીરો વધાવો', “ભાઈબહેન, પતંગિયાનું ગીત', “મેગરાની માળ' જેવાં કેટલાંક ગીતે તે લોકપ્રિય બાળગીતો બન્યાં છે. તેમણે સરસ જોડકણાં પણ આપ્યાં છે. દેશળજીના કવિત્વને અતિ ગંભીર આવિર્ભાવ “ઉત્તરાયન’નાં કાવ્યમાં દેખાય છે. ગાંધીજીના પ્રભાવ સાથે અસહકાર, સત્યાગ્રહ આંદેલને તથા રાષ્ટ્રભાવના, બલિદાન ઇત્યાદિ તેમની કવિતાના વિષયો બન્યા છે. બહુધા ત્રીશીના ગાળામાં રચાયેલી આ કવિતા, તે યુગની અર્થપ્રધાન રીતે વિષયનિરૂપણ કરતી શૈલીએ લખાયેલી જણાય છે. વિચારની સુરેખતા ઓછી અને ન્હાનાલાલનું ભાવનાત્મક વલણ વિશેષ તે તેમની કવિતામાં પ્રધાનપણે દેખાય છે. ઉત્તરાયનનાં
SR No.032076
Book TitleGujarati Sahityano Itihas Part 04
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year1981
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy